________________
૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ શ્રીશંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ આચાર્ય પુરન્દર ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત
શ્રીપંચવસ્તુ,
પાવનકારિણી પ્રવ્રજ્યાવિધાન ભગવાન શ્રીહરિભદ્રસૂરિ મહારાજ ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરી ગ્રંથનું નામ વિગેરે પ્રારંભ જણાવે છે - | મઝા ૨, ભગવાન શ્રીવર્ધમાનસ્વામીને સમ્યગૂ મન, વચન, કાયાના જોગે નમસ્કાર કરીને, તેમજ સાધુસમુદાય તે કુલ, અને કુલનો સમુદાય તે ગણ, અને તે ગણના સમુદાયરૂપી સંઘને પણ સમ્યકત્રિકરણયોગે નમસ્કાર કરીને પ્રવ્રજ્યા (દીક્ષા) વિધિ વિગેરે પાંચ વસ્તુઓ જેની અંદર છે એવા પંચવસ્તુ નામના ગ્રંથને અનુક્રમે કથન કરીશ. ગા. ૧
- જે પાંચ વસ્તુઓ આ ગ્રંથમાં વિસ્તારથી કહેવામાં આવશે તેનાં નામો જણાવે છે પાંચ વસ્તુ
પત્રના ર, પ્રવ્રજ્યા એટલે દીક્ષાનું વિધાન (૧). દીક્ષિત થયેલાઓએ હંમેશ કરવાની ક્રિયા (૨). પ્રતિદિનની ક્રિયામાં તૈયાર થયેલાઓને મહાવ્રતમાં સ્થાપવા (૩) ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞા થયા પછી સૂત્રોના વ્યાખ્યાન કરવારૂપ અનુયોગની આજ્ઞા અને સાધુસમુદાયરૂપી ગણને ધારણ કરવાની આજ્ઞા (૪) અને અંતમાં સંલેખનાનું વિધાન (૫) એ પાંચ વસ્તુઓ આ ગ્રંથમાં અનુક્રમે કહેવામાં આવશે. ગા. ૨ પ્રવ્રજ્યાવિધાન વિગેરેને વસ્તુ કહેવાનું કારણ જણાવે છે - કારણકાર્ય
, એ પ્રવ્રાદિ વિધાન વિગેરે પાંચ વસ્તુઓ છે, કારણ કે જ્ઞાન વિગેરે મોક્ષને સાધનારા પરમ ગુણો એ પ્રવજ્યાવિધાન વિગેરેમાં રહે છે, તેમજ પ્રવ્રજ્યાવિધાન વિગેરે પાંચમાં પહેલી પહેલી વસ્તુ કારણ છે અને પછી પછીની વસ્તુ ફળરૂપે છે. (૩) પ્રથમ પ્રવ્રજ્યાવિધાન નામની વસ્તુ જણાવવા, પ્રવ્રયાવિધાનનાં અંતકારો જણાવે છે. પ્રવજ્યાના પાંચ દ્વાર
પત્રના ૪(૧) પ્રવ્રયાસ્વરૂપ (૨) તે પ્રવ્રજયા કોણ દઈ શકે? (૩) તે પ્રવ્રયા કોને દેવાય? (૪) તે પ્રવ્રજ્યા ક્યાં દેવાય? (૫) તે પ્રવ્રજયા કેવી રીતે દેવાય? એ પાંચ દારોને અનુક્રમે સંક્ષેપથી નિરૂપણ કરવામાં આવશે. (૪) પ્રવજ્યા પરમાર્થ
પત્રય ધ પ્રવ્રજ્યાશબ્દનો અર્થ મન, વચન, કાયાથી કરવા, કરાવવા અને અનુમોદનારૂપ પાપવ્યાપારથી નીકળીને પવિત્ર ચારિત્રના વ્યાપારોમાં પ્રકર્ષપણે પ્રવર્તવું તેનું નામ પ્રવ્રજ્યા છે, એવી જ રીતે મોક્ષ પ્રત્યે નમન કરવું તેનું નામ પણ પ્રવ્રજ્યા છે, કારણ કે દીક્ષા એ મોક્ષનું કારણ છે, તેથી તે દીક્ષામાં મોક્ષપણાનો આરોપ ર્યો છે. (૫)