SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર ૩૩ ત્યાગધર્મ જણાવવો જરૂરી ધાર્યો છે. ભગવાન ઋષભદેવજીનો ત્યાગ ધર્મઅવધિજ્ઞાની દેશવિરતિ લે કે ? કોઈ પણ તીર્થંકર કે જેઓ પહેલાંના ભવથી જ ત્રણ જ્ઞાન લઈને આવે છે અને તેથી જરૂર અવધિજ્ઞાનવાળા હોય જ છે અને તે જ કારણથી શાસ્ત્રકારો પણ नेरइयदेवतित्थंकरा य મોહિસ્સઽવાહિરા દૈન્તિ એટલે નારકી, દેવ અને તીર્થંકર મહારાજા અવધિજ્ઞાનવાળા હોય છે એટલું જ નહિ પણ તેઓનું અવધિજ્ઞાન તેઓની ચારે બાજુના અતીદ્રિય પદાર્થોને દેખાડવાવાળું છે અને તીર્થંકરોની માફક જ બીજા પણ જે મહાપુરુષો જન્મથી અવધિજ્ઞાનવાળા હોય અથવા તો કોઈપણ ગુણથી અવધિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમને લીધે અવધિજ્ઞાન પામેલા હોય તે અવધિજ્ઞાનવાળાઓમાંથી કોઈપણ અવધિજ્ઞાની ચાહે તો તે તીર્થંકર હોય અથવા તીર્થંકર સિવાયનો જીવ હોય તો પણ તે વિરતિ અંગીકાર કરે તો સર્વવિરતિનો જ અંગીકાર કરે, અવધિજ્ઞાની જો કે અવિરતિપણે રહે એ વાત સાચી, પણ વિરતિ અંગીકાર કરે ત્યારે તો સર્વવિરતિ જ અંગીકાર કરે, પણ દેશિવરિત અંગીકાર કરે નહિ. શાસ્ત્રકારોએ અવધિજ્ઞાની જીવો દેશવિરત કેમ અંગીકાર ન કરે તેનો સ્પષ્ટ હેતુ જણાવ્યો નથી, પણ કલ્પનાથી એમ જાણી શકાય કે દેશવિરતિ તેઓ જ લે છે કે જેઓ સર્વવિરતિનું સ્વરૂપ જાણે, સમજે અને તે લેવાની ઉત્કંઠાવાળા હોય, છતાં આરંભપરિગ્રહની કે વિષયકષાયની આસક્તિ નહિ છૂટી શકવાથી જેઓ સર્વવિરતિ લેવાને અશક્તિમાન હોય, આવું અશક્તિમાનપણું અવધિજ્ઞાની જેવા મહાપુરુષમાં ન હોય અને તેથી તેઓ જ્યારે પણ તા. ૧૪-૧૧-૧૯૩૬ વિરતિ આદરવા માંગે ત્યારે સંપૂર્ણ વિરતિનો સ્વીકાર જ કરે અને તેથી શાસ્ત્રકારોએ અવધિજ્ઞાનવાળાને દેશવિરતિ જે શ્રાવકપણું તેને લેવાવાળા માન્યા નથી. જો કે અનેક શ્રાવકોએ દેશશિવરિત લીધા પછી અવધિજ્ઞાનો મેળવ્યાં છે અને તે અવધિજ્ઞાન મેળવ્યા પછી પણ તેઓ શ્રાવકપણામાં એટલે દેશવિરતિમાં જ રહેલા પણ છે, પણ આ વાત જ ચાલે છે તે પ્રથમથી અવધિજ્ઞાનવાળા જ હોય અને પછી જો વિરતિ લેતો તેઓ સર્વવિરતિ જ લે. એવી રીતે પૂર્વભવથી અવધિજ્ઞાન લઈને આવવાવાળા ભગવાન ઋષભદેવજીએ જો કે દેશવિરતિનું સ્વરૂપ જાણેલું, સમજેલું અને માનેલું હતું, છતાં તે દેશવિરતિ ન ગ્રહણ કરી, પણ સર્વવિરતિ જ ગ્રહણ કરી. વળી બીજી એ પણ વાત છે કે સર્વવિરતિનો સ્વીકાર પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ, વિગેરે સ્વયં ગુરુથી નિરપેક્ષપણે કરી શકે છે, પણ દેશવિરતિનો સ્વીકાર કોઈ પણ જગા પર, કોઈ પણ સ્થાને, કોઈ પણ મનુષ્યને સ્વયં હોવાનો લેખ સરખો પણ નથી અને તેથી સ્વયંસંબુદ્ધ એના ભગવાન કોઈના પણ શિષ્ય તરીકે ન હોય અવા તેથી તેમને દેશિવરિત ન હોય અને કેવળ સર્વવિરતિ જ હોય એમ જે શાસ્ત્રકાર કહે છે તેમાં શંકાને સ્થાન નથી. દેશવિરતિ વગર સર્વવિરતિ હોય કેમ ? કેટલાકોનું માનવું છે કે પગથીયાં જેમ અનુક્રમે ચઢાય, તેવી રીતે વિરતિમાં પણ પ્રથમ દેશવિરતિરૂપી નાનું પગથીયું જ ચઢવું જોઈએ અને પછી જ સર્વવિરતિનું ગ્રહણ થવું જોઈએ. આવું કહેવાવાળાએ પ્રથમ તો ઉપર જણાવેલા ભગવાન જિનેશ્વરોના વૃત્તાંતો ઉપર ધ્યાન રાખવું. વળી શાસ્રકારો સર્વસિદ્ધના અસંખ્યાતમા ભાગે જેટલા અનંતા સિદ્ધો
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy