________________
(ટાઈટલ પા. ૪ થી ચાલુ)
પ્રતિક્રમણને માટે તિથિની વૃદ્ધિહાનિ કે માસની વૃદ્ધિહાનિનો હિસાબ નહોતો, પરન્તુ ચોમાસીથી સંવચ્છરીના આંતરાના પચાસ દિવસ માટે તો બરોબર દિવસનો જ હિસાબ હતો, અને તિથિનો હિસાબ નહોતો. કારણ કે સર્વ જૈનો જાણે જ છે કે અષાઢ ચોમાસીથી દશ વખત પંચક વૃદ્ધિથી સામાન્ય રીતે પર્યુષણા થતી હતી. તો પછી જો વઘઘટ લેવામાં આવે તો દશ પંચકો થાય જ નહિં. માટે એ હિસાબે બરોબર પચાસ દિવસો જ થવા જોઇએ અને ગુરૂવારે ચોમાસી થયેલી હોવાથી ગુરૂવારે સંવચ્છરીવાળાને પચાસ દિવસ બરોબર થાય. ધ્યાનમાં રાખવું કે લોકોત્તરઋતુના હિસાબે અષાઢ ચોમાસીથી સંવચ્છરી વચ્ચે ક્ષીણતિથિ આવતી જ નથી અને સંવચ્છરી પછીના દહાડામાં જ અવમરાત્ર આવે છે, આસાન વર્તુલવવā અને સયંમિ પવ્યમિ વગેરે લૌકિક ઋતુના છે એમ જ્યોતિષ્મદંડકટીકા વગેરે સ્પષ્ટ કહે છે. પણ તેમાં કંઈ ચઉદપંચકો લેવાયાં નથી અને લેવાતાં પણ નથી. માટે ગુરૂવારે સંવચ્છરી કરાય તો અસલના સાચા માર્ગને મળાય વર્તનામમાં લૌકિક ટીપ્પણાં મનાય છે તો તેની લીધેલી તિથિઓ પણ આરાધનાની રીતિએ લેવાય માટે ભાદરવા સુદની બે પાંચમો હોવાથી બે ત્રીજ ગણાયાથી ચોથ ગુરૂવારે પચાસ જ તિથિ થાય. ચૌદશ આઠમનો ટીપ્પણામાં ક્ષય હશે તો પણ આરાધનાવાળા સવારથી જ ચૌદશ આઠમ માનશે બીજાઓ ગુરૂવારે પાંચમ કરવાના નથી અને લોકોની આગલ ખોટું બોલે છે. ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય કરી ચૌદશ માની પૌષધ કરનારને તેરસનો પૌષધ કર્યો કહેનાર જેવો ગણાય તેવો જ ગુરૂવારે પાંચમ છે એમ કહેનાર ગણાય. માટે ટીપ્પણાથી બુધવારે ચોથ ગુરૂવારે પાંચમ છે એમ આરાધનાવાળાથી કહેવાય જ કેમ ?