________________
૨૫
,
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ દીક્ષાદાતાના ગુણો : દીક્ષા દેનાર ગુરુ દીક્ષાને માટે કહેવામાં આવશે એવા ગુણો સહિત હોવા જોઈએ. (જુઓ ગાથા ૩૨ થી ક૬) ૧. તેમજ વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરેલી હોય, ર ગુરુકુલવાસની જેણે સેવા કરી હોય, ૩ દીક્ષા લીધી ત્યારથી સર્વદા અખ્ખલિત શીલ સહિત હોય, ૪ કલાદિ આચારો પૂર્વક સૂત્રોનું અધ્યયન ક્યું હોય, ૫ અને તેથી અત્યંત નિર્મળ બોધ મેળવ્યો હોવાથી તત્ત્વ (ઔદંપર્યાર્થ)ને જાણનારા હોય, ૬ બાહ્ય અને અંતર વૃત્તિથી શાંત હોય, ૭ શાસન અને તેને આરાધનારા લોકો પ્રત્યે વાત્સલ્ય ભાવવાળા હોય, ૮ સર્વજીવનું હિત કરવાવાળા હોય, ૯ લોકોને ગ્રહણ કરવા લાયક વાક્યવાળા હોય, ૧૦ શિષ્ય વિગેરેને માર્ગમાં વર્તાવનારા હોય, ૧૧ ગાંભીર્ય ગુણવાળા હોય, ૧૨ ખેદ ન ધારણ કરે, ૧૩ પરલોકની પ્રધાનતાવાળા હોય, ૧૪ બીજાને શાંત કરવાની લબ્ધિવાળા હોય, તેવી જ રીતે ઉપકરણ મેળવવાની અને સફળ કાર્ય કરવાની લબ્ધિવાળા હોય ૧૫ શાસ્ત્રોના અર્થનું નિરૂપણ કરનાર હોય, ૧૬ અને પોતાના આચાર્યે આચાર્ય પદ આપેલું હોય, ૧૭ એવા આચાર્યને તીર્થંકરોએ દીક્ષા દેનાર તરીકે જણાવેલા છે. છેપૂર્વોક્ત ગુણવાળા આચાર્યે દીક્ષા દેતાં કઈ ઈચ્છા ન રાખવી? અને કઈ ઈચ્છા રાખવી?તે જણાવે છે. - એવા આચાર્યે પરિવાર વધારવા આદિકની ઈચ્છા ન રાખતાં દીક્ષા લેનારના ઉપકારને માટે અને કર્મક્ષયને માટે શાસ્ત્રોક્ત રીતિએ દીક્ષા આપવી.
એવા ગુરુ પાસેથી દીક્ષા લેનારને થતા ફાયદા જણાવે છે - મત્તિ ૨ અનુવર્તકપણાની શ્રેષ્ઠતા 1. પૂર્વે જણાવેલા ગુણરૂપી રત્નના સમુદ્ર એવા ગુરુ હોય તો નિશ્ચ શિષ્યોને ભક્તિ, બહુમાન અને શ્રદ્ધા થવા સાથે ચારિત્રમાં સ્થિરતા થાય છે. ૧૫ દક્ષા દેનારને માટે જણાવેલા સત્તર ગુણોમાં અગીયારમો જે અનુવર્તક માર્ગમાં વર્તાવવાપણાનો ગુણ જણાવેલો છે તે આચાર્ય અને શિષ્યને ઘણો ઉપકારી હોવાથી તેનું વિવેચન અને જરૂરીયાત જણાવે છે - મg ૨૬ અનુવર્તક
૨૭ આ દીક્ષાદાયક આચાર્યો મજબુત રીતે અનુવર્તક હોવા જોઈએ, અને તેથી તેઓ જીવોની વિચિત્રતા અનેક પ્રકારે મનના સ્વભાવો અને તેને માર્ગે લાવવાના ઉપાયો યથાસ્થિત રીતે જાણીને દીક્ષિતોનું અનુવર્તન કરે. ઘણા ભાગે નવદીક્ષિત સાધુઓ ગુરુની કરેલી અનુવર્તનાથી જ પરમ યોગ્યતાને પામે છે. રત્ન પણ શોધવાના ગુણથી જ ઉત્કૃષ્ટ પદવીને પામે છે.
શિષ્યનાં પ્રમાદ કાર્યોને દૂર કરવાથી જ ગુરુપદની સફળતા જણાવે છે - ગુરૂપણાની સાફલ્યતા
સ્થય ૨૮ આ સંસારમાં જીવને અનાદિકાલનો પ્રમાદમય અભ્યાસ હોવાથી ક્યા જીવોને પ્રમાદથી થયેલી અલનાઓ હોતી નથી. પણ જે આચાર્ય તે બધી ખેલનાઓને ગુરુપણું શિષ્યો પાસે દૂર કરાવે (અને અપ્રમત્તપણે શિષ્યને વર્તાવે) તેનું જ ગુરુપણું સફલ સમજવું. સમજાવવા માંડેલા શિષ્યના દુષ્ટપણાને લીધે ગુરુએ ઉગ નહિ કરવાનું જણાવ્યું છે. ૧૮