________________
(૫) આચાર્ય મહારાજ શ્રીવિજયદેવસૂરિજીના ગચ્છવાલાઓએ. પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિને માટે કરેલા
ગ્રન્થનું ભાષાન્તર નીચે પ્રમાણે છે. ઈન્દ્રનો સમુદાય જેને નમસ્કાર કરે છે, જે સર્વજ્ઞ અને સર્વદર્શી છે, જે જગના સમગ્ર તત્ત્વોના જાણનારા છે એવા જિનેશ્વરને નમસ્કાર કરીને શાસ્ત્રને અનુસાર કંઈક કહું છું. ૧ કયી તિથિનો ક્ષય થયા છતાં કયી તિથિનું પાલન કરવું જોઈએ? અને કઈ તિથિની વૃદ્ધિ થયા છતાં કઈ તિથિ કરવી? તે બધી વાત હું કહું છું. મારા તેમાં પહેલાં પર્વતિથિનું લક્ષણ કહેવાય છે. સૂર્યના ઉદય વખતે જે તિથિ થોડી પણ હોય તે જ તિથિ તિથિપણે જાણવી, પણ ઉદય વગરની ઘણી હોય તો પણ તેને તિથિ તરીકે કહેવી નહિ. શ્રીસેનપ્રશ્નના પહેલા ઉલાસમાં કહ્યું છે કે – ઉદયમાં જે તિથિ હોય તે તિથિ પ્રમાણ ગણવી. ઉદય સિવાયની તિથિ જ કરાય તો આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના અને પામે.uપા તેટલા માટે ઉદયવાળી તિથિ જ આરાધના કરવી પણ બીજી નહિ તેવી જ રીતે પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિમાં પહેલાં ઔદયિક (બીજા દિવસના ઉદયવાળી) તિથિ આરાધવા લાયકપણે વ્યવહાર હતો પણ કોઈકે કહ્યું કે શ્રીપૂજ્યજી મહારાજ પહેલી તિથિને આરાધવા લાયક ગણે છે, તો શું કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિ હોય તો ઔદયિકી (એટલે બીજી તિથિ જ) આરાધવી એમ જાણવું. એવી રીતે શ્રીહરિપ્રશ્નના બીજા પ્રકાશમાં કહેલું છે, તેટલા માટે ઉદયવાળી તિથિ જ અંગીકાર કરવી, પણ બીજી નહિ. તેવી જ રીતે સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં કહેલું છે. તે આવી રીતે કે અષ્ટમ્યાદિ તિથિ વધી હોય તો બીજી તિથિનું આરાધન થાય છે, પણ તે દિવસે પચ્ચખાણની વખતે તે તિથિ ઘડી બે ઘડી હોય છે, અને તેથી તેટલીનું જ આરાધન થાય કેમકે તેની પછી નોમ આદિ તિથિ થઈ જાય છે, પણ પહેલા દિવસે સંપૂર્ણ તિથિનું તો વિરાધના થાય છે, કેમકે તે તિથિ સંપૂર્ણ પહેલે દહાડે હોય છે કદાચ પચ્ચખાણની વખતે દેખવા જઈએ તો પહેલે દહાડે પચ્ચખાણની વખતે પણ હોય છે અને આખો દિવસ પણ હોય છે. તેથી બન્ને વાનાં હોય છે, અને તે જ કારણથી સારૂં આરાધન થાય છે. આવો શિષ્ય પ્રશ્ન કર્યો