SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૩ શ્રી સિદ્ધચક્ર અનુમોદવા લાયક જ નથી, પરન્તુ તે કાર્યો જેટલાં ભયંકર છે તેના કરતાં પણ તેની અનુમોદના સેંકડોગુણી ભયંકર છે અને તેથી તેવા મિથ્યાત્વને દૃઢ કરનાર કાર્યો અકથનીય કષ્ટમય હોય તો પણ સુજ્ઞજનોથી એ કાર્યો પ્રશંસાપાત્ર છે એમ કહેવાય જ નહિં. આટલું છતાં પણ મોક્ષની બુદ્ધિએ મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થવી તે ભવ્યજીવ સિવાય બીજાને હોય જ નહિં, સુજ્ઞપુરૂષોએ વિચારવાનું છે કે મોક્ષની બુદ્ધિએ મિથ્યાત્વની પ્રવૃત્તિ પણ જો ભવ્યપણાની છાંપ દેનારી છે, તો પછી ત્રિલોકનાથ તીર્થંકર ભગવાને નિરૂપણ કરેલ યથાસ્થિત સ્વરૂપવાળા મોક્ષને માટે તે જ ત્રિલોકનાથ તીર્થંકરે તે જ મોક્ષના કારણ તરીકે જણાવેલ સમ્યગ્દર્શનાદિકની વ્યવહારથી થતી પ્રવૃત્તિ તો આત્માની ઉન્નતદશાને કેમ સૂચવે નહિં ? આ વાત વિચારવામાં આવશે તો શાસ્ત્રકારો જે જણાવે છે કે નમો અરિહંતાણં ના આદ્ય અક્ષર ણકારને અગર રેમિ ભંતે ! સામાન્ડ્ઝ ના આદ્ય અક્ષર કકારને દ્રવ્ય થકી પામનારે પણ અગણોસિત્તેરથી અધિક સ્થિતિ મોહનીયકર્મની તોડી નાખી છે. એવાં શાસ્ત્રોનાં વચનો સુશઆત્મામાં ઓતપ્રોત થઇ જશે. જે મોક્ષમાર્ગની નીસરણીના પહેલે પગથીયે દ્રવ્યથકી આવનારને આટલી બધી ઉત્તમતિ છે તે મોક્ષમાર્ગને પ્રગટ કરનાર જો કોઇ પણ હોય તો ફકત ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનો જ છે. આ વાત સુજ્ઞપુરૂષો અંતઃકરણથી વિચારશે તો શ્રી તા. ૪-૧૦-૧૯૩૭ સિદ્ધચક્રના આદ્યપદમાં પાંચે કલ્યાણકોમાં જગતને સુખ કરનાર, ત્રણે શાન સહિત ગર્ભમાં આવનાર, દીક્ષા વખતે જ મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરનાર, અઢાર દોષોએ રહિત, અષ્ટમહાપ્રાતિહાર્યથી યુક્ત, ચોત્રીશ અતિશયને ધારણ કરનાર, વાણીના પાંત્રીસ ગુણોએ કરીને સહિત એવી દેશના દેનાર, દેવેન્દ્ર નરેન્દ્ર અને યોગીન્દ્રોથી પૂજ્ય, એવા જીનેશ્વર ભગવાનને પ્રથમ સ્થાન કેમ આપ્યું છે ? તે સારી રીતે સમજાઇ જાશે. સમ્યગ્દર્શનાદિ રત્નત્રિક શી રીતે પમાય ? ધ્યાન રાખવું કે હીરાની કિંમત અમૂલ્ય છતાં તેને દેખાડનારી ચક્ષુની કિંમત અગર ઉપયોગિતા તેથી પણ ઘણી જ ચઢીયાતી છે. તેવી રીતે મોક્ષમાર્ગની કિંમત જેટલી આંકીયે તેટલી ઓછી છતાં તે મોક્ષમાર્ગને બતાવનાર ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન અરિહંત મહારાજની ઉચ્ચતા અનહદ છે. તેથી જ તેમના નમસ્કાર, ભક્તિ, જાપ અને ધ્યાનથી આત્માનું કૃતાર્થપણું કરી શકાય છે. વળી ચિન્તામણિરત્નની હાજરી છતાં પણ તે ચિન્તામણિરત્નથી ફલની પ્રાપ્તિ તો તેવાઓને જ થાય કે જેઓ ચિન્તામણિરત્નની વિધિપૂર્વક આરાધના કરે. જો કે ચિન્તામણિરત્નને ભક્તની આરાધનાથી કંઇ મેળવવાનું નથી, ભક્તિ કરનાર ઉપર કંઇ રાગ નથી, તેમજ ભક્તિ નહિં કરનાર ઉપર દ્વેષ નથી, તો પણ સ્વભાવથી ચિન્તામણિરત્ન આરાધકોને ભાગ્યશાળી બનાવે છે, અને ભક્તિ રહિત તથા વિરાધકોને નિર્ભાગીયા રહેવા દે છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy