SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્યના બંધનો સમય અને સમાનત્રિભાગે કાલ ગણત્રી જૈનજનતામાં અગર જૈનેતરવિભાગમાં પણ એ વાત તો જાણીતી છે કે ભવિષ્યની જીંદગી માટે આયુષ્ય વિગેરે જોઈતી સામગ્રી વર્તમાન જન્મમાં જ તૈયાર થાય છે. જો કે તે સામગ્રીની તૈયારી છદ્મસ્થજીવોની દૃષ્ટિએ અગમ્ય હોય છે અને તેથી કયા સમયે કયા વખતે તે સામગ્રી તૈયાર થાય છે તે તેને માલમ પડતું નથી. પરન્તુ એટલું તો ચોક્કસ માલમ પડે છે કે ભવિષ્યની જીંદગીને માટેની આયુષ્ય વગેરેની સામગ્રી વર્તમાનભવમાં જ તૈયાર કરવાની હોય છે. આવી સ્થિતિ હોવાને લીધે જ અઈમુત્તામુનિજીને ‘નથી જાણતો તે જાણું છું' એમ કહેવું પડયું છે. અર્થાત્ જેમ પરભવ થવાનો છે એમ જાણ્યા છતાં પરભવનાં સાધનો નથી જાણતાં તેમ પરભવને માટે આયુષ્ય વગેરેની તૈયારીઓ આ ભવમાં થાય છે. તેમ જાણ્યા છતાં તે તૈયારી કર્યો સમયે થાય છે એ જાણવાને માટે સમસ્ત આસ્તિકવાદીઓ તૈયાર હોય તો પણ તેમાં નાસીપાસ જ થાય છે. અને એ વાત તો ચોખી છે કે આ ભવમાં ધર્મિષ્ઠ મનુષ્યોએ સાધવા ધારેલું મોક્ષરૂપ સાધ્ય સિદ્ધ ન થાય તોપણ આવતા ભવે સિદ્ધ કરવાની ચાહના રહેજ અને તે ચાહના જ અનુકુલ ભવના સંયોગો હોય તોજ પુરી થાય, માટે દરેક ધર્મિષ્ઠ આવતા ભવની સુંદરતાને માટે સુંદર આયુષ્ય બાંધવાનો સમય જાણવામાં ન આવે તેથી ધર્મિષ્ઠોને પણ મુંઝવણ રહે, માટે શાસ્ત્રકારોએ આયુષ્યના બંધને માટે એ નિયમ સ્પષ્ટપણે જણાવ્યો છે કે સમગ્ર આયુષ્યના ત્રીજા ભાગે (જુઓ ટાઈટલ પા. ૩ જું).
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy