________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
જૈનશાસ્ત્રમાં દરેક વસ્તુની વ્યાખ્યા કરતાં ચાર નિક્ષેપા જણાવવાના હોય છે, અને તેથી અહીં પણ નામાદિ ચાર નિક્ષેપા જણાવે છે. :
નામાઈ
૨૪
નિક્ષેપા આ પ્રવ્રજ્યા નામપ્રવ્રજ્યા, સ્થાપના પ્રવ્રજ્યા, દ્રવ્યપ્રવ્રજ્યા અને ભાવપ્રવ્રજ્યા એવી રીતે ચાર પ્રકારની છે. તેમાં કોઈપણ જીવ અજીવાદિ વસ્તુનું પ્રવ્રજ્યા એવું નામ સ્થાપવામાં આવે કે પ્રવ્રજ્યા એવા અક્ષરો લખવામાં આવે તો તેને નામપ્રવ્રજ્યા કહેવામાં આવે છે, તેવી જ રીતે પ્રવ્રજ્યા આચરનાર મહાપુરુષોની આકૃતિને સ્થાપના પ્રવ્રજ્યા કહેવામાં આવે છે. અન્યતીર્થિક ચરક, પરિવ્રાજક વિગેરેની દીક્ષાને દ્રવ્યપ્રવ્રજ્યા કહેવામાં આવે છે અને છએ કાયાનો આરંભ અને બાહ્ય અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરાય તેને જૈનશાસનમાં ભાવ પ્રવ્રજ્યા કહે છે. ૬
આરંભપરિગ્રહનું સ્વરૂપ
દીક્ષાને અંગે આરંભ અને પરિગ્રહ વર્જવાના જણાવ્યા, તેથી આરંભ અને પરિગ્રહનું સ્વરૂપ કહે છે. પુઢવાડ઼ ૭, ચાઓ ૮, માટી, મીઠું વિગેરે પૃથ્વીકાય, નદી, કુવાદિના જલ વિગેરે અકાય, અંગારા, જ્વાલા વિગેરે તેઉકાય, પૂર્વદિશાવિગેરેમાં વાતો વાઉકાય, વૃક્ષ, પત્ર, પુષ્પ, બીજ વિગેરે વનસ્પતિકાય અને બેઇંદ્રિયથી કહેવાય છે, તેવી જ રીતે રજોહરણ,
પંચેંદ્રિય સુધીના ત્રસંકાય એ છકાય જીવોની જે હિંસા તેનું નામ રાખવી કે કોઈમાં પણ મૂર્છા કરવી તે
મુહપત્તિ વિગેરે ધર્મને સાધનારાં ધર્મોપકરણોને છોડીને જે અધિક વસ્તુ
બાહ્ય પરિગ્રહ કહેવાય, અને મિથ્યાત્વ વિગેરે અત્યંતર પરિગ્રહ કહેવાય છે. (૭) આ આરંભ અને પરિગ્રહનો મન, વચન, કાયાથી પ્રવૃત્તિ રોકીને જે ત્યાગ કરવો તેનું નામ પ્રવ્રજ્યા એટલે દીક્ષા કહેવાય છે. અને તેનું સાક્ષાત્ તે જ ભવમાં કે કેટલાક જન્મને આંતરે નક્કી મોક્ષરૂપી ફળ થાય છે. (૮)
એકાર્થિકનામો
૧૬. ઉપર જણાવેલી પ્રવ્રજ્યાના સમાન અર્થવાળાં નામો જણાવવાં તે પણ વ્યાખ્યાને ઉપયોગી હોવાથી પ્રવ્રજ્યાના સમાન અર્થવાળાં નામો એટલે પર્યાયો જણાવે છે :- પવ્વપ્ના ? પ્રવ્રજ્યા (૧) નિષ્ક્રમણ (ગૃહનો ત્યાગ કરીને સાધુતા ગ્રહણ કરવી) (૨) સમતા (ઇષ્ટ અને અનિષ્ટ એવા સચેતન કે અચેતન પદાર્થોમાં રાગદ્વેષ ન કરવો (૩,) ત્યાગ (આરંભ અને પરિગ્રહનો ત્યાગ) ૪, તેવી જ રીતે વૈરાગ્ય (બાહ્ય પદાર્થોની ઇચ્છા વિગેરેથી બંધાયેલા કર્મને આધીને થયેલા જીવો ચતુર્ગતિ સંસારમાં રખડે છે, માટે તે બાહ્યપદાર્થ અને તેની ઇચ્છા ઉપરથી મનનું ખસેડવું) ૫, ધર્માચરણ (અંગોપાંગાદિક શ્રુતનો સ્વાધ્યાય અને ક્ષાંતિઆદિક દશપ્રકારના ધર્મનું આચરવું) ૬, અહિંસા (સૂક્ષ્મ, બાદર, ત્રસ, સ્થાવર જીવોની હિંસા નહિ કરવાની ત્રિવિધ ત્રિવેધે પ્રતિજ્ઞા કરવી) ૭, દીક્ષા (ક્રોધ, માનાદિક છોડીને ઇંદ્રિયોને વિષયોથી નિવર્તાવીને મસ્તકનું મુંડન કરવું) ૮ એ આઠ પ્રવ્રજ્યાનાં એકાર્થિક નામો છે. ૯
એવી રીતે પહેલા દ્વારમાં પ્રવ્રજ્યાની વ્યુત્પત્તિ, નિક્ષેપા, સ્વરૂપ અને તેનાં એકાર્થિક નામો જણાવ્યાં, હવે બીજા દ્વારમાં તે પ્રવ્રજ્યાને દેવાવાળા ગુરુનું સ્વરૂપ જણાવે છે :- પદ્મા ૨૦, સમાં ૨૧, સત્ત ૨૨, તહ पत्र १३, एआर १४