________________
(૧૬) कारणविशेषमन्तरेण तत्र त्रयोदशीतिव्यपदेशशंकाऽपि न विधेया पत्र ७
આમાં સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ મુહૂર્તાદિક કારણ મોટું ન હોય તો ચૌદશના ક્ષયે તેરસને તેરસ કહેવાની શંકા પણ ન કરવી. અર્થાત્ આરાધનામાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસ ક્ષય જ કરવો.
तिथिक्षये पूर्वेव तिथिाह्या, वृद्धौ चोतरैव ग्राह्या, उपादेयेत्यर्थः प. ३
બીજ આદિ તિથિના ક્ષયે તેની પહેલાની પડવા આદિતિથિ બીજપણે લેવી એમ કહે છે. પડવા આદિને દિવસે ભોગવટાથી તો બીજઆદિ હતી જ, તો પછી આ વાક્ય જ શા માટે? અને ઉદયથી પડવા આદિને બીજ આદિ ઠરાવે તો પછી પડવાઆદિનો ક્ષય આપો આપ થયો તેમ વૃદ્ધિમાં બીજીને જ તિથિ માનવી એટલે પહેલાના દિવસને તિથિ ન માનવી, એટલે આપો આપ બે પડવા આદિ થયા, યાદ રાખવું કે પૂર્વતિથિમાં અને ઉત્તરતિથિમાં એવો અહિં અર્થ કરનારા જુઠા છે.
अष्टम्यादितिथिक्षये सप्तम्यदिरुपा प्राचीना तिथि: चदुर्दशीक्षये चोत्तरा पञ्चदशी ग्राह्या प. ३ .
અહિં ખરતરોને અંગે પણ અષ્ટમ્યાદિષયમાં સમસ્યાદિ લેવાનું અને ચૌદશના ક્ષયે પૂનમ લેવાનું કહે છે. પણ સક્ષમ્યાદિમાં કે પૂનમમાં એમ કહેતા નથી.
क्षीणमपि पाक्षिक चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धस्याप्यसंभवात्, किन्तु त्रयोदश्यामेवेत्यर्थः प. ३
અહિં શાસ્ત્રકાર જે પૂનમમાં પાક્ષિકની અપ્રમાણતા કહે છે તે ખરતરો પૂનમને દિવસે પૂનમ માને છે ને વળી ચોદશના ક્ષયે ચૌદશ કહે છે તે માટે છે વળી પૂનમમાં ચૌદશના ભોગની ગંધ નથી એમ જે કહે છે તે પણ તે વખતે પાક્ષિકની વ્યવસ્થા ભોગવાળી મળે છે માટે છે. તેરસે ચૌદશનો ભોગ છે એટલે ભોગવાળી ચૌદશ છે. આ એક સામાન્ય હકીકત છે. બાકી જેમ વૃક્ષની ટોચે વાંદરાનો સંયોગ હોવા છતાં વૃક્ષના મૂલમાં જો વાંદરાનો સંયોગ માને તો તે ખોટો ગણાય. તેવી રીતે તેરસની સવારે તો ચૌદશનો ભોગ નથી, માટે તેરસની સવારે તે ચૌદશના પૌષધ પચ્ચખાણ આદિ કાર્યો થાય છે, તે તો ભોગ વિનામાં જ છે, છતાં ક્ષયે પૂર્વાના નિયમથી તેરસનો ઉદય જ ચૌદશનો ઉદય ગણેલો છે. અર્થાત્ એકાંત ઉદયને પકડનારે તો તેરસની સવારે કે તેરસને આખે દિવસે ચૌદશનું કાર્ય ન થાય, અને બે ચૌદશે બન્ને દિવસે પૌષધ પચ્ચખાણ કરવાં જ જોઇએ અને તે હિસાબે ક્ષયે પૂર્વા અને વૃદ્ધો ઉતરાનો નિયમ વ્યર્થ જ જાય.
प्रायश्चित्तादिविधावित्युक्तत्वात्
ધર્મની આરાધનામાં ચૌદશના ક્ષયે તેરસને દિવસે તેરસ કહેવાનો સંભવ જ નથી. અને ટીપ્પણાની અપેક્ષાએ તેરસને દિવસે ચૌદશ જ છે એમ કહેવાય છે. એટલે મહાપાધ્યાયજીની વખતે પણ ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય બોલાતો જ હતો.
गौणमुख्यभेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इत्यभिप्रायेणोक्तत्वाद्वा, एतच्च त्वयाऽप्यंगीकृतभेव, अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणष्टमीकृत्यव्यपदेशं न लभेत. ३-४