________________
શ્રી સિદ્ધચક્ર
૫૦૮
મૂર્તિ પૂજા નહિ માનનારાને કંઈક ?
વાચકે ધ્યાન રાખવું કે ત્રિલોકનાથ તીર્થંકરની પ્રતિમા કે જેની પૂજ્યતા અને આરાધ્યતા સૂત્રોમાં સ્થાને સ્થાને કહેવામાં આવેલી છે તે મૂર્તિની પૂજાને અંગે પત્થરપૂજા ગણનારા લોકો આવા મરણ પામતા સાધુઓના મહોત્સવને કહે તો તેઓની પૂજા એ મૃતકપૂજા અને તે લોકોને મૃતકના પૂજારી કહેવામાં કોઈપણ પ્રકારે કઠોર વચન ગણાય નહિ. શ્રાવકોએ સાંવત્સરિક મહિમા કરવો જ જોઈએ ?
૨ આવશ્યક નિર્યુક્તિમાં ભગવાન વજ્રસ્વામીજીની વખતે પૂરિકાનામની નગરીમાં રાજા બૌદ્ધ હતો અને તે છતાં બૌધ્ધ લોકોને શ્વેતાંમ્બર જૈનસમાજની ધનાઢ્યાને લીધે મળતી પૂજાની સામગ્રીમાં રિફાઈ કરતાં બૌદ્ધ સમાજ કોઈ પણ પ્રકારે ટકી શકતો નહોતો એટલે પૂજાની સામગ્રી યથેષ્ટ પ્રમાણે મેળવી શકતો નહોતો ત્યારે
તે બૌદ્ધ લોકોએ પોતાના રાજાને રાજ ધર્મ છોડાવીને કેવલ આગ્રહી સ્થિતિમાં મૂક્યો અને તે એટલે સુધી કે અઢળકધન ખરચતાં પણ માલી લોકો પાસેથી જૈન ધર્મને પાલનારા લોકો ત્રિલોકનાથ તીર્થંકરની
પૂજાને માટે પૂષ્પો મેળવી શકે નહિ એવો હુકમ જાહે૨ કરાવ્યો એટલું જ નહિ પણ શ્રાવક પોતાના ઉપભોગને નામે પણ ફુલો લઈને મન્દિરે ન ચઢાવે માટે તેઓના પોતાના ઉપભોગને માટે પણ જૈનોને ફુલો દેવાની માલીઓને મનાઈ કરવામાં આવી. આવી સ્થિતિ કેટલોક કાલ ચાલ્યા પછી જ્યારે
તા. ૪-૯-૧૯૩૭
પર્યુષણા (સંવચ્છરી) ની અઠ્ઠાઈનો ટાઈમ આવ્યો ત્યારે તે શ્રાવકો પણ અત્યંત તે પુષ્પના મનાઈ હુકમથી પીડિત થઈ ગયા. (આ જગા પર વાચકવૃંદે એ વસ્તુ વિચારવાની છે કે સાધુઓને જેઓ ગૃહિજ્ઞાત પર્યુષણાની સાથે સાંવત્સરિક પર્યુષણાને એકઠી કરવા માટે એટલે એકજ માનવા જેઓ તૈયાર થાય છે તેઓએ વિચારવું જોઈએ કે સાંવત્સરિક અઠ્ઠાઈનો મહિમા તો દેવતાઓ પણ નંદીશ્વરદ્વીપે કરે છે અને શ્રાવકોને પણ પોતપોતાના સ્થાને સાંવત્સરિક અષ્ટાન્તિકાનો મહિમા કરવો જ પડે છે અને તે દેવતા અને શ્રાવકોને કંઈ પંચક પંચક વૃદ્ધિનો સંબંધ હોતો નથી. એટલુંજ નહિ પણ જેટલા ક્ષેત્રોમાં શ્રાવકોની વસ્તી હોય તે સર્વસ્થાને સાંવત્સરિક પર્યુષણાની અઠ્ઠાઈ વખતે સાધુઓ હોય જ એવો ભય રહે નહિ અને છે પણ નહિ તો પછી શું તેઓ સાધુના ક્ષેત્રવાળા શ્રાવકો જુદી સંવત્સરીની અઠ્ઠાઈ કરે. સાધુમહાત્માઓ જે ક્ષેત્રમાં ચોમાસું હોય તે ક્ષેત્રના શ્રાવકો જુદી સંવત્સરી કરે, તેમજ દેવતાઓ પણ જુદી સંવત્સરી કરે, એ વસ્તુ જૈનશાસનને અને જૈનધર્મને વ્યવસ્થાસર રાખવાવાળી ગણાય ખરી ? આ બધો વિચાર કરતાં
સુજ્ઞવાચકને સ્પષ્ટ માલમ પડશે કે વૃત્તિઅજ્ઞાત કે જ્ઞાત પર્યુષણા હાય ત્યારે હોય, તો પણ સાંવત્સરિક પર્યુષણા તો શાસ્રકારના મુખ્ય નિયમ પ્રમાણે ભાદરવા સુદ પાંચમના અંત્ય દિવસવાળી અને ‘પ્પફ સે આરોવિ પત્નોસવિત્ત'