________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
૨૬
એજ વાત લૌક્કિ દૃષ્ટાંતથી સમજાવે છે
જ
જોગામ ૨૬ જે સારા સારા ઘોડાઓને વશ કરે તેવાઓની સારથિઓમાં ગણત્રી શી રીતે થાય ? દુષ્ટ એવા પણ ઘોડાઓને જે કેળવે, તે જ સાચો સારથિ કહેવાય છે, તેવી રીતે અહીં પણ વિનીત શિષ્યોને માર્ગમાં દોરે તેના આચાર્ય પણા કરતાં પ્રમાદવાળા શિષ્યોને જે આરાધક બનાવે તેનું જ સાચું આચાર્ય પદ કહી શકાય. ૧૯૫
અનુપાલન નહિ કરનાર આચાર્યની સ્થિતિ જણાવે છે :
નો આવ ૨૦ જે આચાર્ય શિષ્યોને હાવભાવ અને આદરસત્કારથી દીક્ષા આપીને સૂત્રવિધિએ પાલન કરતા નથી તે શાસનનો પ્રત્યનીક (શત્રુ) છે એમ સમજવું. ૨૦ા
પ્રત્યેનીક આચાર્ય
શિષ્યે સેવેલા અકાર્યનું કારણ આચાર્ય જ છે એમ જણાવે છે :
અવિ ૨૨ નિળ ૨૨ ૫રમાર્થને નહિ જાણનારા શિષ્યો આ લોક અને પરલોક સંબંધી જે વિરૂદ્ધ આચરણ કરે અને તેથી જે નુકશાન તેઓ પામે તે બધું તે આચાર્યને લીધે જ છે. ૨૧
જે કોઈ મનુષ્ય અધમ કાર્યને આચરતા તે શિષ્યોને દેખીને ચંદ્ર સમાન સ્વચ્છ એવા જૈનશાસનની જે નિંદા કરે તે પણ તે આચાર્યને લીધે જ સમજવી. ૨૨
અનુવર્તન કરવાનું ફળ જણાવે છે :
નોપુળ ૨રૂ પણ જે આચાર્ય વિધિપૂર્વક શિષ્યોનું અનુવર્તન કરે, શાસ્ત્રો ભણાવે અને ક્રિયામાં તૈયાર કરે, તે આચાર્ય તે શિષ્યોને તેમજ શિષ્યોની તેવી પવિત્રરીતિને દેખીને શાસનની અનુમોદના અને પ્રશંસા કરનારા બીજા જીવોને તેમજ પોતાના આત્માને પરમપદ પ્રાપ્ત કરાવે છે, કારણ કે :
જ્ઞાનપ્રાપ્તિ ફળ
બાળાડ઼ ૨૪ જ્ઞાન વિગેરેની પ્રાપ્તિ થવાથી શિષ્યોમાં રહેલા દોષો નાશ પામે છે, અને ચારિત્ર વૃદ્ધિ પામે છે, એવી રીતે પરંપરાએ દોષની હાનિ અને ચારિત્રની વૃદ્ધિથી શિષ્યો મોક્ષ મેળવે છે. ૨૪ પરંપરાનું પારમાર્થિક ફળ
આ ર્ આવા કલ્યાણની આકાંક્ષા અને પ્રવૃત્તિવાળા જીવો આ જૈનશાસનમાં છે એમ જાણનારા બીજા જીવોને શાસનમાં રાગ થાય અને તે રાગ તેઓને બોધિબીજ બને અને તે બોધિબીજવાળાઓને શાસ્ત્ર સાંભળવાની પ્રવૃત્તિ થાય યાવત્ પરંપરાએ તે અનુમોદનારામાં પણ મોક્ષપદ પ્રાપ્ત થવાનું બને. કાર્યની સિદ્ધિ
રૂચ રદ્દ એવી રીતે મોક્ષને મેળવનારા જીવોને મોક્ષનું કારણ, પોતાના અને પરના ઉપકારમાં હંમેશાં ઉદ્યમવાળા અને પોતાના ગુરુપદને સફળ કરનારા આચાર્ય તે ઈષ્ટ અનુવર્તનાથી મોક્ષરૂપી ઈષ્ટ કાર્યને સિદ્ધ કરે છે. ૨૬