________________
(અનુસંધાન ટાઈટલ પાનું ૪ થું) વળી તે અટવીમાં કાંઠે મનોહર વેશવાળા મધુર વચનવાળા ઘણાય લોક મળશે, બોલાવશે પણ ખરા, અને સાથે કહેશે કે હે સાર્થિકો ! આવો ! આવો ! અમે પણ તે નગર જઈએ છીએ. પરંતુ તમારે તેઓનું વચન સાંભળવું નહિ અને સુસાર્થિકો એક ક્ષણ પણ મૂકવા નહિ. એકલાને ચોક્કસ ભય થાય છે, વળી રસ્તામાં આવતો દાવાનલ નિષ્પમાદીપણે ઓલંઘી જજો, નહિ ઓળઘો તો તે બાળી નાંખશે.
એમાં વચ્ચે એક ઉંચો પર્વત આવશે તે બહુ જ સાવચેતીથી ઓલંઘી જજો, નહિ ઓલંઘો તો મૃત્યુ થશે.
એમાં ઉપદ્રવ કરનારી અત્યંત ઉંડી વાંસની ઘટા આવશે તેને પણ જલદી ઉલંઘી નાંખજો, કારણ કે જે ત્યાં રહે છે તેને અનેક ઉપદ્રવો થાય છે.
એમાં એક નાનો ખાડો આવશે તેની આગલ હંમેશાં એક મનોરથ નામે બ્રાહ્મણ બેસે છે, તે તમને કહેશે કે તે લોકો ! આ ખાડો જરાક પૂરી આપો પછી જાઓ, પણ તેનું વચન સાંભળશો નહિ. અને તે ગણકાર્યા વગર ચાલ્યા જજો; કારણ કે તે ખાડો જેમ જેમ પૂરીએ તેમ તેમ મોટો થાય છે એટલે તે દ્વારા તે બધું તમારું લઈ લેશે. અને માર્ગથી ભ્રષ્ટ કરાવશે.
વળી એમાં મનોહર અને નેત્રને સુખ દેનાર કિપાકના પાંચ ફલો આવશે, પણ તે તરફ નજર જમા કરશો, ને ખાશો પણ નહિ.
આગળ બાવીશ ભયંકર પિશાચો ક્ષણે ક્ષણે મળશે અને હેરાન કરવા મથશે ) પણ તેઓને જરાય ગણકારશો નહિ.
વળી અન્નપાન ઓછું મળે, વિરસ મળે, પણ ખેદ ન કરશો, ક્યાંય થોભશો છે નહિ અને રાત્રિએ પણ બે પહોર તો ચોક્કસ જોજ. આવી રીતે જશો તો તમે જલદી અટવી ઓલંઘી જશો અને ધારેલા સ્થળે પહોંચી જશો.
(જુઓ પાનું ૩૭૬)