________________
આરાધવા લાયક જ છે, જે માટે શ્રાદ્ધદિનકૃત્યસૂત્રમાં કહ્યું છે કે છ તિથિઓમાંથી આજ કઈ તિથિ છે ? ઈત્યાદિક પાઠથી સર્વે પણ તિથિઓ આરાધવા લાયક છે, વળી ચૌદશ આઠમ ઈત્યાદિક સૂત્રની વ્યાખ્યા આવી રીતે છે- ચઉદશ અને આઠમ તો પ્રસિદ્ધ જ છે. ઉદિષ્ટ એટલે મહાકલ્યાણક સંબંધી હોવાને લીધે પવિત્રતિથિ તરીકે પ્રસિદ્ધ થયેલી તિથિને વિષે તેમજ પુનમ એટલે ત્રણે પણ ચોમાસી તિથિઓમાં (સંપૂર્ણ પૌષધવ્રત લેપશ્રાવક કરતો હતો.) એવી રીતે સૂયગડાંગ સૂત્રના બીજાશ્રુતસ્કંધ સૂત્રની ટીકામાં લેપશ્રાવકના અધિકારમાં છે. આ ત્રણ પુનમનું) પર્વનું આરાધન ચરિતાનુવાદ રૂપ છે. સો વખત શ્રાવકની પ્રતિમાને વહેનારા કાર્તિક શ્રેષ્ઠિની પેઠે એ જાણવું. પરન્તુ (ત્રણ જ પુનમનું આરાધન) વિધિવાદરૂપ નથી. ચરિતાંનુવાદ અને વિધિવાદનું લક્ષણ કરાય છે કે જે ક્રિયાનું અનુષ્ઠાન કોઇ એકેજ કરાય તે ચરિતાંનુવાદ, અને જે ક્રિયાનું અનુષ્ઠાન બધાથી કરાય તે વિધિવાદ, અને વિધિવાદ તો બધાએ પણ અંગીકાર કરવો જ જોઈએ. ચરિતાંનુવાદને બધાએ અંગીકાર કરવો એવો નિયમ નથી આ વાત અર્થથી સેનપ્રશ્નમાં કહેલી છે. માટે કદાગ્રહને છોડી દે અને પુનમની વૃદ્ધિએ બે તેરશો કર. નહિંતર તું ગુરૂને લોપનાર અને ઠગ થઈશ. એ સંક્ષેપથી કહ્યું. તેમજ શ્રાદ્ધવિધિમાં પણ તિથિના સ્વરૂપનું જેમ નિરૂપણ કરેલું છે તે પણ તું સાવધાન થઈને સાંભલ- સવારે પચ્ચખાણની વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણવી, કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયને અનુસાર દિવસ વિગેરેનો વ્યવહાર થાય છે, વલી પૂર્વઋષિઓએ કહેલું પણ છે કે ચોમાસી, સંવચ્છરી, પધ્ધી, પાંચમ અને આઠમમાં તે તિથિઓ ગણવી કે જેમાં સુર્યનો ઉદય હોય, પણ સૂર્ય ઉદય વગરની તે તિથિઓ ન લેવી જ પૂજા પચ્ચખાણ પ્રતિક્રમણ તેમજ નિયમગ્રહણ જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિએ કરવું જોઈએ પરા ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી જો બીજી તિથિ કરવામાં આવે તો આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના ૪ પામે ૩ “પારાસરસ્કૃતિ' માં પણ કહ્યું છે કે સૂર્યના ઉદયની વખતે જે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ જાણવું, પણ ઉદય વગરની ઘણી હોય તો પણ તે સંપૂર્ણ ન જાણવી. ઉમાસ્વાતિ વાચકનો પ્રઘોષ તો એમ સંભળાય છે કે