________________
ભવ-અટવી કઈ રીતે ઓલંઘવી
અને ઉતરેલો ક્યાં જાય ? અટવી બે પ્રકારની છે. ૧. દ્રવ્ય-અટવી ૨. ભાવ-અટવી.
-: દ્રવ્ય-અટવી - કોઈક નગરથી કોઈક સાર્થવાહે બીજે દેશ જવાનું પ્રસ્થાન કર્યું અને નગરમાં છે ઉદ્ઘોષણા કરાવી કે “જેઓને બીજે દેશ આવવું હોય તે ચાલો, મારો આદેશ માનનાર
દરેક માણસને હું ઈચ્છિત નગરે પહોંચાડીશ”. આ સાંભળી ઘણા લોકો તેની સાથે ચાલ્યા, તેઓની આગળ તેમણે માર્ગના ગુણ દોષ કહ્યા કે હે સાર્થિકો !! રસ્તા બે છે, એક સરળ અને બીજો વિકટ. તેમાં જે વિકટ છે તે સુખેથી ઘણા કાળે જવાય ! તેવો છે અને છેવટે એ રસ્તો પૂરો થઈ સરળ માર્ગે મળી જાય છે, પછી ઈચ્છિત જ નગરે જવાય છે. અને જે સરળ છે, તે દુઃખેથી જવાય એવો છે અને તેથી જતાં તે
જલદી નગરે પહોંચાય છે. કારણ કે તે અતિવિષમ અને સાંકડો છે. વિકટ રસ્તાના મુખ્ય ભાગે અત્યંત ભીષણ અને ઈચ્છિત નગર પમાડવામાં એવા બે વાઘ સિંહ છે રહે છે. તે બન્નેને પુરૂષાર્થથી દૂર કરી માર્ગમાં ઉતરી જવું, તેઓ બન્ને જોકે ઈચ્છિત નગર સુધી રહે છે, છતાં તેમાં જે માર્ગથી ભ્રષ્ટ થાય તેને તેઓ મારી નાંખે છે. ને જે માર્ગ ચાલે તેઓને હેરાન કરી શકતા નથી.
વળી એમાં અનેક પત્ર-પુષ્પ-ફલવાળાં શીતલ છાયાવાળાં મનોહર કેટલાંક વૃક્ષો છે, બીજાં કેટલાંક સડેલ અને ખરી ગયેલ વૃક્ષો છે, તેમાં ફાલેલા વૃક્ષોની છાયા એવી છે કે જેથી મૃત્યુ થાય, તો પછી તેનો ઉપયોગ કરીએ તો શું એ થાય? માટે તેના નીચે બેસવું નહિ, અને બીજે વૃક્ષે પણ મુહૂર્ત માત્ર જ બેસવું.
| (જુઓ ટાઈટલ પેઈજ ત્રીજ).