________________
(૨૫)
२ पूर्णिमावास्ययोः पूर्वमौदयिकी तिथिराध्यत्वेन व्यवह्रियमाणाऽसीत्, केनचिदुक्तं तातापादाः पूर्वतनामाराध्यत्वेन प्रसादयंति तत् किमिति प्रश्नः, अत्रोत्तरं - पूर्णिमामावास्ययोर्वृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया.
આમાં પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિ થાય ત્યારે બીજીને ઉદયવાળી માની છે અને પહેલી ઉદયવાળી માની નથી. એટલે ખોખા પૂનમ કે અમાવાસ્યા માનનાર જુઠા ઠરે છે. યાદ રાખવું કે ઉદયને લીધે જ તિથિ ગણાય છે. જેમ તે પહેલો ઉદય પૂનમનો ન ગણાય તેમ ચૌદશ પણ પર્વતિથિ હોવાથી તે બીજો ઉદય ચૌદશ તરીકે ગણી ચૌદશનો ઉદય તેરસનો ગણી બે તેરસો ગણવાનું સ્પષ્ટપણે જણાવે છે. તેરસે પૂનમનું કરવાનું કહેનારે તેરસ પૂનમનો ઉદય બતાવવો. ઉદયના કાર્યોમાં પડિક્કમણાની સાથે પચ્ચખ્ખાણ પણ ઉદયમાં જ કરવાં કહ્યાં છે. શ્રાદ્ધવિધિમાં તો પચ્ચખ્ખાણ વખતની તિથિ જ આખો દિવસ માનવા કહ્યું છે. માટે સાચું એજ છે કે ઉદયનો સિદ્ધાંત ક્ષય વૃદ્ધિના પ્રસંગ સિવાય જ બન્ને છે. અને તેથીયરીના અર્થ પૂજા પડિક્કમણ વખતની કરે તો આજ્ઞાભાદિ જાણવાં.
३ पर्युषणोपवासः पञ्चमीमध्ये गण्य ते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-पर्युषणोपवासः पष्ठकरणसामार्थ्याऽभावे पञ्चमीमध्ये गण्यते, नान्ययेति । पत्र ४
પજુષણનો ઉપવાસ પાંચમમાં ગણવો કે, નહિ આ પ્રશ્નમાં ઉત્તર દે છે કે છઠ કરવાની શક્તિ ન હોય તો પજુસણનો ઉપવાસ પાંચમમાં ગણવો. (આ ઉપરથી ભાદરવા સુદ પાંચમને અપર્વ ગણી ક્ષય કે વૃદ્ધિવાળી માનનારા શાસ્ત્રના વિરોધી છે એમ નક્કી થાય છે.)
४ यदा चतुर्दश्यां कल्पो वाच्यते, अमावास्यादिवृद्धौ वाऽमावास्यां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्ठतपः क्क विधेयम् ? इति प्रश्नोऽत्रोत्तरम् - षष्ठपोविधाने दिननैयत्यं नास्ति इति यथारुचि तद्विधीयतामिति कोऽत्राग्रहः ? प्रकाश ३ पत्र १८
જ્યારે ચૌદશે કલ્પસૂત્ર વંચાય અથવા અમાવાસ્યા વગેરેની વૃદ્ધિ હોય અને અમાવાસ્યા કે પડવે કલ્પસૂત્ર વંચાય ત્યારે છઠની તપસ્યા ક્યારે કરવી એ પ્રશ્ન આનો ઉત્તર-છટ્ટની તપસ્યા કરવામાં દિવસનું નિયમિતપણું નથી, માટે રૂચિ પ્રમાણે તે કરવો, એમાં આગ્રહ શો ? આમાં પ્રથમો તો ચર્તુદશીની વૃદ્ધિ હોવા સાથે આગળ ક્ષય હોય તો બીજી ચૌદશ કહેવી જોઇએ તેમ નથી કહેતા, વળી અમાવાસ્યાની વૃદ્ધિએ બીજી અમાવાસ્યાએ જ કલ્પવાચન આવે છતાં દ્વિતીય અમાવાસ્યા નથી કહેતા, એ ઉપરથી ચૌદશ અમાવાસ્યા બે નહોતી મનાતી એમ નક્કી. થાય છે.
५ येन शुल्कपञ्चम्युञ्चारिताभवति स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनकं करोति उत यथारुच्या ? इति प्रश्नोऽत्रोत्तरम् - येन शुल्लपञ्चम्युञ्चरिता भवति तेने मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्यः, अथ कदाचिद् द्वितीयातः करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिबन्धो नास्ति, करोति यदा भव्यमिति, प्रकाश ४ पत्र ३०
જેણે જ્ઞાનપંચમી ઉચરી હોય તે જો પજુસણમાં બીજથી અટ્ટમ કરે તો પાંચમે એકાસણું કરે કે નહિં ? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે જેણે જ્ઞાનપંચમી ઉચરી હોય તે મુખ્યત્વે ત્રીજથી અટ્ટમ કરે, પણ કદાચ બીજથી કરે તો પાંચમે એકાસનાનો નિયમ નહિં જો કરે તો સારૂં. આ ઉપરથી નક્કી થાય છે ભાદરવા સુદ પાંચમ પર્વતિથિ છે અને તેથી તેનો ક્ષય કે વૃદ્ધિ શાસ્ત્રાનુસારીઓથી થઇ શકે જ નહિં.