SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી સિદ્ધચક્ર ફેબ્રુઆરી ૧૯૩૮ વળી તેરસને ચૌદસ કહેવાની શંકા કરતાં એ પણ સ્પષ્ટ થયું કે તેઓ તેરશનો ક્ષય જ માનતા હતા. ધ્યાન રાખવું કે ચૌદશના ક્ષય ઉદયવાળી તેરશને દિવસે તેરસચઉદશને જો ભેળી માનતા હોત, તો આ શંકા જે તેરશને ચૌદશ માનવામાં કરી છે તે થાત જ નહિ. પર્વતિથિપણે તે અપર્વતિથિને ગોઠવવી, ૫ એટલે લેવી ! એટલા માટે ગ્રાહ્ય શબ્દનો ભાવાર્થ ૩પયા એમ કરવો પડ્યો, અર્થાત્ પર્વતિથિમાં અપર્વતિથિને નહિં લેવી, પણ અપર્વનેજ પર્વપણે આદરવી. એતો સિદ્ધજ છે કે પ્રા શબ્દ સામાન્ય લેવા વાચક છે ત્યારે ૩૫યા શબ્દ આદરપૂર્વક લેવાના પ્રસંગમાં વપરાય છે, એટલે સ્પષ્ટ થયું કે હું પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિનેજ પર્વતિથિ તરીકે માનીને આદરથી લેવી, એટલે અપર્વનો સૂર્યોદય છતાં તે દિવસ આખો પર્વતિથિપણે આદરવો. વાચકોએ ધ્યાન રાખવું છે કે ક્ષયે પૂર્વા નો અર્થ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિને પર્વતિથિ તરીકે બનાવવી એમ ન હોત, અને તેથીજ જો મહોપાધ્યાય શ્રીધર્મસાગરજીઆદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય ન કરતા હોત તો ઉપરના પાઠમાં કર્થ ત્રયોદશ્યા: વાર્વશીર્વેન વીવા યુn: ? અર્થાત્ તેરશને ચૌદશપણે મનાય જ કેમ? એવી ખરતરોએ ક્ષયે પૂર્વી ના પાઠ સાથે શંકા કરીજ ન હોત, એમ આ ઉપરથી વાચકો હેજેજ સમજી શકશે. વળી વાદી તેરશને ચૌદશ ન માનવા માટે કે શંકા કરતાં “ઉદયવાળી તિથિને માનનાર અને ઉદય વિનાની નહી માનનારા આપણે છીએ' એવો હેતુ જણાવે છે, તેથી પણ સ્પષ્ટ : થાય છે કે ક્ષયપ્રસંગમાં ઉદયનો સવાલ નક્કામોજ છે, કેમકે જો એમ ન હોત અને ઉદયવાળીજ તિથિ માનવાની હોત તો ઉદયવાળી તેરશને ચૌદશ તરીકે માની શકાત જ નહિ અને ઉદયનો હેતુ હોત નહિં. વળી વગર ઉદયની તિથિને ન માનવાની વાત પણ હેતુ તરીકે જણાવી ઉદય વિનાની પણ ચૌદશ તેરસે કેમ મનાય છે? એમ જણાવતાં પણ સ્પષ્ટ સમજાય છે કે ક્ષયના પ્રસંગમાં પર્વતિથિ માનતાં ઉદયની જરૂર નથી, એટલે ઉદયવાળી એવી તેરશ ન માનવી અને ઉદય વગરની ચૌદશજ માનવી એમ નક્કી થાય છે.
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy