________________
૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬
વળી તેવા તુચ્છો અધિક પર્યાય પામીને તો ઘણા ભાગે અભિમાની જ થાય અને લોકોમાં પણ શાસનની નિંદા કરાવે અને વળી ભોગ મળેલો ન હતો તેથી ત્યાગી કહેવાય પણ નહિ. આ કથનના ઉત્તરમાં જણાવે છે કે આવું કહેવું તે માત્ર મૂર્ખાઓને આશ્ચર્ય કરનારું અને યુક્તિરહિત છે, કેમકે સત્યરીતિએ અવિવેકનો ત્યાગ કરવાથી જ ત્યાગી માન્યો છે અને તે અવિવેક જ પાપકાર્યનો નેતા અને સંસારની મૂળ જડ છે. તેથી તે અવિવેક ન છોડે તો બાહ્યત્યાગથી ફળ શું? તે દીક્ષિત અવિવેકને છોડે તો જ સાધુક્રિયાને રૂડી રીતે પાળે અને અવિવેક હોય તો કરેલો ત્યાગ પણ નિષ્ફળ છે, જો કે જગતમાં કઈ જીવો અવિવેક છતાં પણ બાહ્યત્યાગવાળા હોય છે, પણ તે પ્રવૃત્તિ તુચ્છ હોવાથી આ ભવ, પરભવ બંનેમાં તે પ્રવૃત્તિવાળાનું જીવન ફળરહિત છે. જેઓ સંસાર છોડીને આરંભ, પરિગ્રહમાં બીજા નામે વર્તે છે, તેઓ અવિવેકમાં જ ડુબેલા જાણવા. જેમ કોઈ અવિવેકી માંસ નહિં ખાવાનાં પચ્ચખાણ કરીને આ દાંત સાફ કરનારી ચીજ છે એમ શબ્દ માત્ર જુદો કરીને માંસને સેવે છે, તેવી રીતે અજ્ઞાની મનુષ્ય આરંભને છોડીને દેવવિગેરેના બહાનાથી આરંભ કરે છે, કારણ કે લોકોમાં વિષને મધુર અને ફોલ્લાઓને શીતળા શબ્દથી જેમ કહેવાય છે તેવી રીતે શબ્દ માત્રનો ભેદ કરવા છતાં પણ જે વસ્તુ સ્વભાવે પાપરૂપ છે તે અયોગ્ય જ છે. વાદી શંકા કરે છે કે કૂવાના દૃષ્ટાંતે પૂજા દિકને શ્રેષ્ઠ જાણવી તેના ઉપદેશ વિગેરેમાં તે પૂજાઆદિકની અનુમતિ કેમ અપાય છે? તેના ઉત્તરમાં કહે છે કે તે પૂજા વિગેરે શ્રાવકોને લાયક છે એમ શાસ્ત્રની વાત બતાવવામાં સાધુને આરંભની અનુમોદના નથી, તેમજ ગચ્છવાસી સાધુને પણ લાયકગુણવાળાની અપેક્ષાએ શાસ્ત્ર પ્રમાણે વર્તતાં આરંભની અનુમોદના નથી, કેમકે શ્રાવક વિગેરે ન હોય તો શાસ્ત્રોક્ત યતનાથી પૂર્વે બનેલા ચૈત્ય વિગેરેમાં કંઈ ગુણનો સંભવ ધારીને અને માર્ગનો નાશ ન થાય એ મુદાથી ગચ્છવાસી સાધુઓ પ્રવૃત્તિ કરે છે. નહિંતર ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રત એ બધામાં તેણે ઉદ્યમ કર્યો સમજવો કે જેણે તપ અને સંજમમાં ઉદ્યમ કર્યો છે. આ તપ વિગેરે કરવામાં જે માટે અવિવેકના ત્યાગથી જ પ્રવૃત્તિ થાય છે, માટે તે અવિવેકનો ત્યાગ જ શ્રેષ્ઠ છે અને રૂડી રીતે બાહ્યત્યાગ થાય તે પણ તેનું જ ફળ છે, તેથી આ કુટુંબાદિકે સહિત છે કે નથી એ વિચારવું તે અવિવેકનો ત્યાગ થાય તો કોઈપણ રીતે ઉચિત નથી, અને આ અવિવેકનો ત્યાગથી જ તે કુટુંબ ન હોય તો પણ અવિવેકને છોડનાર મહાપુરુષને કોઈપણ જાતના દોષો થવાના નથી. વળી ને તે એ દશવૈકાલિકની ગાથામાં ભોગવવાળાને ત્યાગી કહ્યો છે તે માત્ર વ્યવહારની અપેક્ષાએ તપ વિગેરે થવાથી જાણવો, પણ તે ગાથામાં કહેલો દુ શબ્દ પણ શબ્દના અર્થમાં છે, ને તેથી સ્વજનાદિ વિનાનો પણ પચ્ચકખાણ કરનારો મનુષ્ય હોય તો તે પણ ત્યાગી કહી શકાય. સંસારચક્રમાં કોણ કોનો કુટુંબી થયો નથી? કોને કયા ભોગો મળ્યા નથી? માત્ર વિદ્યમાન ભાગોમાં પણ આસક્તિ થાય તે દુષ્ટ છે, ને તેથી તે આસક્તિ છોડવી જ જોઈએ. જો કે અવિવેક અને કુટુંબ બંનેના ત્યાગવાળા ભાગ્યશાળીઓ બીજાઓને ધર્મપ્રવૃત્તિનું પ્રાયે કારણ બને છે, આ વાતમાં વધારે વિસ્તાર કરવાની જરૂર નહિ ગણીને દીક્ષા લેવાવાળાઓનું દ્વાર પૂર્ણ કરે છે.