________________
પૂર્વસૂરિકૃતિ સામાચારીની ભલામણ અને સાક્ષી.
નાં. ૩ આ પ્રત શ્રી દેવવાચકજીએ પૂર્વ સામાચારીમાંથી લખી. તેના ઉપરથી ૧૫૬૩માં ખંભાતમાં તેમના શિષ્ય યશોવિજયજીએ લખી. પછી તે વિનયવિજયજી મહોપાધ્યાયના શિષ્ય પં. મોહનવિજયજીએ સુરતમાં લખી છે.
પર્વતિથિ ક્ષય વૃદ્ધિ સંબંધી મેરૂવિજયજીની સામાચારી જોવાની ભલામણ. પંચમીના ક્ષયે અને વૃદ્ધિએ તૃતીયાના ક્ષય અને વૃદ્ધિનો આદેશ. પૂનમ-અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી. પર્વતિથિની ક્ષય વૃદ્ધિ ન થાય તથા પર્વતિથિઓ કઈ કઈ ? સામાચારીનો પુરાવો.
ના. ૪ આ પ્રતનું નામ પર્વતિથિ નિર્ણય છે. તેના અંતે તપાગચ્છીય રૂપવિજયજીએ આ પ્રત ૧૭૭૩ના વૈશાખ વદી ચોથે લખેલી હતી. તેમાં પ્રાન્ત આ લખાણ હતું.
પૂનમ આદિની ક્ષય વૃદ્ધિએ તેરસ આદિની ક્ષય વૃદ્ધિ બરાબર છે. ભાદરવા સુદિ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય પરંપરાગત છે અને શાસ્ત્રીય છે. તપાગચ્છીની સામાચારી આ પ્રમાણે જ છે. આ પ્રત આ. વિજયદર્શનસૂરિજી મહારાજની પાસેથી આવી છે.
નાં. ૫ સં. ૧૭૯૨ની પ્રતમાં (નં.૧ વાળી પ્રતમાં) અંત્યભાગે જે ભલામણ કરી છે કે વિશેષ જિજ્ઞાસુએ વૃદ્ધદેવેન્દ્રસૂરિકૃતિ સામાચારી જોવી તે યતિદિનકૃત્યસામાચારીની આ પ્રત છે, તેનાં પાનાં ૧૩૦ છે, તેમાં પત્ર ૩૭, ૩૮, ૩૯ મેં ધર્માધિકાર નામે વિભાગ છે તેની અંદર આ તિથિ સંબંધી નિશ્ચય કરવામાં આવ્યો છે, તેનો ઉતારો છે.
જૈનટીપ્પણાને હિસાબે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય.
ભાદરવા સુદિ પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરવાની આજ્ઞા અને શાસ્ત્રાર્થથી સિદ્ધ કરેલ ત્રીજનો જ ક્ષય. - પૂનમ આદિ પર્વતિથિની ક્ષય વૃદ્ધિએ તેરસ આદિની ક્ષયવૃદ્ધિ શાસ્ત્રોક્ત છે. પરંપરાગત