________________
શ્રી સિદ્ધચક્ર
ગતાંક પા. ૩૦ થી ચાલું
પંચાવનમી વિગેરે ગાથાથી ધર્મ વિગેરે ચાર વર્ગોને સાધવાનું જે કહ્યું હતું તે અસાર છે, કારણ કે અર્થ અને કામ એ બે સ્વભાવથી જ સંસારને વધારનારા છે, અને સંસાર અશુભ તેમજ મહાપાપમય છે તેથી તેના ક્ષયને માટે બુદ્ધિશાળી પુરુષોએ ચારિત્રધર્મ જ કરવો જોઈએ. વળી મનુષ્યજીવન વીજળીના ચમકારા જેવું ચંચળ અને અસાર છે, અને કુટુંબીઓનો સંબંધ પણ તેવો જ છે, માટે સર્વ વખત ધર્મનું આરાધન જ કરવું જોઈએ. પરમાર્થની મોક્ષ એ ધર્મનુંજ ફળ છે, તેથી મોક્ષને માટે પણ જિનેશ્વર મહારાજે કહેલો ચારિત્રધર્મ જ વિષયકષાયને છોડીને કરવો જોઈએ.
૪૭
તા. ૧૪-૧૧-૧૯૩૬
વળી વાદીએ બાલબ્રહ્મચારીમાં દોષો જણાવ્યા તે પણ કહેવા માત્ર છે, કેમકે વિષયમાં પ્રવર્તેલાને તો સ્મૃતિ આદિ અત્યંત દુષ્ટ દોષો સ્હેજે થાય છે અને બાલબ્રહ્મચારીને જિનેશ્વરના વચનથી બુદ્ધિ ભાવિત થવાથી તેમજ વિષયનું અજ્ઞાનપણું હોવાથી તે કૌતુકાદિ દોષો થતા જ નથી, તેથી એ વાત સિદ્ધ થઈ કે જધન્યથી અષ્ટ વર્ષની વયવાળા પણ યોગ્ય છે અને ઉત્કૃષ્ટથી અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી યોગ્ય છે, સંસ્તારકશ્રમણ તો અત્યંત વૃદ્ધ પણ થઈ શકે.
ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા માનનારા માટે કહે છે ઃ ગળે ૭૪, ૩૬ ૭, સિગ ૭૬, તે એવ ૭૭, તાળિ ૭૮ કેટલાક મંદબુદ્ધિવાળાઓ ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે એમ માને છે, કારણ કે સર્વ આશ્રમવાળાઓ તે ગૃહસ્થોના આધારે પોતાનો નિર્વાહ કરે છે. એના ઉત્તરમાં જણાવે છે કે જો નિર્વાહના કારણપણાથી શ્રેષ્ઠતા આવતી હોય તો હળ, ખેડુત અને પૃથ્વી વિગેરેને શ્રેષ્ઠ માનવાં જોઈએ, કેમકે તે ગૃહસ્થો પણ તે હલાદિકને આધારે જ ધાન્ય આદિ પ્રાપ્ત કરી તે દ્વારાએ નિર્વાહ કરે છે, કદાચ એમ કહેવામાં આવે કે તે ખેડુત વિગેરે એમ માનતા નથી કે આ ધર્મનિષ્ઠ મનુષ્યોને અમે ઉપકાર કરીએ છીએ, તેથી તે આધારમાં હલાદિકનું મુખ્યપણું કેમ થાય? એના ઉત્તરમાં જણાવે છે કે તે હળાદિક આધાર ક્રિયા જો ગૃહસ્થ કરતાં અધિક છે તો પછી નહીં માનવાની મતલબ શી? અને એમ કહો કે તે હળાદિકને જ્ઞાન વિગેરે નથી માટે તે શ્રેષ્ઠ ન કહેવાય તો તમારા કહેવા પ્રમાણે જ જ્ઞાનાદિકનું જ શ્રેષ્ઠપણું થયું, અને સાધુને જ્ઞાનાદિક ગુણો તો ઘણા નિર્મળ હોય જ છે, તેથી તે સાધુનું જ શ્રેષ્ઠપણું યોગ્ય છે. વળી સંસારમાં છકાયનો આરંભ છે અને તે મહાપાપનું કારણ છે માટે ચારિત્રધર્મની પ્રવૃત્તિ સર્વ અવસ્થામાં શ્રેષ્ઠ છે. કુટુંબ વગરનાને દીક્ષાલાયક ગણનારાઓને માટે કહે છે :
અને ૭૧, સોનં ૮૦, બ ૮૧, આરંમ ૮૨, સાં ૮રૂ, અન્ન ૮૪, સિગ ૮૧, વહુ ૮૬, વં ૮૭, તો પાળ ૮૮, વં ૮, અમ્મુ ૧૦.
કેટલાકો કહે છે કે ભાઈ વિગેરે કુટુંબ વિના જ મનુષ્યો આ કહેલી પ્રવ્રજ્યાને લાયક છે, કારણ કે તે કુટુંબ દીક્ષા લેનારને પાળવાલાયક છે અને તેથી દીક્ષા લેનાર તેનો ત્યાગ કરે તેમાં દીક્ષિત થનારને પાપ છે. વળી તે દીક્ષાર્થીના જવાથી દુ:ખી થયેલું કુટુંબ જે શોક, આક્રંદ અને વિલાપ કરે તેમજ તે