________________
૨૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
જેમના પાતળા હોય ૭, ૮ કરેલા ગુણને જાણનાર ૯ વિનયવાળા ૧૦ રાજાદિકથી વિરોધ વગરના ૧૧ પંચેન્દ્રિયથી પૂર્ણ ૧૨ શ્રદ્ધાવાળા ૧૩ સ્થિરતાવાળા ૧૪ અને ગુરુની પાસે આવેલા એવા જીવો દીક્ષાને લાયક ગણાય છે
પૂર્વે જણાવેલી રીતિએ દીક્ષા લેનારના મુખ્ય ગુણો જણાવી અપવાદપદ કહે છે ઃ
જાલ રૂ૭ ૧૩ રૂ૮ કાલની અધમતાના દોષથી પૂર્વે કહેલા ગુણોમાંથી કેટલાક ગુણો ન હોય, તો પણ જે ઘણા ગુણવાળા હોય તે દીક્ષાને યોગ્ય જાણવા, પણ માત્ર મનુષ્યપણુંઆદિ મળ્યું છે તેટલા માત્રથી લાયક ગણી લેવા નહિ, કારણ કે ઘણા ભાગે ગુણસંપન્ન જીવો જ ગુણની અધિકતાને સાધનાર હોય છે. ભગવાન હરિભદ્રસૂરિજી ‘ધર્મબિંદુ’ ગ્રંથમાં દીક્ષા દેનાર અને લેનારના ગુણોમાં /‚ ગુણ ઓછા હોય તેને મધ્યમપાત્ર અને અર્ધગુણવાળાને જધન્યપાત્ર તરીકે જણાવે છે. વળી ‘ધર્મસંગ્રહ’માં દીક્ષાના રાગમાત્રથીજ દીક્ષા લેવાને લાયક ગણેલા છે. ત્રીજા દ્વારને સમાપ્ત કરતાં કહે છે કે :
Ë રૂ॰ એવા લાયક અને સંસારથી વિરક્ત ચિત્તવાળા મનુષ્યોને દીક્ષા દેવી, કેમકે તે દીક્ષા અત્યંત દુષ્કર છે, તેમજ વૈરાગ્યવાળાને મજબુત આલંબન છે.
દીક્ષાનું દુશ્કરપણું જણાવે છે ઃ
અક્૪૦, , સંસા ૪૬, ગુરુ ૪૨, વિટ્ટા ૪રૂ, અનાદિકાળની સંસારવાસનાથી જેનું મૂળ દૃઢ થયેલું છે એવો મોહવૃક્ષ અત્યંત મોટો છે અને તેનું ઉન્મૂલન સર્વદા અપ્રમત રહેવાવાળાઓથી પણ દુઃખે કરી શકાય છે. અને તે અપ્રમાદ સંસારથી વિરક્ત થયેલાઓને જ હોય છે, પણ ભવાભિનન્દીઓને હોતો નથી. ભવાભિનન્દીઓને તો જિનવચન પણ ગુણકારક હોતું નથી, જે માટે ભારે કર્મી અશુદ્ધપરિણામવાળા જીવોને જિનવચનનું રહસ્ય રૂડી રીતે મેલા વસ્ત્રમાં કંકુનો રાગ ન પરિણમે તેમ પરિણમતું જ નથી.
જેમ ઉપદેશથી પણ ભૂંડને વિષ્ટાથી વારી શકીએ નહિ, તેમ જેનું મન વૈરાગ્ય પામ્યું નથી, એવા સંસારના ભુંડ જેવા મનુષ્યને અકાર્ય કરવાથી રોકી શકાતા નથી.
ઉપસંહાર કરતાં જણાવે છે કે :
-
તા ૪૪ તેટલા માટે ગીતાર્થ સાધુ દોષ રહિત અને ભાગ્યશાળીઓને દીક્ષા આપે છે, કેમકે વિપરીત વિધાન કરવાથી સ્વ અને પરનું અહિત થાય છે. એજ વાત જણાવતાં કહે છે કે,
અવિ ૪, તસ્ય ૪૬, અવિનીત જીવ શિક્ષાને ગ્રહણ કરે નહિ. પ્રતિકૂળ આચરણ કરે અને તેવાને શિખવાડતાં પોતાના આત્માનું અહિત થાય અને તે અવિનીતને હિતની ઈચ્છા ન હોવાથી આર્તધ્યાન થાય, અને તેને આ ભવ અને પરભવનું જીવન નિષ્ફળ રહે, માટે વૈદ્યક્રિયાના દૃષ્ટાંતે તેવા અવિનીતનો દીક્ષાવિધિમાં ત્યાગ કરવો ઉચિત છે.