________________
૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ મોસ ૨૦૧, દ્વિત્ર ૨૨૦ દીક્ષા આપવાનાં સ્થાન વિગેરે જણાવે છે :
પ્રથમ સમવસરણમાં દીક્ષા દેવી, તે ન હોય તો જિનચૈત્યમાં, શેરડીના વનમાં, પીપલા વિગેરે વૃક્ષોના સમુદાય જ્યાં હોય ત્યાં, અથવા પડઘાવાળા અને પ્રદક્ષિણાવર્ત જળવાળા સ્થાને દીક્ષાદેવી પણ ભાંગેલા, સળગેલા સ્થાને કે સ્મશાન શૂન્ય કે ખરાબ સ્થાને રાખ, અંગારો, કચરો કે વિષ્ટા આદિવાળા ખરાબ સ્થાને દીક્ષા દેવી નહિ. વાડ ૨૨૬, તિ૨૨૨, સંક્ષા ૨૩, લા ૨૨૪ ચૌદશ, પૂનમ, આઠમ, નોમ, છઠ, ચોથ અને બારસ તિથિ સિવાયની તિથિઓએ દીક્ષા દેવી. ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદમાં શિષ્યોની દીક્ષા કરવી તેમજ આચાર્યપદ અને ઉપાધ્યાયપદની અનુજ્ઞા તથા મહાવ્રતોનું આરોપણ પણ તે ચારનક્ષત્રોમાં કરવું, પણ તે નક્ષત્રમાં સૂર્ય આથમ્યો હોય તે સંધ્યાગત નક્ષત્ર ૧ જે નક્ષત્રમાં સૂર્ય રહ્યો હોય તે રવિગત નક્ષત્ર ર અપદ્વારવાળું વિશ્વર નક્ષત્ર ૩ ક્રૂર ગ્રહ કરીને હણાયેલું સંગહનક્ષત્ર ૪ સૂર્યની પાછળ રહેલું વિલંબીનક્ષત્ર છે જેમાં ગ્રહણ થયું હોય તે રાહુહતનક્ષત્ર ૬ જેની વચમાં થઈને ગ્રહ જાય તે ગ્રહભિન્ન નક્ષત્ર, એ સાત નક્ષત્રો દીક્ષામાં વર્જવાં જોઈએ, કેમકે કલેશ, ખેદ, પરાજય, વિગ્રહ, ચંચળપણું, કુભોજન, મરણ અને રૂધિરનું વમવું એવા દોષો અનુક્રમે એવા નક્ષત્રમાં દીક્ષિતને થાય છે. ઉપસંહાર કરતાં કહે છે કે પૂર્વોક્ત કહેલા ક્ષેત્ર અને કાળમાં દીક્ષા દેવી, એવી તીર્થકરની આશા છે. કર્મના ઉદયઆદિકનું ક્ષેત્રાદિક એ કારણ છે, માટે ક્ષેત્રાદિકશુદ્ધિનો પ્રયત્ન કરવો છે એવી રીતે ચોથા દ્વારની વ્યાખ્યા કરી કેવી રીતે દીક્ષા દેવી એ પાંચમું દ્વાર જણાવે છે.
પુછ ૨૨ દીક્ષાની રીતિ જણાવતાં પ્રશ્ન ૧ કથા ર પરીક્ષા ૩ સામાયિક આદિ સૂત્રનું દાન ૪ ચૈત્યવંદનાદિક ૫ એ વિધિએ સમ્મદીક્ષા આપવી એમ કહે છે. એ પાંચ દ્વારોમાં પૃચ્છાનામનું દ્વાર કહે છે :
૫ ૨૬, કુન ૨૨૭ ધર્મકથા કે અનુષ્ઠાનથી વૈરાગ્ય પામેલાને દીક્ષા સન્મુખ થયેલાને પૂછવું કે હે ભદ્ર ! તું કોણ છે? તું ક્યાં રહેનારો છે? અને શા માટે દીક્ષા લે છે? આ પ્રશ્નના ઉત્તરમાં તે દીક્ષાર્થી “હું કુલપુત્ર છું. કે બ્રાહ્મણ વિગેરે છું, હું તગરા નગરી કે મથુરા આદિમાં રહેવાવાળો છું અને પાપમય એવા સંસારના ક્ષયને માટે જ હે ભગવાન્ ! હું દીક્ષા લઉં છું” એવું ઉત્તરમાં કહેનારો તે દીક્ષાના વિષયમાં યોગ્ય છે. તે સિવાયના જીવોમાં યોગ્યતા કે અયોગ્યતા વિચારવાની જરૂર છે. એવી રીતે પ્રશ્નનામનું દ્વાર કહી, કથાનામના દ્વારને કહે છે :
साहि ११८, जह ११९, जह १२०, एमे १२१.
દીક્ષા દેનારે દીક્ષાર્થીને જણાવવું કે ઉત્તમ સાધુક્રિયા તુચ્છજીવોથી પાળી શકાય નહિ અને હિંસાદિકથી નિવૃત્તિ કરનારા જીવોને સારા સુખોની પ્રાપ્તિ અને દેવલોક ગમન વિગેરે શુભફળો થાય છે. જેવી રીતે જિનેશ્વરની આજ્ઞા આરાધવાથી મોક્ષ મળે છે, તેવી જ રીતે વિરાધેલી તે આજ્ઞા સંસારદુઃખને દેનારી પણ થાય છે. જેમ રોગી મનુષ્ય રસાયન જેવી દવા શરૂ કરીને અપથ્યસેવે તો નહિં દવા કરનારા કરતાં