________________
४८
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ દીક્ષાર્થી વગર તે કુટુંબ જે અપકૃત્ય કરે તે બધો દોષ દીક્ષાર્થીને લાગે. આ પક્ષના ઉત્તરમાં જણાવે છે કે તારા કહેવા પ્રમાણે હિંસા વિગેરેને પાપનાં કારણો ન ગણવાં જોઈએ, કદાચ જો તું એમ કહે કે હિંસાવિગેરે પણ પાપનાં કારણો છે, તો કુટુંબના પાલનમાં શું હિંસા વિગેરે નથી થતાં? જરૂર થાય છે. વળી આરંભવગર કુટુંબનું પાલન થતું નથી અને આરંભ (સંસારપ્રવૃત્તિ)માં જરૂર હિંસા વિગેરે થાય છે એ તો પ્રગટ જ છે. વળી કુટુંબનો ત્યાગ વધારે પાપમય છે કે જીવહિંસા વધારે પાપમય છે? તે વિચારો. જો કુટુંબનો ત્યાગ વધારે પાપમય હોય તો તેનું કાંઈક કારણ હોવું જોઈએ. કદાચ કહેવામાં આવે કે તે છોડેલા કુટુંબને પીડા થાય તેથી વધારે પાપ છે, તો તે કુટુંબના પાલનમાં બીજા જીવોને શું પીડા નથી થતી? કદાચ કહેવામાં આવે કે તે પારકા છે, તો સત્યસ્વરૂપના વિચારની અપેક્ષાએ કુટુંબ પણ આત્માથી ભિન્ન જ છે. કદાચ એમ કહેવામાં આવે કે કુટુંબીઓએ તેવું કર્મ કર્યું છે જે કર્મથી દીક્ષાર્થી તેમનો પાલક બને, તો તેના ઉત્તરમાં જણવવાનું કે ત્યારે તે દીક્ષાર્થી કેમ તેઓના પાલકપણે રહેતો નથી? વાદીને કબુલ કરવું જ પડશે કે તેઓના હવે તે કુટુંબીજનોએ દીક્ષાર્થી સિવાયના બીજા પાલકને યોગ્ય જ કર્મ કરેલું છે. માટે તે કુટુંબને છોડવામાં દોષ નથી. વળી અનંતજીવોની પીડાએ થોડા જીવોને સુખ આપવું તે સમજુઓને માન્ય નથી, અને કુટુંબનો ત્યાગ નહિ કરવામાં જલ વિગેરેના અનંત જીવોનો ઘાત થાય છે. કદાચ કહેવામાં આવે કે પરમેશ્વરે તે જલ વિગેરેના જીવો સંસારમાં એવી રીતે મરવા લાયક જ બનાવેલા છે માટે તે જલ વિગેરેની હિંસામાં દોષ નથી, તો આવી રીતે કર્તાપણાનો વાદ અંગીકાર કરવામાં કુટુંબને ત્યાગ કરવાથી પણ દીક્ષાર્થીને દોષ કેમ લાગે? કેમકે તે કુટુંબ પણ પરમેશ્વરે તેવી રીતે ત્યાગ કરવાલાયક જ સરજાયું છે એમ માનવું પડશે, માટે હિંસા વિગેરે જ પાપનાં મોટાં કારણો છે, અને તે હિંસા વિગેરે કુટુંબના પાલનમાં જરૂર થાય છે, એ વાત આગળ પણ કહી છે. વાદી શંકા કરે છે કે તે દીક્ષાર્થી કુટુંબનો ત્યાગ કરે તેમાં થોડો પણ દોષ તે ધર્માર્થે તૈયાર થયેલાને કેમ ન હોય? એનો ઉત્તર દે છે કે નં ર એ ગાથામાં કહેલો જે અલ્પ દોષ તે માત્ર પક્ષની પરીક્ષા માટે જ કહેલો હતો. તત્ત્વથી તો મમતારહિતપણે વોસીરાવવાની દૃષ્ટિથી કુટુંબનો ત્યાગ કુટુંબઆદિકને શોક વિગેરે થાય તો પણ દોષવાળો નથી. નહિંતર અણસણ કરીને મરનાર મનુષ્યની પાછળ થતા શોક વિગેરેમાં પણ મરેલાને (કદાચ મરનાર સિદ્ધ થયો હોય તોપણ) પાપ માનવું પડશે. કેટલાક મનુષ્યો કુટુંબાદિકે સહિતવાળાને જ દીક્ષા માને છે તે સંબંધીનો વાદ જણાવે છે :
___ अण्णे ९१, जे पुण ९२, मज्जन्ति ९३, एवंपि ९४, संसार ९५, पालेइ ९६, दीसन्ति ९७, चइ ९८, मंस ९९, पयई १००, ता कीस १०१, अण्णा १०२, चेइअ १०३, एत्थ य १०४, ता थेव १०५, सुत्तं १०६, को वा १०७, धण्णा १०८.
કેટલાકો કહે છે કે કુટુંબાદિક સહિત એવા જે ભાગ્યશાળીઓ છે તે જ આ દીક્ષાને લાયક છે, કેમકે તે છતી વસ્તુનો ત્યાગ કરવાવાળા હોવાથી ત્યાગી કહી શકાય, પણ જેઓ કુટુંબાદિકે હીન હોવાથી કર્મને લીધેજ ભિખારી બન્યા છે તે રખડતા મનુષ્યો તુચ્છ સ્વભાવવાળા હોવાથી ગંભીર કેમ બને?