________________
કે..ટ...લાં...ક જ વ. ચ..ના..મૃ
ત
જ
વૈરાગ્યરૂપ અમૃતથી સિંચાયેલા ઉત્તમ વચનો વિદ્વાનોના અંતઃકરણને જેવો આનંદ આપે છે તેવો આનંદ સંગીતકલા આપે નહિ. ૧
વૈરાગ્યવાસિત બુદ્ધિ એ જ્ઞાનનું ભૂષણ છે. ૨
જ્ઞાનભૂષણ એવો વૈરાગ્યરસ જ્ઞાનના ગર્વરૂપ તાવને શાંત કરવા રામબાણ ઈલાજ છે. ૩
વૈરાગ્યરાજ્ય એવું છે કે જેમાં ક્લેશ વગર પૃથ્વી મેળવાય છે, લોકોની સ્તુતિથી કીર્તિ મેળવાય છે, અને જ્ઞાનરૂપરત્નોના ભંડાર થવાય છે. ૪
વૈરાગ્ય એ જિનેશ્વરમહારાજનો મિત્ર છે, તેનું કાર્ય વાચાલદુર્જનપુરૂષની આંખે પાટા બાંધી વિવેકરૂપ રત્ન દેખાડવાનું છે. ૫
વૈરાગ્ય એ મહેલ છે. એ આધ્યાત્મિક રત્નોની કાંતિથી શોભે છે, ચિત્તરૂપ જેને ભીંત છે, મૂલગુણરૂપી ચંદ્રકાન્ત મણિઓથી બાંધેલી અગાશીવાળો છે, ઉત્તરગુણરૂપી ચંદરવા જેમાં બાંધ્યા છે, જેમાં કર્મવિવર નામે ઝરૂખો છે, જેમાં બુદ્ધિના ગુણ એ ઝરૂખામાં લટકેલ મોતીની શેરો છે. જે નિર્મલવાસનાથી સુગંધમય છે, ઉત્તમવીર્યરૂપી કપૂરની રજથી જે મનોજ્ઞ છે, મૃતધારણારૂપ કસ્તૂરીથી જે વાસિત છે, આત્મવિલાસરૂપ છાયાથી જેમાં સકલ કર્મરૂપી તાપ શાંત થયો છે, જેમાં શીલ એ ફુવારા છે. ૬
વૈરાગ્ય મહેલમાં સંવરરૂપ પુષ્પોથી ભરેલી નિર્વિકલ્પતારૂપ શધ્યામાં સમતા નામે સ્ત્રી સાથે સુતેલા પુરૂષો ખરેખર પ્રશંસા પામે છે અને શાશ્વત સુખના ભાગી બને છે. ૭
વૈરાગ્ય-કલ્પ-લતામાંથી