SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર ૫૫૨ સાધ્ય તો મોક્ષ જ છે એમ માને જ છે, અને તેથી દરેક મતવાળાએ મુમુક્ષુદશાને એકસરખી રીતિએ ઉત્તમ ગણેલી છે એટલે ઝવેરીમાં અને બાલકોમાં જેમ હીરાશબ્દો ઉચ્ચાર એક સરખી રીતે ઉત્તમપણે વપરાયેલો છે, તેવી રીતે મોક્ષરૂપ સાધ્યનો નિર્દેશ દરેક મતવાળાએ ઉત્તમોત્તમ રીતે કરેલો છે, આ વાત જ્યારે ખ્યાલમાં લઇશું ત્યારે કોઇક કોઇક ગ્રંથકારે જે જણાવ્યું છે કે અભવ્યજીવો કે જેઓને મોક્ષની ઇચ્છા હોતી જ નથી તેવા અભવ્યજીવોને આ આસ્તિકમતોનું મિથ્યાત્વપણું હોવું સંભવિત નથી, તે ખરેખર દીર્ઘદૃષ્ટિથી થયેલું કથન છે. જો કે ભવગતદેવોને દેવ તરીકે માનવા તે પણ આભોગિક મિથ્યાત્વ છે, પરન્તુ તેવા ભવફલની અપેક્ષાએ ભવગત દેવોને માનવારૂપ મિથ્યાત્વ અગર નાસ્તિકકાદિકના મતે દેવને ન માનતાં કુગુરૂઆદિને માનવારૂપ આભોગિક મિથ્યાત્વ અભવ્યજીવોને હોવું અસંભવિત નથી. પરન્તુ પૂર્વે જણાવેલ મોક્ષની સાધ્યાતાવાળા આસ્તિકદર્શનોને અનુસરવાથી થતું આભોગિક મિથ્યાત્વ તો અભવ્યજીવોમાં હોય નહિં એ સ્વાભાવિક જ છે. ધ્યાન રાખવું કે આવી રીતે મોક્ષબુદ્ધિથી જે જે મતમતાંતરોમાં યથાભદ્રિકભાવે ક્રિયા કરવામાં આવે છે, તેવી ક્રિયાવાળાઓમાં વિનયીપણું, દાનરૂચિપણું, દાક્ષિણ્યતા પ્રિયભાષિપણું વિગેરે ગુણો મિથ્યાત્વીમાં છતાં પણ અનુમોદવા લાયક બને છે. કારણ કે મિથ્યાત્વની વૃદ્ધિ થવાનો પ્રસંગ તે મિથ્યાત્વીઓના ગુણોના વર્ણનથી આવે કે જેઓ તા. ૪-૧૦-૧૯૩૭ પોતાના વર્ણનદ્વારાએ કુમતમાં દૃઢ અભિનિવેશવાળા હોવાથી કુમતના વિસ્તારમાં જ તેના વર્ણનનું પર્યવસાન થાય. આ જ કારણને મુખ્ય રાખીને શાસ્ત્રકારો મિથ્યાર્દષ્ટિના ગુણની પ્રશંસાનો નિષેધ કરે છે, એટલું જ નહિ, પણ જો મિથ્યાર્દષ્ટિના ગુણની પ્રશંસા થઇ જાય તો તેને સમ્યક્ત્વના દૂષણરૂપ ગણે છે. અને જો તે ગુણવાળો ભદ્રકભાવવાળો હોય, તેના ગુણનું વર્ણન કુમતની વૃદ્ધિમાં પર્યવસાન ન પામતું હોય, ફલિતાર્થ તરીકે તે ગુણો માર્ગને અનુસરવાવાળા હોવા સાથે તે પ્રશંસાપાત્ર જીવને અને તેના ગુણોનું વર્ણન સાંભળનાર જીવોને મિથ્યાત્વનું દૃઢીકરણ કરનાર ન થાય, પણ માર્ગની સન્મુખતા કરનાર થાય, તો તેવા ગુણો અનુમોદવા યોગ્ય જ છે. તેથી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી પણ સુકૃતની અનુમોદનામાં સ્પષ્ટપણે જણાવે છે કે “વસ્તૃત મુદ્દત બ્રિગ્વિદ્, રત્નત્રિતયશોધર્મતત્ત્વયંમનુમચેક માર્ગમાત્રાનુભાવિાર્ ॥ એટલે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપી રત્નત્રયીને અંગે જે કંઇ સુકૃત કર્યું હોય તેની હું અનુમોદના કરૂં છું, એટલું જ નહિં, પણ માર્ગમાત્રને અનુસરનારા સુકૃતની પણ અનુમોદના કરૂં છું. નમસ્કાર મંત્રનો એક અક્ષર પામનાર પણ કેટલાં કર્મ ખપાવે ? આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કુમતના આગ્રહી પુરૂષોએ કરાતા પંચાગ્નિતપો ભૃગુપાતનો ઝંપાપાતો માઘસ્નાન કાશીકરવત એ વિગેરે કાર્યો
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy