________________
૩૭
શ્રી સિદ્ધચક્ર
આગમોધ્ધારકની અાંઘદેશના
LA
ભગવતી સૂત્ર
ELE
દેશનાકાર
spee
રસૂત્ર
આસીસ્ટંટ કલેકટર કે કલેકટરને પોતાની નોકરી છોડી દેવી હોય તો તેને માટે તેમને કાંઈ માથાફોડ કરવી પડતી નથી. તેમને નોકરી ન કરવાની ઈચ્છા હોય તો તેઓ તરત રાજીનામું આપી શકે છે અને કાયદો એવો છે કે જો તેમણે કાંઈ ગુન્હો ન કર્યો હોય તો સરકાર પણ તેમનું રાજીનામું મંજુર કરી દેવાને બંધાયેલી છે. સોલ્જરોને માટે એવી વ્યવસ્થા નથી. નોકરી છોડી જવા માટે રાજીનામું આપવું હોય તો પણ તે પરાધીન છે, તે રાજીનામું આપવા માગતો હોય તો પણ ન આપી શકે. સદગૃહસ્થ અને સિપાઈ એ બંનેમાં આટલો ફરક છે. છતાં યાદ રાખવાનું છે કે તેઓ બંને સરકારના નોકર છે. કલેકટર પણ સરકારનો નોકર છે અને સોલ્જર પણ સરકારનો નોકર છે, પરંતુ તેમની શિક્ષિત અશિક્ષિતતાને અંગે તેમની વચ્ચે આટલો ફેર રહેલો છે. હવે એ ઉપરથી તમારે પણ પસંદગી કરવાની છે કે તમે આ જગતના
| live
*/9p3
Lam
#dik
કર્મ રાજાનો લશ્કરી
(વર્ષ ચોથું અંક ૨૪થી ચાલુ)
તા. ૧૪-૧૧-૧૯૩૬
ગોધ્ધારક.
કેવા નોકર થવાનું ઈષ્ટ માનો છો? સંસારરૂપી શહેનશાહતના તમે ગૃહસ્થનોકર થવા માંગો છો કે સોલ્જર નોકર થવા માંગો છો? તમારું સ્થાન તમેજ નક્કી કરી લો.
યાદ રાખવાનું છે કે સંસારરૂપી શહેનશાહતમાં રાજા અને અંક, સ્ત્રી અને પુરુષ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધાને નોકરી બજાવવાની છે. કોઈપણ આ શહેનશાહતમાં સ્વતંત્ર નથી જ. ભગવાન તીર્થંકરદેવો કે જેમના નામનું સ્મરણ થતાં આપણું શિર ઝુકી પડે છે, જેમની તાબેદારી કરવામાં ઈન્દ્રો પણ તૈયાર હતા તેવા સર્વજ્ઞ ભગવાનો પણ આ સંસાર શહેનશાહતના નોકરો જ હતા. તેમણે પણ નોકરી કરીજ છે, પરંતુ તેઓએ નોકરીમાંથી મુક્ત થયા છે! હવે વિચાર કરો કે તેઓ એ નોકરીમાંથી ક્યારે અને કેવી રીતે છૂટા થયા? જવાબ એકજ છે કે તેઓ જ્યારે સંપૂર્ણ કર્મના બંધનો તોડી શક્યા ત્યારે જ તેઓ મોક્ષે ગયા અને તેઓ મોક્ષે ગયા