SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ શ્રી સિદ્ધચક્ર તા. ૧૪-૧૧-૧૯૩૬ પછી જિનેશ્વર મહારાજને શિષ્ય પાસે વંદન કરાવે. પછી શિષ્ય ઉભો થકો વાંદીને કહે કે હુકમ કરો, • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ગુરુ કહે કે “વાંદીને નિવેદન કર' પછી શિષ્ય વાંદીને અર્ધા નમેલા શરીરે ઉપયોગવાળો થકો એમ બોલે કે “તમે મને સામાયિક આરોપ્યું, હવે શિક્ષા ઈચ્છું છું.” પછી ગુરુ શિષ્યના માથે વાસક્ષેપ દેતા થકા કહે કે, “પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનાર અને સંસારનો પાર પામનાર થા, તેમજ ઘણા જ્ઞાનાદિકગુણોએ કરીને વૃદ્ધિ પામ' એમ કહ્યા પછી શિષ્ય વંદન કરીને કહે કે આપને નિવેદન કર્યું, હુકમ કરો કે જેથી સાધુઓને નિવેદન કરું. કેટલાક આચાર્યો અહીં જિનેશ્વર આદિને વાસક્ષેપ દેવાનું કહે છે. પછી ગુરુમહારાજ વાંદીને નિવેદન કર', એમ કહે ત્યારે શિષ્ય અસ્મલિત નવકારને ગણતાં અને ઉપયોગવાળો પ્રદક્ષિણા કરે, આ વખતે આચાર્ય વિગેરે બધા શિષ્યના માથા ઉપર વાસક્ષેપ આપે. એવી રીતે ત્રણ વખત જાણવું. કેટલાક આચાર્યો અહીં ફરી પણ કાઉસગ્ન કરવાનું કહે છે. દીક્ષા વખતે જેની પરંપરાએ જે તપ દીક્ષા વખતે કરાવવામાં આવતું હોય તે આયંબિલ વિગેરે તપ નક્કી કરાવે, પણ કોઈપણ તપ કે આયંબિલ ન કરાવે તો દોષ નથી. પછી જિનેશ્વરના ચરણકમળમાં નમસ્કાર કરે, અને આસન ઉપર બેઠેલા આચાર્યને ભાવથી નમસ્કાર કરી બીજા સાધુઓને નમસ્કાર કરે. પછી તે નવદીક્ષિતને સર્વ સાધ્વીઓ અને શ્રાવકશ્રાવિકાઓ વંદન કરે. એ વિધિ થયા પછી એ નવદીક્ષિત સંભ્રમરહિતપણે આચાર્યની પાસે સામો બેસે, ત્યારે આચાર્ય તેને ભવસમુદ્રથી તરવા માટે યાનપાત્ર સમાન એવો જે ધર્મ તે એવી રીતે કહે કે જે સાંભળીને બીજો પણ શ્રોતા સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરે. ધર્મકથનની રીતિ જણાવે भूते १५६, देसे १५७, होइ १५८, सीले १५९, पण्ण १६०, तातह १६१, लध्धूण १६२, एअंमि १६३. જીવોમાં ત્રાસપણું, તેમાં પણ ઉત્કૃષ્ટ પંચંદ્રિયપણું, તેમાં પણ મનુષ્યપણું, તે મળ્યા છતાં આર્યદેશ, તેમાં શ્રેષ્ઠકુળ, તેમાં ઉત્તમજાતિ, તેમાં પણ સારું રૂપ, તેમાં પણ અત્યંત બળ, તેમાં પણ દીર્ઘ આયુષ્ય, તેમાં હેય ઉપાદેયનો નિશ્ચય, તેમાં પણ સમ્યકત્વ, તેમાં પણ વિરતિની પ્રાપ્તિ, તેમાં ક્ષાયિક ભાવ અને તેમાં પણ કેવળજ્ઞાન, એ અનુક્રમે દુર્લભ છે. કેવળજ્ઞાન સંપૂર્ણ પ્રાપ્ત થયા પછી પરમ ઉદયવાળો મોક્ષ પ્રાપ્ત થાય છે. આવી રીતે મોક્ષ સાધવાનો ઉપાય પંદર ભાગવાળો છે, તેમાં તને ઘણું પ્રાપ્ત થયું છે અને થોડું જ પામવું બાકી છે, તેથી તારે શીલમાં તેવી રીતે પ્રયત્ન કરવો કે જેથી થોડા કાળમાં તું મોક્ષને પામે, કેમકે વ્રતને અસાધ્ય હોય એવું આ જગતમાં કાંઈપણ નથી, અને તે વ્રત તને પ્રાપ્ત થયું છે. આ ચિંતામણિ કલ્પવૃક્ષ કરતાં અધિક, આ લોક અને પરલોકમાં ઉત્કૃષ્ટ સુખને દેનારૂં, તીર્થકર આદિઓએ આચરેલું એવું વ્રત તને મળ્યું છે, તેથી તે જિનકથિત વ્રતમાં હંમેશાં પ્રમાદ રહિત રહેવું જોઈએ, અને સંસારનું ભયંકર નિર્ગુણપણે વિચારવું જોઈએ. પૂર્વોક્ત વિધિને નહિં સહન કરનારાઓનો પક્ષ અને તેનો ઉત્તર કહે છે :
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy