________________
શ્રી સિદ્ધચક્ર
૯૧
પોતાની અશક્તિ દર્શાવે તો તેને ખુશીની સાથે શ્રાવકધર્મની દેશના દેવાય છે. અર્થાત્ તત્પશ્ચાત શ્રાવકધર્મની દેશના દેવામાં જરાય વાંધો નથી. જે આત્મા સાધુએ આપેલી સર્વવિરતિની દેશનામાં પોતાની અશક્તિ જાહેર કરે છે તેના સંબંધમાં સાધુ તેને શ્રાવકધર્મની દેશના આપે છે એ દેશના દેવામાં એક વાત ખુબ યાદ રાખવાની છે કે સાધુનો અહીં એવો વિચાર જ નથી કે એ બાપડાને મારે આખો જન્મ ગૃહસ્થપણામાંને ગૃહસ્થપણામાં જ ગોંધી રાખવો છે, અને તેને સાધુપણામાં પ્રવેશવા જ દેવો નથી. સાધુ અશક્તાત્માને ગૃહસ્થપણારૂપ ખાખાનો ઉપદેશ આપે છે તેમાં પણ તેને મહત્વનો ઉદ્દેશ તો
એજ હોય છે કે આને સૌથી પહેલો જ ઝવેરાતનો
ઉપદેશ રૂચતો નથી, તે ઝવેરાત ખરીદતો નથી, તેને
હમણાં ખાખાની ખરીદી કરવા દો, ખાખા ખરીદતો થશે તો તે કાંઈ ન ખરીદે એના કરતા ખાખા ખરીદે એ પણ ઠીક થશે, ખાખા ખરીદનારાને પછી મજીઠ ખરીદતો બનાવી શકાશે. મજીઠ ખરીદતો થશે પછી
હવે સર્વવિરતિ ધર્મ બતાવ્યા પછી
તેને જીવન ખરીદતો બનાવી શકાશે, અને છેલ્લે પણ એ ધર્માત્મા એ મહામંત્રને ઝીલવાને અશક્ત હોય તો તેને ધક્કો મારીને કાઢી મૂકવો એ કર્તવ્ય તેને પૂરો ઝવેરી બનાવી શકાશે. નથી. સર્વવિરતિ માટે જેની શક્તિ ન પહોંચતી હોય સર્વવિરતિનો વીર્યોલ્લાસ તેને દેશવિરતિ ધર્મ પણ ઉપદેશવોજ જોઈએ. પરંતુ તેમાં એ ઉપદેશ હોવો જ જોઈએ કે દેશ વિરતિમાં તેને સર્વવિરતિ તરફ દોરી જવો, સર્વવિરતિ એક માત્ર લક્ષ ! પરંતુ તે અસાધ્ય હોય તો તે સાધ્ય બને ત્યાં સુધીને માટે જ દેશવિરતિ, દેશવિરતિ ઉપરથી પાછું સર્વવિરતિ ઉપર આવવું છે એ તો
અહીં ધર્મના ક્ષેત્રમાં જેને સર્વવિરતિ લેવાનો વીર્યોલ્લાસ થતો નથી હેને આરંભમાં દેશવિરતિ આપવી જોઈએ, પ્રતિમાઓ કરાવીને પણ તે દ્વારા તેને રસ્તે લાવવો જોઈએ અને છેવટે તેને સર્વવિરતિ તરફ લઈ જવો જોઈએ. જો તેને
તા. ૨-૧૨-૧૯૩૭
સર્વવિરતિ તરફ ન લઈ જઈએ અને તેને દેશવિરતિમાં જ ધક્કા ખવડાવ્યાં કરીએ તો પછી આપણી ગણના પણ વિશ્વાસઘાતી ઝવેરીમાં જ થવાની ! ઝવેરીની એ ફરજ છે કે તેણે પોતાને ત્યાં ધંધો શીખવા આવેલાને ભલે કદાચ પહેલાં ખોટા કાચ કીડીયા બતાવે, પણ છેવટે તો સાચા ઝવેરાત તરફ દોરી જ જવો જોઈએ. અને તેને સાચો ઝવેરી બનાવવો જોઈએ. સમજણ ન હોય તો તેને સમજ પાડવી જોઈએ. બીજાઓએ પણ તેમાં મદદગાર રહેવું જોઈએ. પરંતુ બધાનો એક મુખ્ય ઉપદેશ એ તો હોવો જ જોઈએ કે શીખવા આવનાર વ્યક્તિને આપણે એક સારો ઝવેરી બનાવવો છે.)એ જ રીતે
અહીં પણ સૌથી પહેલા જે આત્મા ધર્મદેશના
સાંભળવા આવે છે તેને સૌથી પહેલાં તો
સર્વવિરતિની જ દેશના આપવી જોઈએ. અર્થાત્ સંપૂર્ણ સાધુધર્મ જ બતાવવો જોઈએ. નિરૂપાયે દેશવિરતી