________________
શ્રી સિદ્ધચક્ર
૪૯૮
પ્રથમ તો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભગવાન મહાવીર મહારાજા કરતાં પહેલાંના તીર્થંકરોએ ચાર જ મહાવ્રતો આદર્યાં. પ્રરૂપ્યાં અને ઉચ્ચરાવેલાં છે. માટે જ જાનો રીવાજ ચાર મહાવ્રતો અંગીકાર કરવાં એજ વ્યાજબી હતો, પરન્તુ જે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પાંચ મહાવ્રતો કહ્યાં તે માનવા, અને જે સાચા યુગપ્રધાન કે જેઓની યુગ પ્રધાનતા માટે પચાંગીકારો સાક્ષી પુરે છે. તેઓની આચરેલી અને પ્રવર્તાવેલી એવી ચોથ ન માનવી તેનો અર્થ ઘેલીના પ્રેરણા જેવો જ ગણાય. વળી જો પહેલાના રીવાજને જ અનુસરવું એ શ્રેષ્ઠ છે એમ ગણીએ તો ભગવાન ઋષભદેવજી મહારાજ કરતાં પહેલાનાં અઢાર ક્રોડાક્રોડી સાગરોપમ જેટલા લાંબા વખતમાં કેવલ ભાઈન્હેનોના જ ઘર મંડાયાં છે. માતાપિતાના દેવાથી પરિણયનવિધિથી લગ્ન થયા પછી ઘર · મંડાવાનો રિવાજ એક ક્રોડાક્રોડ સાગરોપમ જેટલા વખતનો પણ પૂરો નથી, તો પછી શું જીના રીવાજના નામે પંચમીની સંવચ્છરી કરનારાઓ અઢાર ક્રોડાક્રોડ સાગરોપમના રીવાજને અનુસરે ખરા ? અને કદાચ અનુસરવાની હા કહે કે ઉશૃંખલ થઇને અનુસરે તેને જગતમાં બે પગે ચાલનારો મનુષ્ય પણ મનુષ્યપણાની ગણતરીમાં ગણે ખરો ?
ચોથની સંવત્સરી થયા પછી પાંચમની બોલનાર કેવા?
સુજ્ઞ વાચકવૃંદ એકી અવાજે એજ કહેશે કે જાના રીવાજના નામે બહેનની સાથે ગૃહવાસ
તા. ૪-૯-૧૯૩૭
કરનારો મનુષ્ય મનુષ્ય તરીકે ગણાય જ નહિં. તો પછી જુના રીવાજને નામે પંચમીની સંવચ્છરીને માનનાર, કરનાર કે કહેનાર મનુષ્ય પોતાનો જૈન હોવાનો દાવો કરી શકે જ કેમ ? આ વાત ધ્યાનમાં રાખીને જ આવશ્યકતાની ટીકામાં આચાર્ય મહારાજ શ્રીમલયગિરિજી સૂત્ર વિગેરેમાં જણાવેલા સાત આઠ નિન્હેવોને અને સૂત્ર પુસ્તકારૂઢ થયા પછી ઉપધાનને ઓળવવા આદિકદ્વારાએ થયેલા નિવોને અવ્યક્ત કહે છે. અર્થાત્ તેઓ નથી તો જૈન તરીકે, કારણકે જિનેશ્વરના આગમોને બરોબર માનતા નથી, તેમજ નથી તો પરપક્ષ એટલે અન્ય મતી તરીકે, કારણ કે તેઓ અન્યમતના હરિહરાદિને માનનારા પણ નથી, અર્થાત્ સૂત્ર અર્થ કે તદુભયના પ્રત્યનીકો નથી, સ્વતીર્થી તરીકે કે નથી તો પરતીર્થી તરીકે. ભગવાન હરિભદ્રસૂરિજી પણ તે નિન્દવોને અવ્યક્ત માનીને જ તેને નિમિત્તે કરેલા અશન ખાનપાન સ્વાદિમ વસ્ત્ર પાત્ર કે ઉપાશ્રયાદિની સાધુને વાપરવામાં ભજના જણાવે છે. જો તે નિન્હેવો સ્વપક્ષી એટલે જૈન તરીકે હોય તો તેને માટે કરેલા અશનાદિનો સર્વથા પરિહાર જ કરવો પડે, અને જો તે નિહવોને અન્યમતી ગણવામાં આવે તો તેઓને માટે કરેલા અશનાદિને અંગે પરિહારનો સંભવ જ ન રહે, પણ તે નિન્દવો નથી તો જૈનધર્મી કે નથી તો અન્યધર્મી, એમ કહીને જ નિર્યુક્તિકાર મહારાજા વિગેરે પણ તેઓને અવ્યક્તજ જણાવે છે. જો કે કેટલીક વખત જૈન અને જૈનેતર તરીકે વિભાગ કરવાનો હોય ત્યારે તે નિન્ડવોને પણ જૈન તરીકેના વિભાગમાં જ