________________
(૨૪)
પહેલાની તિથિ જ કે જે ક્ષય પામેલી પર્વતિથિના ભોગથી ભરેલી છે તે પચ્ચક્ખાણ પૌષધ વગેરેમાં લેવી. આમાં પણ પ્હેલાની તિથિ જ લેવાનું કહે છે. અર્થાત્ ચૌદશના ક્ષયે વધારે ચૌદશવાળી તેરસ જ ચૌદશપણે લેવાનું કહે છે. એટલે ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય કરી ચૌદશ માનવાનું કહે છે. પણ તેરસ ચૌદશ ભેગાં માની ભેળસેળવાદિ થવાનું કહેતા નથી.
प्रायः शेषमुदायहीलनाभिप्रायेण तीर्थकृद्वचोविलोपाभिप्रायेण च महाशातनाकारित्वात् महापातकीति, किं च - अधिकक्रियायां हि प्रवृत्तिर्जिनोक्तवचनाश्रद्धावतामेव भवति, नान्यस्य, पत्र
२६ २७
તેઓ મહાપાપી છે કે જેઓ મહાઆશાતના કરનારા છે કારણ કે તેઓ ઘણા ભાગે મોટા સાધુ સમુદાયની નિન્દાના અભિપ્રાયવાળા છે અને શ્રી જિનેશ્વર મહારાજનાં વચનને લોપવાની ધારણાવાળા છે. વળી અધિકક્રિયા (જો અપર્વના પૌષધનો નિષેધ કરતાં અપર્વ પૌષધ કરવા) માં પ્રવૃત્તિ શ્રી જિનેશ્વરના વચનની અશ્રદ્ધાવાળાને જ હોય (છતી વિધિ ઓળવીને શ્રી જિનેશ્વરની આજ્ઞાને નામે પર્વલોપથી બચનારની દશા તો આથી પણ અકથ્ય જ કહેવાય.)
त्वयाऽपि पर्वतिथिव्यतिरिक्तातिथिषु पौषधकरणास्याङ्गीकाराच्च, क्षीणाष्टमीपौषधस्यापर्वरूपसप्तम्यां क्रियमाणत्वेनाङ्गीकारस्यापलपितुमशक्तेः प. २७
(ખરતરને કહે છે કે) તેં પણ પર્વતિથિ સિવાયની તિથિઓમાં પૌષધ કરવાનો અંગીકાર કરેલો છે. કેમકે ક્ષય પામેલ આઠમના પૌષધને અપર્વરૂપ એવી સાતમમાં કરાતો હોવાથી તે કરેલાને ઓળવવાનું બની શકે જ નહિં. (આ સ્થાને ઉદયની અપેક્ષાએ સપ્તમી એમ કહ્યું છે. આગળ પણ ઉદયની અપેક્ષાએ તેરસે પૂનમ એમ કહ્યું છે. બધી ધર્મઆરાધનાની અપેક્ષાએ તો આઠમ જ અને ચૌદશ જ ગણાય છે) અપર્વનો ક્ષય અને વૃદ્ધિ માનનારા આરાધનામાં પ્રથમા અને ટીપ્પણા પક્ષમાં સપ્તમી વિભક્તિ માની શકશે, પણ ભેળસેળવાળાથી પ્રથમા મનાશે જ નહિં.
चतुर्दशीपाते पाक्षिकप्रतिक्रमणं चातुर्मासिकप्रतिक्रमणं च पञ्चदश्यामेवेति प. ३५
ચૌદશના ક્ષયે પક્ષીડિક્કમણું તેરસે અને ચૌદસીપડિક્કમણું પૂનમે કરવું એમ ખરતરોનું કથન છે ધ્યાન રાખવું કે ખરતરો પણ પર્વને લોપનાર કે ભેળસેળવાદી બનતા નથી.
तथेयमपि तिथिनां वृद्धौ हानौ च का तिथिरूपादेवा का च त्याज्या पत्र ५१
તેવી રીતે આ તત્વતરંગિણી પણ તિથિની વૃદ્ધિ અને હાનિમાં કઇ તિથિ લેવી અને કઈ તિથિ છોડવી એવી વ્યવસ્થા બતાવે છે. (અહીં પણ કઇ તિથિમાં કરવી અને કઈ તિથિમાં છોડવી એમ કહી ભેળસેળપણું જણાવતા નથી.
१ पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वश्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः, क्रियते, त्रयोदश्यां विस्मृतौ प्रतिपद्यपीति. ( श्रीहीर०)
આમાં પૂનમના ક્ષયે પૂનમનું તપ ચૌદશે કરવાનું નથી કહેતા, તેમ તેરસે કરવાનું પણ નથી કહેતા, પરંતુ તેરસ ચૌદશે કરવું કહે છે. એટલે સ્પષ્ટ થાય છે કે તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવી તેરસે ભુલી જવાય તોપણ ચૌદશે કરવાનું કહેતા નથી, પણ પડવે કરવાનું કહે છે. એટલે તેરસે ચૌદશ ન કરી તો પછી પડવે જ પૂનમ કરવી કહે છે. છઠ માટે કહેતો પછી બે એક વચન ન બને.