________________
(૪) ભાદ્ર) સુદિ પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરવાની રીત.
નાં. દ
આ પાનું વડસ્માના ભંડારમાંનું છે. તે આ. વિજયોદયસૂરિજી મહારાજ તરફથી મળેલ છે. તે શ્રી દીપવજિયજીનો પત્ર છે. સં. ૧૮૭૧નું લખેલ છે.
શ્રીદેવસૂરગચ્છવાળા પહેલેથી જ પૂનમની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરતા જ હતા. અને એ દેવસૂરગચ્છ અને આણસૂરગચ્છનો મતભેદ છે.
નાં.૭.
આ લખાણ ૧૬મી સદીનું છે. આ. વિજયઉદયસૂરિજી મહારાજ. આ વિજયનીતિસૂરિજી મહારાજ પં. લાભવિજયજી ગણી આદિ પાસેની પ્રતો ઉપરથી ઉતારેલ છે.
પૂનમના ક્ષયે તેરસનો ક્ષય થાય, સંવત્સરી મહાપર્વ પાંચમના એકજ દિવસ પહેલાં થાય. ભાદરવા સુદ ચતુર્થી વૃદ્ધિએ પહેલી ન લેવી, બીજીજ આરાધવી.
નોં. ૮ આ પ્રત ૧૫૭૭ માં તપગચ્છીય દેવવાચકજીના શિષ્ય યશોવિજયજીએ લખી છે. તેના ઉપરથી મુનિશ્રી રૂપવિજયજી અને મુનિરામવિજયજીએ લખેલ છે.
જેવી રીતે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરાય તેવી રીતે પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી એવી પૂર્વાચાર્યની સામાચારીમાં કહ્યું છે.
ગયે વર્ષે (૧૫૭૬) શ્રી આણંદવિમલસૂરિ મહારાજે પણ શ્રાવણ સુદ પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરી હતી અને અમોને આજ્ઞા આપી હતી એ તે પ્રતના લેખકનું કહેવું છે.
નાં. ૯. આ સંવાદમાં પણ પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિનો ક્ષય કરવાનું જણાવે છે. આ પ્રત મેરૂવિજયજીના સમયમાં લખાયેલી છે.
ના. ૧૦ આ લખાણમાં ચૌદશ વધે તો પહેલી ચૌદશની બીજી તેરસ કરવી અને બીજી ચૌદશ ખડી રાખવી અને તેનું આરાધન કરવાનું જણાવ્યું છે. તેમજ પર્યુષણની પાંચમ વધે ત્યારે બે ચોથ કરી બીજી ચોથે સંવચ્છરીનું વિધાન છે. એવે ઠેકાણે સૂર્યોદયની જરૂર નથી એમ પણ જણાવ્યું છે.