________________
૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬
आह १६४, सुव्व १६५, संपा १६६, सइ १६७, सच्चं १६८, जिण १६९, लकिख १७०, आह १७१, जइ १७२, वव १७३, होंते १७४, असइ १७५, होन्ति १७६, तम्हा १७७, छउ १७८, आह १७९.
કેટલાકો કહે છે કે વિરતિનો ભાવ તે જ તત્ત્વથી દીક્ષા છે એમ જિનેશ્વરનું જે માટે કથન છે તે માટે તેવી રીતિએ ઉદ્યમ કરવો કે જેથી પરિણામ થાય, પણ આ ચૈત્યવંદન આદિ વિધિ કરવાનું કામ શું ? શાસ્ત્રમાં પણ ભારતમહારાજ વિગેરેને ક્રિયાના આડંબર સિવાય પણ વિરતિનાં પરિણામ થયાં સંભળાય છે, તેમજ વ્રતનાં પરિણામ ન હોય તો કેવળજ્ઞાન ન થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. અર્થાત્ વિધિના અભાવે કેવળજ્ઞાનનો અભાવ કહ્યો નથી, તેમજ વિધિ કરવાથી પરિણામ થઈજ જાય એવો નિયમ નથી, જે માટે અભવ્ય એવા અંગારમર્દક વિગેરે પણ દીક્ષાનો વિધિ કરે છે. વળી, પરિણામ સાબીત હોય તો વિધિ કરવો નિષ્ફળ છે, અને જો પરિણામ ન જ હોય તો દીક્ષાનો વિધિ કરાવતાં ગુરુને પણ મૃષાવાદ લાગે છે, માટે દીક્ષાનો વિધિ કરવો યોગ્ય નથી. વાદીના એ કથનના ઉત્તરમાં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે વિરતિનો પરિણામ તે પ્રવ્રયા કહેવાય એવું જિનેશ્વરનું કથન છે તે સત્ય છે, પણ આ વિધિ તે પ્રાય પરિણામનો ઉપાય છે તેથી કરાય છે. રજોહરણ એ જિનેશ્વરે કહેલું સાધુચિન્હ છે અને તેને ગ્રહણ કરવામાં આજ વિધિ છે, મને આ પ્રાપ્ત થયો છે તેવી રીતે વિચારતાં શિષ્યને વિરતિનો પરિણામ થાય અને એ વાત કાર્ય દ્વારા જણાય છે, કારણ કે તે ચૈત્યવંદનપૂર્વક સામાયિક (પ્રવ્રજ્યા) લઈને પુરૂષો પ્રાયે કિંચિત્ પણ અકાર્ય સેવતા નથી. ભરત વિગેરેની હકીકત કોઈક જ વખત બનવાવાળી હોવાથી વિધિના નાશ માટે તેને અહીં આગળ કરવી યોગ્ય નથી, કારણ કે સૂત્રમાં વ્યવહાર અને નિશ્ચય બંને સરખા કહેલા છે, તે જ જણાવે છે કે જો જિનમતને અંગીકાર કરે તો વ્યવહાર અને નિશ્ચય ડેલીશ નહિ, તેમાં પણ વ્યવહારનયનો નાશ કરવાથી તો જરૂર શાસનનો જ નાશ થાય છે. વ્યવહારપ્રવૃત્તિથી પણ હું દીક્ષિત છું વિગેરે શુભ પરિણામ થાય, અને તેથી જરૂર નિશ્ચયનયે માનેલા કર્મના ઉપશમ વિગેરે પ્રાપ્ત થાય. વિરતિનાં પરિણામ હોય તો પણ બાકીની પ્રતિક્રમણાદિકની ક્રિયાઓની પેઠે આજ્ઞાનું આરાધન થવાથી આ ચૈત્યવંદનાદિક વિધિ નકામો નથી, તેમજ આજ્ઞાઆરાધન કરવાની ભાવનાથી વિધિ કરાવવાવાળા ગુરુને શિષ્યનો પરિણામ ન હોય તો પણ જરાપણ મૃષાવાદ લાગતો નથી. કદાચ શિષ્ય કોઈક કર્મના ઉદયથી અયોગ્ય રસ્તે પ્રવર્તે તોપણ પરિવાર આદિની અપેક્ષા રહિત હોવા સાથે પરિણામની નિર્મળતા હોવાની ગુરુને તો જરૂર વિધિ કરવામાં ફાયદો જ છે, માટે આ પ્રવજ્યાનું વિધાન ગુણ થવાની અપેક્ષાએ યોગ્ય જ છે, અને વિધાન નહિ કરવામાં તીર્થનો નાશ થાય વિગેરે દોષો છે, કેમકે છઘ0 એવા ગુરુ શિષ્યના પરિણામને સમ્યમ્ જાણે નહિ અને તેથી દીક્ષા દે નહિ, તેમજ અવધિજ્ઞાનાદિક પણ તે દીક્ષા વિના બને નહિ તેથી અતિશયવાળાને પણ દીક્ષા દેવાનું રહેશે નહિ, તો પછી ચારિત્રધર્મ જ ક્યાં રહેશે? (અપૂર્ણ)