SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઈટલ ત્રીજાનું અનુસંધાન) જો તેવી રીતે જીવનનો નાશ ન થતો હોય અને મરણ (હિંસા) ન બનતી હોય ? | તો પછી હિંસાથી વિરતિ કરવી તેને જે મુખ્ય અને પ્રથમ મહાવ્રત કહેવામાં આવે છે છે તે બધું હમ્બકરૂપજ થઈ જાય, વળી અનુકંપાને અંગે શ્રીભગવતીસત્રકારે સાતાવેદનીય કર્મને બાંધવાના કારણો ફરમાવતાં જીવઅહિંસાથી વિરતિ વિગેરે કારણો જદાં જણાવ્યાં ? આ છે અને સાથે પ્રાણ ભત જીવ અને સત્વની અનકંપાને પણ સ્પષ્ટપણે સાતવેદનીયના ! | જુદા કારણરૂપે જણાવેલી છે એટલે ચોખ્ખું થાય છે કે જે જીવહિંસાથી વિરતિ કરવી તે જેમ ઉત્તમકાર્ય છે, તેવી જ રીતે પ્રાણ ભૂત જીવ અને સત્યની અનુકંપા કરવી તે પણ હિંસાથી વિરતિની માફક ઉત્તમોત્તમ છે, વળી ભગવાન્ શ્રીમહાવીરે ગોશાલાનું કુશિષ્યપણું પોતે ચાર જ્ઞાનસહિત હોવાથી જાણ્યું હતું તો પણ વૈશ્યાયનતાપસની તેજોલેશ્યાના દાહમાંથી અનુકંપાબુદ્ધિએ બચાવી લીધો હતો. આ હકીકત ભગવાન્ મહાવીર મહારાજે કેવલજ્ઞાન પછી જણાવી છે કે મેં ગોશાલાને અનુકંપા બુદ્ધિથી બચાવ્યો હતો. સુજ્ઞ મનુષ્ય સમજી શકશે કે છવસ્થપણામાં ગોશાલાને બચાવવા માટે ભગવાન્ મહાવીર મહારાજે જે અનુકંપા કરી હતી તેની ઉપર છાપ પોતે કેવલિપણામાં મારી છે. અર્થાત્ જો કે છઘસ્થપણામાં પણ ભગવાન્ જીનેશ્વર શુદ્ધસમ્યકત્વ અને સંયમને ધારનારા હોઈને વગર અનુકંપાને અનુકંપા ધારવારૂપ મિથ્યાત્વ અને વિપર્યાસ સેવે જ નહિ, છતાં કદાચ છદ્મસ્થતાનો સ્વભાવ માની તેવી કલ્પના કરવા કોઈ તૈયાર થાય તો પણ હવે કેવલિપણામાં છાપ મારેલી હોવાથી તેવી જુઠી અને દયાના દુમોની કલ્પનાના જેવી કલ્પનાને અહિં સ્થાન જ નથી. વળી વાચકોએ એ પણ ધ્યાન રાખવાનું છે કે ભગવતીજીસૂત્રના પંદરમાશતકમાં ભગવાન્ મહાવીર મહારાજનું પહેલું ચાતુર્માસ જે અસ્થિકગ્રામમાં થયાનું જણાવ્યું છે, તે અસ્થિકગ્રામ પહેલાં વર્તમાનગ્રામ તરીકે વસતિથી સંપૂર્ણ ભરેલું હતું, છતાં એક બલદ ઉપર ચાર અને પાણી દેવાની અનુકંપા ગામના લોકોએ ન કરી તેટલા માત્રથી તે બળદના જીવે દેવતા થઈને આખાગામમાં સજ્જડ મારી ચલાવી અને તેને પ્રતાપે ઠેકાણે ઠેકાણે હાડકાંના ઢગલા થઈ ગયા અને તે જ હાડકાના ઢગલાના પ્રતાપે મુસાફરલોકોએ તે ગામનું નામ અસ્થિકગ્રામ એવું સ્થાપ્યું. આ વસ્તુને બારીકીથી તપાસનારો મનુષ્ય જોઈ શકશે કે એક બળદની અનુકંપા નહિ કરવા માત્રથી જ્યારે આખાગામનો નાશ થવાનો પ્રસંગ આવે, તો પછી કાલુરામના કાળાપંથની કુટેવમાં કચડાયેલા કૂરકર્મીઓ અનુકંપાદાનમાં - પાપ જ બતાવે તે વખત દુઃખથી હેરાન થઈને મરતા જીવો દેવગતિ પામીને મારવાડ , જેવા વેરાન પ્રદેશો કરે અને ચારે બાજુ પ્લેગ ઈન્ફલ્યુની જેવાં ભયંકર દર્દો આ કાળમુખાઓના આચરણથી જગતને વેઠવાં પડે તો તેમાં નવાઈ નથી છતાં શાસનના અગ્રગણ્ય દયાલુ મનુષ્યોની દયાના પ્રતાપે સદ્ગતિ પામેલા જીવો જગતનું અને શાસનનું રક્ષણ કરવા. તૈયાર રહે એ સંભવિત જ છે, માટે શાસનરસિકજીવોએ પ્રાણાંતે પણ સમ્યકત્વના લક્ષણ તરીકે ગણાતી એવી અનુકંપાને આદરવામાં જરા પણ કચ્ચાશ કરવી નહિં અને એ જ પોતાના આત્માને માટે જગમાં શ્રેયસ્કર છે. એમ સમજવું જરૂરી છે એમ સમજવું.
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy