________________
૨૭.
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ શિષ્યોનું અનુવર્તન કર્યા છતાં શિષ્યો પાપ કરે તો આચાર્યને દોષ નથી એમ જણાવે છે -
વિદિ ર૭ શાસ્ત્રોક્ત રીતિએ માર્ગમાં વર્તાવેલા શિષ્યો કદાચિત્ કોઈક જગા ઉપર શાસ્ત્રમાં નિષેધેલા એવા હિંસાદિક પાપને આચરે, તો પણ ગુરુને તેનો દોષ લાગતો નથી, કારણ કે શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ગુરુ મહારાજે વર્તન કરેલું છે. ૨૭
શંકા આદિ ૨૮ શ્રોતા શંકા કરે છે કે શિષ્ય કદાચિત્ શાસ્ત્રથી વિરૂદ્ધ હિંસાદિક આચરે તો શિષ્યને દોષ લાગવાની પેઠે ગુરુને પણ દોષ લાગે એમ કહેવું તે ન્યાય શૂન્ય છે. એનો ઉત્તર દે છે કે ગુરૂએ અનુવર્તન નહિ કરવાથી શાસ્ત્રની આજ્ઞાનો ભંગ કર્યો તેથી તે પાપ ગુરુને લાગે છે, અને તે આશાભંગ ગુરુમાં જ છે, બીજામાં નથી, તો ગુરુને તેથી લાગતું પાપ ન્યાય બાહ્ય કેમ કહેવાય? ૨૮ ઉપસંહાર
તહાં ૨૧ જે માટે અનુવર્તન કરવા અને નહિ કરવામાં મોક્ષપ્રાપ્તિ અને પાપબંધ છે, માટે આચાર્ય નવદીક્ષિતોને માર્ગમાં વર્તાવવા જ જોઈએ અને તે ગુરુ ગુણ યુક્ત હોય તો જ અનુવર્તનામાં સફળ થાય, માટે એવા જ ગુરુએ પ્રવજ્યા દેવી જોઈએ. ૨૯
પૂર્વોક્ત રીતિએ ઉત્સર્ગથી દીક્ષા દેનાર ગુરુના ગુણો જણાવી, કાલાદિકની વિષમતાથી અપવાદપદ જણાવે છે - અપવાદ પદે દીક્ષા દાતા
काल ३० गीत ३१
અવસર્પિણીકાળને લીધે મેઘાદિકની હાનિ જરૂર થતી હોવાથી પૂર્વે જણાવેલા ગુણોમાંથી કેટલાક ગુણ ન હોય, તો પણ શીલવાળા બીજા આચાર્યો પણ દીક્ષા આપવી. સૂત્ર અને અર્થને જાણનારા યોગ (સંયમવ્યાપારીને કરનારા, ચરિત્રવાળા, શિષ્યોને ભણાવવામાં કુશળ, અનુવર્તક ને ખેદ નહિ પામનાર એવા અપવાદપદે દીક્ષા આચાર્ય હોય છે.
આ બીજા દ્વારમાં ઉત્સર્ગપદે દીક્ષા દેનારા આચાર્યના ગુણો અનુવર્તનાની મહત્તા ને અપવાદપદથી દીક્ષા દેવાલાયક આચાર્ય જણાવ્યાં.
હવે ત્રીજા દ્વારમાં દીક્ષા લેનારના ગુણો ઉત્સર્ગ અને અપવાદથી જણાવે છે ઃ-પત્રના રૂર, તો રૂરૂ, વિસથી રૂ૪, પર્વ રૂલ, સુજ રૂદ્દ ૧ મગધ આદિ સાડીપચીસ આર્યદેશમાં જન્મ પામેલા ૨ માતાના પક્ષરૂપ જાતિ અને પિતાના પક્ષરૂપકુલ એ બે જેનાં નિર્મળ હોય ૩, ૬૯ કોડાકોડની સ્થિતિ ખાવાથી અલ્પકર્મવાળા થઈ નિર્મળ બુદ્ધિવાળા હોય ૪ સંસારસમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે, જન્મ એ મરણનું કારણ છે, લક્ષ્મી ચંચળ છે, વિષયો દુઃખના હેતુઓ છે, સમાગમ એ જરૂર વિયોગવાળો છે, દરેક સમયે આયુષ્ય ક્ષય થતું હોવાથી મરણ છે, પરભવમાં કરેલા કર્મોનો વિપાક ભયંકર છે, એવી રીતે સ્વભાવથી જ સંસારનું નિર્ગુણપણું જેમણે જાણેલું છે ૫ અને તે જાણવાથીજ સંસારનો ત્યાગ કરવાની બુદ્ધિવાળા હોય ૬ કષાય અને હાસ્ય વિગેરે