SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર ૩૪ આવે તે બધાઓ દેશવિરતિ પામ્યા સિવાય જ સર્વવિરતિને પામેલા હોય છે. માટે દેશવિરતિ સિવાય સર્વવિરતિ હોય જ નહિ, એવું કહેનારાઓ ચરિતાનુવાદ અને સિદ્ધાંતના કથનથી વિરૂદ્ધ જ બોલવાવાળા છે. સર્વવિરતિ લેવા પહેલાં પ્રતિમા જેવી જ જોઈએ કે ? તા. ૧૪-૧૧-૧૯૩૬ જણાવતાં માત્ર આઠ વર્ષની જ વય જણાવી છે. જો ભગવાન હરિભદ્રસૂરિજીને દેશવિરતિ કે જેનો જધન્યકાળ અંતર્મુહૂર્ત છે, તેમજ શ્રાવકની પ્રતિમાઓ કે જેનો જધન્યકાળ અંતમુહૂર્ત અંતર્મુહૂર્ત જેટલો છે, તેટલું પણ કાર્ય જો સર્વવિરતિને લેવા પહેલાં નિયમિતપણે રાખવાનું હોત તો દીક્ષાની જધન્યવય આઠ વર્ષની કહેત જ નહિ, એટલું જ નહિ પણ, આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા નહિ દેવાના કારણમાં ભગવાન હરિભદ્રસૂરિજી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને વિરતિના પરિણામ જ હોય નહિ. વળી કેટલાકો શાસ્ત્રને અનુસરવાનો ડોળ કરી એમ જણાવવા માંગે છે કે ચોથા આરામાં કે હરિભદ્રસૂરિજીના વખતમાં ચાહે જો નિયમ હોય, પણ ભગવાન હરિભદ્રસૂરિજીના ફરમાન મુજબ તો આ દુઃખમકાલમાં તો પ્રતિમા વહન કર્યા પછી જ સર્વવિરતિ એટલે સાધુપણું અંગીકાર કરાય, એવું અર્થાત્ ભગવાન હરિભદ્રસૂરિજી પોતે જ કોઈપણ શ્રીપંચાશક પ્રકરણમાં સ્પષ્ટ છે, માટે વર્તમાનકાળમાં તો કોઈપણ મનુષ્ય દેશવિરતિ અને શ્રાવકની બાર પ્રતિમાઓ વહ્યા સિવાય સાધુપણું લેવાયજ નહિ. આવું કહેનારાઓએ પ્રથમ તો એ સમજવું જરૂરી છે કે જે પ્રમાણે શ્રાવકની પ્રતિમાઓ એક, બે, ત્રણ યાવત્ અગીયાર માસ સુધી વહેવાનો જાહેર પ્રઘોષ છે તેવો તે પંચાશકમાં પ્રતિમાના કાળનો નિયમિત નિયમ જ નથી. શ્રી પંચાશકકારના કહેવા પ્રમાણે વિરતિના પરિણામની વખતે જ સર્વવિરતિ એટલે દીક્ષાની યોગ્યતા જણાવે છે, તો આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે જેઓ સંસારમાં વિષય, કષાય અને આરંભ, પરિગ્રહમાં આસિકતવાળા થવાથી સર્વવિરતિ ન લેતાં દેશવિરતિ જ લઈને બેઠા હોય, તેવાઓએ સર્વવિરતિ મેળવવા માટે જરૂર શ્રાવકની પ્રતિમા વહન કરવી જોઈએ, અને આજ કારણથી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ શ્રાવકની પ્રતિમાઓનો ટાઈમ અંતર્મુહૂર્ત અંતમુહૂર્તનો ગુરુતત્ત્વવિનિશ્ચયમાં ભગવાન હરિભદ્રસૂરિજીએ પણ છે અને તેથી તે સર્વ પ્રતિમા માટે માત્ર અગીયાર અંતર્મુહૂર્તની જરૂર ગણાય અને તેથી બાળ એટલે આઠથી અધિક ઉંમરવાળાની દીક્ષાના નિષેધને માટે તથા ઘણા વર્ષો સુધી વૈરાગ્યવાળા મહાપુરુષને સંસારના જેલખાના અને દાવાનળમાં ગોંધી રાખવા માટે આ પ્રકરણનો કરાતો ઉપયોગ વ્યર્થ જ નીવડે છે. વળી આજ પંચાશકકાર મહાત્માએ શ્રીપંચવસ્તુપ્રકરણમાં દીક્ષાની જધન્યવય કરેલો સર્વવિરતિ પહેલાં પ્રતિમા વહેવાનો આદેશ મધ્યમ ક્ષયોપશમવાળાને માટે છે એમ ચોખ્ખા શબ્દોમાં જણાવે છે. વળી ભગવાન હરિભદ્રસૂરિજી પછી થયેલા અનેક મહાનુભાવો આઠ વર્ષની કે તેની આસપાસની ઉંમરે દીક્ષિત થયેલાના સેંકડો પુરાવાઓ જુદા જુદા ગચ્છની પટ્ટાવલીઓ પણ પૂરા પાડે છે. વળી ભગવાન હરિભદ્રસૂરિજીને પરમ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy