________________
(૨૩) वर्षणं. तदंधमुखमण्डनं यदबुधजने भाषण॥१॥मिति काव्यं कविभिर्भबन्तमेवाऽधिकृत्य विदधे, यदेवमपि निरूपितं न स्मरसि, ननु भो विद्वद्वरैयत्तावदुक्तं "क्षीणायां प्राचीना तिथिह्या." प. १४
ખરતર શંકા કરે છે કે કાલકાચાર્યના વચનથી ચૌદશ અને શાસ્ત્રના વચનથી પૂનમે પણ ચૌમાસી યોગ્ય છે. પણ તેરસને દિવસે તો તેને ચૌમાસી છે એમ કહી શકાય જ નહીં માટે તમે શ્રી કાલભાચાર્ય અને શાસ્ત્ર એ બન્નેના વિરાધક થયા માટે તમોને જ પૂર્વે જણાવેલ દોષો લાગવાના છે. પણ અમને નહિં લાગે એવી શંકાના ઉત્તરમાં જણાવે છે કે શું પહેલાં વિસ્તારથી સમજાવ્યું ત્યારે કાનમાં આંગળીઓ ઘાલી હતી કે જેથી આવી રીતે ઘંટ વગાડીને કહેવાયા છતાં પણ હજી તું તે દિવસને તેરસ જ કહે છે. (આગળ ચોકખી રીતે કહ્યું છે કે ચૌદશના ક્ષયની વખતે તેરસને તેરસ કહેવાની જ નથી, પરંતુ ધર્મના કાર્યમાં તે દિવસે ચૌદશ જ છે એમ કહેવાનું છે અર્થાત્ આ ઉપરથી સ્પષ્ટ કર્યું છે કે ચૌદશના ક્ષયની વખતે ટીપ્પણાની તેરસનો ક્ષય જ ધર્મારાધનમાં કરવાનો છે.) અથવા તો રણમાં રોયા, મુડદાના શરીરને નવરાવ્યું. કુતરાનું પુછડું નમાવ્યું, હેરાના કાનમાં જાપ કર્યો, ઉખરમાં કમલ રોપ્યું, ઉખરમાં ઘણું વરસ્યું, આંધળા આગળ મોડું શોભાવ્યું જે મૂર્માની આગળ કથન કર્યું ૧ આ કાવ્ય તમને ઉદેશીને જ કવિઓએ કહેલું છે. કેમકે આવી રીતે સ્પષ્ટપણે ધર્મઆરાધનામાં તેરસનું નામ જ ન લેવાનો અને ચૌદશ જ છે એમ કહેવાનો વ્યવહાર છે એમ જણાવ્યું છતાં યાદ નથી રાખતો. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય માની ચૌદશ જ છે એમ જે માને અથવા તેરસ ચૌદશ આદિને ભેગાં માને તેને મૂર્ખશિરોમણી તરીકે સ્પષ્ટપણે શાસ્ત્રથી જણાવ્યો છે. વળી ખરતર કહે છે કે હે વિદુત્તમ ! તમોએ જે કહ્યું કે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પહેલાની તિથિ ધર્મારાધનામાં લેવી (આ ઉપરથી પણ પહેલાની તેરસ આદિને ચૌદશ આદિપણે લેવાનું કહે છે, પણ ભેગાં કરવાનું તો કોઈ પણ શાસ્ત્રકારે કોઈપણ જગો પર લખતા નથી. તેમ પરંપરા પણ નથી.)
ओत्सर्गिकप्रवचनापेक्षयाऽऽपवादिकप्रवचनावचनानुयायित्वात् पत्र १६
ઉત્સર્ગ એવા શાસ્ત્રના વચનની અપેક્ષાયે અપવાદવાળા શાસ્ત્રના વચનને અનુસરવાળા હોય છે માટે (આ ઉપરથી જેઓ ઉત્સર્ગ અને અપવાદ તથા ઉત્સર્ગથી અપવાદની બલવત્તરતા માનવાની આગમમાં જરૂર નથી એમ કહેનારાઓ છે તેઓનું અને અજ્ઞાન ખુલ્લું પડે છે. પોતાનો ઉદય ઉત્સર્ગ છે. વખતે પૂર્વનો ઉદય લેવો પડે. બે ઉદયની વખત એક ઉદયને છોડવો પડે એ અપવાદ છે, તે તેઓને માનવો નથી. અને તેથી જ તેઓને ભેળસેળપંથી અને ખોખાવાદી થવું પડે છે, અને એ અજ્ઞાનતાને પરિણામે જ ક્ષય વૃદ્ધિની વખતે ઉદયના નામે લોકોને ભરમાવે છે.
तद्वचनाकरणे द्वयोरपि विराधकत्वापत्ते : पत्र १६ " શ્રી કાલકાચાર્યના વચનને ન માનવાથી શાસ્ત્ર અને આચાર્ય બન્નેના વિરોધી બનવું પડે છે (આવી રીતે શાસ્ત્ર અને પરંપરાથી એ અપર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ સિદ્ધ છતાં ન માને તો બન્નેના વિરાધક બને છે) ___जया य पक्खियाइ पव्वतिही पडइ तया पुव्वतिही चेव तब्भुत्तिबहुला पच्चक्खाण पूयाइसु धिप्पड़, पत्र २२
(ખરતરની વિધિપ્રપામાં જણાવે છે કે, જ્યારે પાક્ષિક આદિપર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેનાથી