________________
(૧૫)
છે એમ સ્પષ્ટ કહે છે. તેથી તેરસ ચૌદશ ભેગી કહેનારા અને લખનારા જુઠા ઠરે છે.
गौणमुख्यभेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इति पत्र ३
આમાં ટીપ્પણાની અપેક્ષાએ તેરસ હોય તો પણ ધર્મમાં તો ચૌદશ જ છે એમ કહેવું યોગ્ય છે એમ કહે છે.
अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत, आबालगोपालं प्रतीतमेव अद्याष्टम्याः पौषधोऽस्माकमिति पत्र - ४
જો એમ ન હોય તો ક્ષય પામેલી અષ્ટમીનું કાર્ય સપ્તમીને દિવસે કરતાં આઠમના કાર્ય તરીકે ન કહેવાય. બાલગોપાલમાં પ્રસિદ્ધ છે કે આજ અમારે આઠમનો પૌષધ છે. સમજવાનું છે કે તેથી સાતમ આઠમ વિગેરે ભેગા કરનારા ખોટા છે. પૌષધ ઉચરવાનો વખત સૂર્યોદય પહેલાં છે અને તે વખતથી જ આઠમ ગણી છે.
पौषधव्रतमेवाश्रित्य सामान्येन गृहीता दृश्यन्ते अस्तदपेक्षयैव युक्तयो दर्श्यन्ते पत्र. ४
બે પર્વતિથિને ભેગી કરનારથી પૌષધ તો નહિં થાય. માટે દિવસ લેવો જ પડશે. પૌષધ વ્રતને (નહિં કે ઉપવાસને) આશ્રીને સામાન્ય બધી પૂનમો લીધી છે. નહિં કે ત્રણ ચોમાસીની પૂનમો લીધી છે. માટે તે (પૌષધ) ની અપેક્ષાએ યુક્તિઓ દેખાડાય છે. પર્વતિથિ ભેગી કરવાથી બે પૌષધ તો સાથે ન જ થાય બે દિવસ લેવા પડશે.
किंच: पर्यूषणाचतुर्थ्याः क्षये पंचमीस्वीकारप्रसंगेन त्वं व्याकुलो भविष्यसि पत्र. ५
વળી પજુસણ-સંવચ્છરીના ચોથના ક્ષયે (ચોથને બીજે દિવસે) પંચમીએ પર્વ હોવાથી તે પંચમીને દિવસે સંવચ્છરી તારે (ખરતરે) કરવી પડશે અને તેથી વ્યાકુલ થઇશ. આ ઉપરથી પંચમીનું પર્વપણું ઉડી ગયું નથી એમ સ્પષ્ટ થાય છે અને તેથી પાંચમ કે ચોથનો ક્ષય થાય નહિં એમ નક્કી થયું.
चतुर्दशी पौर्णमासी चेत्युमे अप्याराधनत्वेन संमते स्तः तद् यदि भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाराधिता, चतुर्दश्याराधनं दत्तांजलीव भवेत्
આમાં ચૌદશ અને પૂનમનાં એકઠાં માનનારાઓનું સ્પષ્ટ ખંડન છે. અહિં જણાવે છે કે ચૌદશ અને પૂનમ બન્ને આરાધવા લાયક છે અને તમારી રીતિ લઇએ તો પૂનમની જ આરાધના થઇ પણ ચૌદશની આરાધનાને તો જલાંજલિ જ દેવાઇ.
किंच क्षीणपाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषणं, पंषदश्या एव चतुर्दशीत्वेन व्यपिदश्यमानत्वात्
આમાં ખરતરોને જણાવે છે કે જો ચૌદશના ક્ષયે પૂનમે અનુષ્ઠાન કરીને જો તેને પૂનમનું અનુષ્ઠાન કહેશો તો પાક્ષિક અનુષ્ઠાનનો લોપ આવશે અને તેને પક્ષીનું અનુષ્ઠાન કહેશો તો પૂનમનો ક્ષય ન માનતાં પૂનમ માનો અને ચૌદશનું અનુષ્ઠાન કરો તો જુઠ લાગશે.