________________
શ્રી સિદ્ધચક્ર
૪૯૯
ગણવા પડે છે. કારણ કે તેઓનો વેષ લોકોમાં જૈન તરીકે પ્રખ્યાતિને પામેલો છે અને તેઓ પોતાને લોકોમાં જૈન તરીકે ઓળખાવે છે અને તેથી જેમ આજીવિકા માત્રને અંગે દ્રવ્યથી સાધુપણું ધારણ કરનારા થઇને પછી પણ સાધુપણામાં આધાકર્મી આદિનો ભોગ છકાયનો વધ વિગેરે કરવાવાળા હોઇને શાસ્ત્રકારો જેઓને વાસ્તવિક રીતે ઉભયથી ભ્રષ્ટ જણાવે છે છતાં પણ વ્યયવહારિક રીતિએ જ્યારે ભોગી અને ત્યાગીનો વિભાગ કરવામાં આવે ત્યારે તેવા ઉભયભ્રષ્ટોને પણ નામથી ત્યાગી વર્ગમાં જ ગણવામાં આવે છે. તેવી રીતે ઉપર જણાવેલા અવ્યકતોને પણ જૈન અને જૈનેતર તરીકે વિભાગ કરતાં જૈન તરીકે જ ગણાવવા પડે. પણ તેટલામાત્રથી જેમ ઉભયભ્રષ્ટોનું છઠ્ઠા સાતમા ગુણઠાણાની અપેક્ષાએ સાધુત્વમાં સ્થાન નથી. તેવી રીતે જીનેશ્વર મહારાજની આજ્ઞાને શિરોધાર્ય માનનારા હોય તેવાને જૈન કહેવાય, તે અપેક્ષાએ તે અવ્યક્તોને પણ જૈન કહી શકીએ જ નહિ, પણ ઉપર જણાવ્યા પ્રમાણે વ્યવહારથી તેઓને જગત જૈન તરીકે ઓળખે છે અને તેઓ પોતે પણ પોતાને જૈન તરીકે ઓળખાવે છે. તેથી તેઓને જૈનની કોટિમાં વ્યવહારથી ગણીએ તો પણ અનુચિત તો નથી જ. આ વાતનો વધારે વિસ્તાર અત્ર ન કરતાં વિભાગની દૃષ્ટિએ એટલું જ કહી શકીએ કે શ્વેતામ્બર જૈનોમાં ભાદરવા સુદ ચોથ અને પાંચમ માનનારા બે વિભાગ છે. જો કે પાંચમ માનનારા વિભાગમાં કેટલોક ભાગ ઉદયવાળી પાંચમને
.
તા. ૪-૯-૧૯૩૭
માનનારો હોય છે, જ્યારે કેટલોક વિભાગ પડિક્કમણાની વખતે આવનારી પાંચમને માનનારો હોય છે, તેથી પાંચમની સંવચ્છીને માનનારાઓમાં બે વિભાગ પડે છે, પરંતુ સૂત્રના વચનને અનુસારે યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય મહારાજે કરેલી અને પ્રવર્તાવેલી ભાદરવા સુદ ચોથની સંવચ્છરીને માનનારાઓમાં તેવો ભાદ૨વા સુદ ચોથના ઉદયનો અને પડિક્કમણા વખતે આવતી ચોથનો ભેદ
ધરાવનારા નથી. ભાદરવા સુદ ચોથની સંવચ્છરી માનનારાઓમાં કેવલ ભાદરવા સુદ ચોથ ઉદયવાળી માનવાવાળો જ વર્ગ છે. પણ પડિક્કમણા વખતે ભાદરવા સુદ ચોથ આવવી જોઈએ, એવું માનવાવાળો કોઇપણ વર્ગ નથી. કારણ કે ભાદરવા સુદ ચોથની સંવચ્છરીને માનવાવાળો સમસ્ત વર્ગ એમ માને છે કે તિથિ કે પર્વના માટે પળાતા નિયમ કે તપસ્યાની શરૂઆત સૂર્યના ઉદયથી થાય છે અને તેથી સૂર્યનો ઉદય અને તિથિનો આરંભ બે સરખા હોવા જ જોઈએ. વળી ટીપ્પણાની અપેક્ષાએ સૂર્યનો ઉદય નિયમિત
હોય છે, જ્યારે પડિક્કમણાનો વખત શાસ્ત્રકારોએ એકાન્ત નિયમિત કરેલો નથી. જો કે ઉત્સર્ગથી પડાવશ્યકરૂપ પ્રતિક્રમણને માટે દિવસ અને રાત્રિનો અંત્યભાગ નિયત થયેલો છે, છતાં પણ તે ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણને માટે પણ અપવાદપદે દિવસના બાર અને રાત્રિના બારનો સમય નિયત કરવામાં આવેલો છે, અને એજ કારણથી