________________
(૨) આગળ ઉપર જણાવેલ પ્રતોમાં તિથિ બાબતમાં એકસરખા પાઠો લગભગ છે. તેથી તેનું ભાષાંતર આપ્યું નથી પણ પૂનમની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ તથા ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ભાદરવા સુદ ૩ની ક્ષય વૃદ્ધિની
તારવણી નીચે પ્રમાણે છે. આ પુસ્તકમાં છપાયેલ પુરાવા સંબંધી નોંધ અને તારવણી
નાં. ૧ આ પ્રત સાં. ૧૭૯૨ની છે. આ પ્રત ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય પંડિત રૂપવિજ્યજીએ લખેલી હતી, તેની ઉપર શ્રીરામવિજયજીએ સાં. ૧૭૯૨ની સાલમાં જેઠ સુદિ સાતમે બુધવારે થરાદમાં લખેલી છે. ૧. પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિનો ક્ષય થાય. ૨. “ પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વતિથિ બેવડાય. ૩. પૂનમ અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય થાય. ૪. પૂનમ અમાવાસ્યાના વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય. ૫. ભાદરવા સુદિ પની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ થાય. ૬. જૈનશાસ્ત્રાનુસારે પર્વતિથિ (આરાધના) વધે ધટે નહિ. ૭. વિશેષજિજ્ઞાસુને વૃદ્ધ દેવેન્દ્રસૂરિકૃત યતિદિનકૃત્યસામાચારી જોવાની ભલામણ. ૮. પંચકવૃદ્ધિની અપેક્ષાએ દિવસો ૫૦ અને ૭૦ ગણ્યા છે. બાકી સંવચ્છરીની ચૌમાસી અને સંવચ્છરીનું અંતર લેવું અને તેથી સંવચ્છરીની રાત આગળના વર્ષમાં આવે.
. નાં. ૨ આ પ્રતનું નામ તપાગચ્છની પર્યુષણા સમાચારી છે, તેમાં એક કુલમંડનસૂરિજીકૃત આલાપક છે, તિથિહાનિવૃદ્ધિ પ્રશ્નોત્તર છે અને પછી આ લખાણ છે, ત્યારબાદ અધિકમાસની પર્યુષણા સામાચારી છે. આ પ્રત મહોપાધ્યાય શ્રી દેવવિજયજીના શિષ્ય મુનિ જંબુવિજ્યજીએ લખેલી છે.
પર્વતિથિઓ કઈ કઈ ? પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરવી. તે ક્ષય વૃદ્ધિ કરવાની રીત. એવી જ રીતે ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરવાનો આદેશ.