________________
પર
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬
જણાવે છે.
{ ૨૩૪, મૂળ રૂપ, પદ ૨૩૬, માય રૂ૭ કેટલાક મિથ્યાત્વી એવા દિગંબરો કહે છે કે સંયમયોગનું કારણ રજોહરણ નથી, કારણ કે તે રજોહરણથી સંમાર્જન વિગેરે કરવામાં જીવોની વિરાધના થાય છે, કેમકે તેથી કીડી, મંકોડી વિગેરેનો નાશ થાય છે, તેઓ તેથી ત્રાસ પામીને અત્યંત ગમન કરનારા થાય છે, અને તેના દાણાઆદિ પડી જવાથી દાણાનો અંતરાય વિગેરે થાય છે. વળી રેતીથી દરો ઢંકાઈ જાય છે, અને રજોહરણમાં પણ જીવની ઉત્પત્તિ થાય છે. એ બધો પ્રકાર ઉપઘાત હોવાથી રજોહરણને સંયમનું સાધન માનવું નહિ. એવા કથનનો ઉત્તર આ પ્રમાણે સમજવો, પડિલેહણ કરીને તેવા પ્રકારના જીવોની રક્ષા માટે પ્રમાર્જન કરવાથી ઉપઘાત કેમ કહેવાય? અંડિલ, માતરૂ વિગેરે વગર પ્રમાર્જને રાત્રે કરવામાં દોષ તો ચોકખો છે. રાત્રે અંડિલ, માતરૂ રોકે તો આત્માની વિરાધના થાય અને વગર પ્રમાર્જને જઈને કરે તો જીવોની વિરાધના થાય. બન્ને પ્રકારે રજોહરણ જરૂરી છે, છતાં તેને સંયમના ઉપકરણ તરીકે નહિં માનનારના તીર્થંકરનું અજ્ઞાન ગણાય, ને તેથી ભગવાન તીર્થકરોની આશાતના થાય, તેમજ શરીરની માફક વિધિપૂર્વક વપરાશ કરતા ઉપકરણમાં જીવોત્પત્તિ કે અંતરાયનો દોષ લાગે નહિં. એવી રીતે રજોહરણનું દ્વારા પુરૂં કરી લોચદ્વાર કહે છે :
મદ્દ રૂઢ, રૂછા ૨૩૬ રજોહરણ લીધા પછી પરમભક્તિવાળો શિષ્ય ગુરુને વંદન કરીને ઈચ્છાકારેણપૂર્વક ‘મને મુંડન કરાવો' એમ પ્રણામપૂર્વક કહે, ગુરુ પણ ઈચ્છામ' એમ કહીને ત્રણ વખત નવકાર ગણીને તે શિષ્યની અખ્ખલિતપણે ત્રણ ચપટી લઈ લોચ કરે. એવી રીતે લોચ (અષ્ટા) નામનું દ્વાર કહ્યું, હવે સામાયિક કાર્યોત્સર્ગ વાર કહે છે :
વંઃિ ૨૪૦, રૂછી ૨૪૨, તો ૨૪૨, શિષ્ય ફરી આચાર્યને વંદન કરીને વૈરાગ્યવાળો છતાં કહે છે “ઈચ્છાકારેણ' મને સમ્યકત્વ આપો. પછી “ઈચ્છામો' એમ કહીને શિષ્યની સાથે ગુરુ પણ સામાયિક આરોપવા માટે “અન્નત્ય ઊસસિએણે' સૂત્ર કહીને કાઉસ્સગ્ન કરે, કાઉસ્સગ્નમાં લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) ચિંતવીને સંભ્રમ વગર નમસ્કારથી પારે.
એવી રીતે કાઉસગ્ગદ્વાર કહીને સામાયિક પાઠદ્વાર કહે છે : સામી ૨૪રૂ,
નવકારપૂર્વક ત્રણ વખત “કરેમિ ભંતે” ઉચ્ચરાવે. તે વખતે શુદ્ધપરિણામવાળો અને આત્માને કૃતાર્થ માનતો શિષ્ય સામાયિકનો મનમાં જેમ ગુરુ બોલે તેમાં અનુવાદ કરે. હવે પ્રદક્ષિણાદ્વાર કહે છે.
तत्तो १४४, तीवंद १४५, वंदि १४६, तुब्भे १४७, णित्था १४८, अन्ने १४९, आह १५०, आय ૨૧૨, માથે ૨૨, તો, શરૂ, વંદમ્ ૧૪, જવ પછી ગુરુમહારાજ વાસક્ષેપ લઈને આચાર્ય હોય તો સૂરિમંત્રથી અને તે સિવાયના ગુરુ પંચ નમસ્કારથી જિનેશ્વરના ચરણકમળમાં વાસક્ષેપ કરે. પછી નમસ્કારપૂર્વક જ મોટા નાના અનુક્રમે સાધુ, સાધ્વી, અને શ્રાવક, શ્રાવિકાને વાસક્ષેપ આપે.