________________
૪૪
શ્રી સિદ્ધચક્ર
સમાલોચના
૧ જો તિથિ સમાપ્તિને દહાડે પર્વતિથિ માનવી હોત તો ઉદય, ક્ષય અને વૃદ્ધિ માટે જુદાં જુદાં લખાણોની જરૂર નહોતી, તમારા પ્રભુને પૂછો કે સમાપ્તાતિથિમાંનું એટલું જ કહો તો સામાન્ય, ક્ષય વૃદ્ધિવાળી તિથિઓને લાગુ થાત કે નહિ? પણ કથીરને શાસ્ત્રવિરૂદ્ધ નવું તુત શાસ્ત્રને ઓઠે કરવું છે, અને તેના પ્રભુ તેવું જ સમજ્યા હશે કે સમજાવતા હશે?
૨ અન્યોએ કરાતી સાંવત્સરિકની એકદિવસે જાહેર થયેલી ક્રિયાને માયાતૃષા કે મૃષાવાદ ગણનારો પેટ કે આંતરડામાં તે જ રાખતો હશે. એ સિવાય આવું અધમ વર્તન થાય જ નહિ. ૩ વાયડા મનુષ્યો જ અનેક કલ્યાણકની તપસ્યા સાથે થઈ શકે એ વાતને ન સમજે, અથવા તેમને નચાવનાર ન સમજાવે તો દિન નિયત એવા પૌષધાદિ ક્રિયામાં તે લગાડે.
*
૪ કથીર ફુટનારે સમજવું જોઈએ કે રવિવારે સંવચ્છરી કરનારાઓ આગ્રહી ન હોતા, તેથી પોતપોતાની જે માન્યતા હતી તે જાહેર કરી હતી, પણ શનિવારની સંવચ્છરી કરનાર મુંબઈના બની બેઠેલા જ આગ્રહી હતા કે જેથી તેઓએ તમને શાસનપક્ષમાંથી કાઢી શેતાનપક્ષમાં નાંખી અત્યાર સુધીની પૂનમની વૃદ્ધિએ કે ક્ષયે તેરસની વૃદ્ધિ અને ક્ષય કરવાની શ્રીતપાગચ્છની પરંપરા અને પોતે પણ પહેલાંના તિથિની વૃદ્ધિ અને ક્ષયના લેખોથીવિરૂદ્ધ ફરી શાસ્ત્રથી પણ વિરોધી વમળમાં વહેવડાવ્યા છે એમ સમજવું. બે ત્રીજ માનનારા શ્રીતપાગચ્છની પરંપરા અને શાસ્ત્રો પ્રમાણે જ માનનારા છે એ વાત વર્ષોથી સ્પષ્ટ છે.
તા. ૧૪-૧૧-૧૯૩૬
૫ શાસ્ત્રકારોએ અધિક માસને કાલચૂલા તો કહ્યો છે, પણ ફલ્ગુમાસની નવી કલ્પના તો કટ્ટા શાસનવૈરીએ પણ શાસ્ત્રને નામે ગોઠવી નથી. શાસનવૈરી પત્રે એટલું પણ ન વિચાર્યું કે શાસ્ત્રકારો કાલચૂલા જણાવતાં ફક્ત માસને કેમ લે છે? અધિક માસાદિક કહી તિથિ કેમ કહેતા નથી? શું તે વખતે તિથિઓ વધતી નહોતી? શાણાઓ સમજી શકશે કે વધેલો માસ તે જ નામે બોલાતો અને ગણાતો, પણ અધિક તિથિ તે જ નામે નિયતપણે બોલાતી કે ગણાતી ન હોતી. ફલ્ગુતિથિ અને ફલ્ગુમાસ એ શબ્દો શાસ્ત્રીય ક્યાં છે? એ તો ફાગણના ફાટેલાના ફાંટાનો જ શબ્દ છે. (વીરશાસન) ૧ પૂનમ અને અમાવસ્યાના ક્ષયે અને વૃદ્ધિએ તેરસનો ક્ષય અને વૃદ્ધિ કરાય છે એવી અનેક વર્ષોની પરંપરાનો બાધક પાઠ આપવો. ઉદયતિથિ માનવીએ સામાન્ય વાક્ય છે. ૨ત્રયોજ્ઞીચતુર્દશ્યો: ના અર્થનો ગોટાળો અને જુઠી કલ્પના છોડાય તો તે પાઠ બરોબર તેરસના ક્ષયની પરંપરાને સૂચવનાર છે.
૩ ચતુર્દશીના ક્ષયે તેરસે ચૌદશ કરવી અને તેરસ તરીકે ન ગણવી એમ સ્પષ્ટ વ્યવેશયાપ્યસંભવત્ એમ કહીને જણાવે છે, છતાં પૂર્વ અપર્વતિથિનો ક્ષય ન માનવો એ જુઠો કદાગ્રહ નહિ તો બીજું શું?
૪ ટીપ્પણાની અપેક્ષાએ બે અમાવાસ્યા કહેલી હોય તેને આરાધનાની માન્યતાની વાતમાં કેમ લેવાય?