________________
શ્રી સિદ્ધચક્ર
૪૬
૧ ચૌદશને દિવસે ક્ષીણપૂર્ણિમા હોવાથી તે ચૌદશે ચૌદશ પૂનમ બન્ને છે એમ કહેવાથી ચૌદશ પૂનમના પૌષધ થઈ જાય એમ માને તેની તો બલીહારી જ ગણાય.
૨ આચાર્યાદિ જવાબ આપે જ તો ડેપ્યુટેશન નિમાય એવી વાણી જ વદનારની દાનત જણાવે છે.
૩ ક્ષયમાં અન્ય મતવાળાનું ઐક્યમત્ય જણાવેલું હતું તે વૃદ્ધિ જે અન્યને અમાન્ય ન હોય તેમાં લગાડનારને શું કહેવું ? (વીરશાસન) ૧ મોતીજીના ભંડારાની પ્રતમાં પર્યુષણામાંઅમાસો બે હોય તો ૧૩ બે કરવી, ૦)) કો ક્ષય હુવે તો ૧૨-૧૩ ભેગા કરવા. બારે માસની પૂર્ણિમા તથા ૦)) ક્ષય હુવે તો ૧૨-૧૩ બે
તા. ૧૪-૧૧-૧૯૩૬
ભેગી કરવી, અષાઢ કાર્તિકી ફાગણી ચૈત્રી આસો પૂનમ વૃદ્ધિ હોય તો ૧૩ દોય કરવી, એમ લખ્યું છે તે જાણ્યું. ઉદયપુર)
१ कत्तियआसाढफग्गुणमासे खउ पूर्णिमा 3 ज होई ॥ ता संरवउ तेरसीइ ॥ भणिओ નિખવતેિહિં 1 ॥
આ પ્રમાણે કાર્તિક અષાઢ અને ફાગણમાસમાં જો પૂનમનો ક્ષય હોય તો તેરસનો ક્ષય શ્રીજિનેશ્વરોએ કહેલો છે એવા અર્થને જણાવનાર તમારી ગાથા છે. પ્રાચીન નામાવળા ગ્રંથની અંતર્ગત આ ગાથા જોવામાં તો નથી આવી. જુની સામાચા૨ીની પ્રતમાં આ ગાથા છે એ વાત જાણી. (રાધનપુર)
માનવંતા ગ્રાહકોને
આવતા અંકથી વી.પી. કરવામાં આવશે અને તેની સાથે ‘શ્રી તપ અને ઉદ્યાપન' નામનું ભેટનું પુસ્તક મોકલવામાં આવશે.
સ્થાનિક ગ્રાહકો આ પત્રની ઓફીસમાં લવાજમ ભરી ભેટના પુસ્તક સાથે અંક લઈ જઈ શકશે, જેથી વી.પી. ખર્ચમાં ઉતરવું ન પડે.
બહારગામના ગ્રાહકોને ભેટના પુસ્તક સાથે અંક વી. પી. કરવામાં આવશે, જે સ્વીકારવા વિનંતી છે.
જેઓને ગ્રાહક તરીકે રહેવાની ઈચ્છા ન હોય તેઓએ લખી જણાવવું કે જેથી વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે.
નવા ગ્રાહક થનારાઓએ પોતાનાં નામો સરનામા સહિત લખી જણાવવાં, કારણ કે ગ્રાહક પૂરતી જ નકલો છપાય છે, જેથી પાછળથી પસ્તાવું ન પડે.
મનિઓર્ડર કરનારે પત્રના લવાજમના રૂ।. ૨-૦-૦ અને ભેટના પુસ્તકના ટપાલ ખર્ચના રૂા. ૦-૪-૦ મળી કુલ રૂા. ૨-૪-૦ નો મનીઓર્ડર કરવો.
લિ. શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭ મુંબઈ નં. ૩