________________
તેને ઉત્તર દે છે કે ક્ષયમાં પહેલાની તિથિ લેવી અને વૃદ્ધિમાં બીજી તિથિ લેવી. - શ્રી મહાવીર મહારાજનો જ્ઞાનનિર્વાણ મહોત્સવ તો અહિયાં લોકને અનુસાર કરવો ના તેમજ ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી. ઈત્યાદિક ઉમાસ્વાતિ વાચક (આદિ)ના વચનની પ્રામાણિક્તાથી વૃદ્ધિ હોય ત્યારે થોડી પણ બીજી જ તિથિ પ્રમાણ ગણવી. આ ઉપરથી આ નક્કી . થયું કે - જે સૂર્ય ઉદય થવાની વખતે તિથિ હોય તેજ માનવી, બીજી નહિ. તેમજ શ્રી હરિપ્રશ્નના ચોથા પ્રકાશમાં ત્રુટેલી તિથિને આશ્રયીને આવી રીતનો પ્રશ્ન કરેલો છે. તે પ્રશ્ન જણાવે છે જ્યારે પાંચમની તિથિનો ક્ષય હોય ત્યારે તેનું તપ કઈ તિથિએ કરવું? અને પુનમનો ક્ષય હોય ત્યારે તેનું તપ ક્યારે કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે જ્યારે પાંચમની તિથિનો ક્ષય હોય ત્યારે તેનું તપ તેની પહેલાંની તિથિમાં કરવું, અને પુનમનો ક્ષય હોય ત્યારે તેનું તપ તેની પહેલાંની તિથિમાં કરવું, અને પુનમનો ક્ષય હોય ત્યારે તેરસ અને ચઉદસે કરવું, અને તેરસે ભૂલી જવાય તો પડવે પણ કરવું. આવી રીતે નિરૂપણ કરેલું છે. આ જગા પર વિજ્યાનન્દસૂરિના ગચ્છવાળા પડવે પણ એમ કહ્યું તેનો પણ શબ્દ લઈને પુનમ વધે ત્યારે પડવાની વૃદ્ધિ કરાવે છે તે મત ખોટો છે એમ નક્કી થયું. કેમકે પુનમ વધે ત્યારે તેરસની વૃદ્ધિ થાય, પણ પડવાની વૃદ્ધિ ન થાય. ટીપ્પણાં વિગેરેમાં ચૌદશમાં પુનમનાં સંક્રમ હોય છે, પણ પડવામાં હોતો નથી. શંકા કરે છે કે જ્યારે પુનમ ચૌદશમાં સંક્રમી છે તો પછી તમે બે ચૌદશો કેમ કરતા નથી ? પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેને ત્રીજે સ્થાને રહેલી એવી તેરશ કેમ વધારો છો?, એવી રીતે જો તું પૂછે છે તો તેનો ઉત્તર સાંભલ-કે જૈનટીપ્પણામાં પહેલાં તો (તિથિની કે) પર્વતિથિની વૃદ્ધિ જ ન હોય. તેથી પરમાર્થથી તેરસ જ વધેલી ગણવી, પણ પડવાની વૃદ્ધિ ન થાય. લૌકિક અને લોકોત્તર એમ બન્ને શાસ્ત્રથી તેનો નિષેધ છે માટે, આ ઉપરથી આટલી વાત સિદ્ધ થઈ કે પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરવી. જો એમ તને ન રૂચે તો પહેલી પુનમને છોડીને બીજી પુનમ રાખ. કદાચ એમ પણ તને નરુચે તો અમે તેને પૂછીએ છીએ કે ચોમાસા સંબંધી પુનમોની વૃદ્ધિમાં તું તેરસની વૃદ્ધિ કરે છે, અને બાકીનું પુનમોની વૃદ્ધિમાં પડવાની વૃદ્ધિ કરે છે, આવું ક્યાં શીખેલો છે ? કેમકે બધી પણ અમાવાસ્યા અને પુનમાદિક તિથિઓ પર્યપણે