________________
(ટાઈટલ પા. ૪ થી ચાલુ)
પરભવનું આયુષ્ય બંધાય. જો તે વખતે ન બંધાયું હોય તો તે ત્રીજા ભાગના છે પણ ત્રીજે ભાગે યાવત્ તે ત્રીજા છેલ્લા ભાગના પણ ત્રીજે ભાગે આયુષ્ય
બંધની પરંપરા શાસ્ત્રકારોએ જણાવી છે. આ વિભાગની ગોઠવણ કેટલી
બધી વ્યાપક હશે કે જેથી કાલના મોટા વિભાગો સમત્રિભાગવાળા જ હોય 3 છે. ઘડીની મિનિટ ચોવીસ તો આઠ તરી ચોવીશ, અહોરાત્રની ઘડી સાઠ
તો વીસ તરી સાઈઠ, મહીનાના દિવસ ત્રીસ તો દાએ તરીએ ત્રીસ વર્ષના 1 મહિના બાર તો ચારતી બાર, આવી રીતે કાલના મૂલભેદોમાં
સમત્રિભાગપણું હોવાથી યુગ સો હજાર લાખ વગેરેમાં પણ સમત્રિભાગવાળું { આવે તે સ્વાભાવિક જ છે, યાવતુ ચોરાશીલાખ વર્ષોથી પૂર્વાગ ગણવામાં
આવે છે તેમાં પણ સમત્રિપણું જ છે. આ ઉપરથી આયુષ્યના બંધનું વર્તમાનભવના ત્રીજા ભાગે થવાપણું અને કાલના માપનું સમત્રિ ભાગપણું ધ્યાનમાં રાખીએ તો બીજ-પાંચમ-આઠમ વગેરે ત્રિભાગે રાખવામાં આવેલી તિથિઓની આરાધના કેટલી બધી ઉપયોગી છે એ સમજવું ધર્મિષ્ઠોને માટે ઘણું જ સહેલું છે. જગના સ્વભાવે પણ આઠમ-ચઉદશ-પુનમ અને અમાવાસ્યાએ લવણસમુદ્રના જલની વૃદ્ધિ જણાવતાં તે દિવસોમાં પરાવર્તન ઉપર વિશેષ ધ્યાન અપાયું છે, માટે આઠમ ચઉદશ વગેરે તિથિઓ કેટલી અને કેવી ઉપયોગી છે તે જગત્માં સમુદ્રના સ્વભાવને જાણનારાઓ પણ સમજી શકશે.
ધ્યાનમાં રાખવું કે મેળવેલ સાતવેદનીય આદિ પુણ્યપ્રકૃતિઓની મોક્ષમાર્ગની કે સાધના માટે સફલતા મનુષ્યપણાઆદિ ચતુરંગીની પ્રાપ્તિમાં જ છે અને તે
માટે સમત્રિભાગવાળી તિથિઓને આરાધવાની દરેક ભવ્યોની ફરજ છે.