________________
૩૬
પછી પાટે ચઢી બેઠા છે, તેમને પણ એવી રીતે સંબંધમાં જોડ્યા છે, માટે ઉપર ખોટી રીતે મહંત માનેલા એમ જણાવ્યું છે. વળી તિલકાચાર્ય, જે આગમગચ્છીય છે, તેને તો શ્રાવકની ચાર પ્રતિમાઓ સિવાયની બાકીની સાત પ્રતિમાઓનો સર્વથા વિચ્છેદ માનેલો છે.
શ્રી સિદ્ધચક્ર
પ્રથમ પ્રતિમા વ્હેવાનો કે દેશવિરતિનો અનિયમ
આ બધી હકીકત સામાન્ય રીતે અપ્રાસંગિક લાગે તેવી છતાં પણ એટલા જ માટે લખી છે કે તે ખરતર અને આગમગચ્છવાળાઓથી તો શ્રાવકની પ્રતિમાઓ વહન કરીને જ સાધુપણું આપી શકાય એવો નિયમ કોઈપણ પ્રકારે કહી કે માની શકાય તેવો છેજ નહિ. વળી આવશ્યકચૂર્ણિ વિગેરે ગ્રંથકારો અનેક સ્થાને સમ્યક્ત્વ અને ચારિત્રની
∞∞∞∞∞∞∞∞∞∞∞ વાચકોને
તા. ૧૪-૧૧-૧૯૩૬
પ્રાપ્તિ એકી સાથે જણાવે છે, તે ઉપરથી પણ એમ સ્પષ્ટ કહી અને માની જ શકાય કે વર્તમાનકાળમાં કે અતીતકાળમાં દેશિવરિત લેવાયા પછી જ સર્વવિરતિ લેવાય એવો નિયમ પટ્ટાવલી, ચરિત્રો, શાસ્ત્રો કે પંચાંગી એમાંથી કોઈપણ આધારે માની શકાય જ નહિ. સામાન્ય જીવો અંગે જ્યારે સર્વવિરતિ કરતાં દેશવિરતિ લેવી જ જોઈએ એવો નિમય ન રહે, તો પછી ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન સરખાને માટે સર્વવિરતિ લેવા પહેલાં દેવરિત લેવી જ જોઈએ એવો નિયમ કેમ રાખી શકાય? અને જો કોઈને માટે પણ એવો નિયમ નથી તો ભગવાન શ્રી ઋષભદેવજી દેશવિરતિનું આચરણ કર્યા સિવાય એકદમ જ સર્વવિરતિ લે અયોગ્ય ગણાય જ નહિ.
∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞
સંવત્સરી બાબતમાં પ્રશ્નોત્તર, સમાલોચના અને વધારા દ્વારાએ નિર્ણય કરનારને ઉપયોગી લખાણ થઈ ગયેલું હોવાથી હવે તે સંબંધી લખવાનું ઉપયોગી નહિ જણાતાં બંધ કરવામાં આવે છે.
Xxx∞∞∞∞∞
A