________________
OOOOOOOO (ટાઈટલ પા. ૪ થી ચાલુ)
ચણ આવે તો હરકોઇ વખત પણ પૂજા માટે રાખ્યો છે, પડિક્કકમણા માટે સામાન્ય રીતે દેવસિકાદિ વિશિષ્ટ પ્રતિક્રમણની અપેક્ષાએ કાલની નિયતતા છે, પણ તે તે નિયતતા પણ શરૂઆતના કાલવાળી નથી. વળી તેનો આપવાદિક વખત રાત દિવસના બારબાર વાગ્યા સુધી પણ છે. સામાન્ય રીતે આશાતનાદિના પ્રતિક્રમણમાં તો બાર વાગ્યા પછી રાત્રિ અને દિવસનું પ્રતિક્રમણ ગણવામાં આવે છે. માટે પડિક્કમણાનો વખત તિથિની શરૂઆતની સાથે નિયત થનારો નથી. તિથિને અંગે કરાતા નિયમગ્રહણમાં વખતનો કોઇ પણ નિયમ રહે નહિ. ઉપર જણાવ્યા પ્રમાણે પ્રત્યાખ્યાનના ગ્રહણ કાલના વખતની નહિં પણ પ્રત્યાખ્યાનની શરૂઆતના કાલના વખતની સાથે જ તિથિનો સંબંધ લેવાનો છે અને તેથી શાસ્ત્રકાર મહારાજે પ્રત્યાખ્યાનવેળા જે તિથિ માનવી એમ જણાવીને સાક્ષિમાં વાયમિ ના ત્તિહિ એમ કરીને ગાથા આપી. જો આવી રીતે પ્રત્યાખ્યાનની શરૂઆતનો કાલ ન લઈએ તો નિરુપણ અને સાક્ષી બન્ને જુદા પડી જાય છે અને તેમ થવું સામાન્ય વિચારકને પણ લાયકનું ગણાય નહિ. એટલે નક્કી થયું કે તિથિજી વગેરે અને પંમિ ના ઈત્યાદિ ગ્રંથ પ્રત્યાખ્યાન આરંભ વખત અને સૂર્યોદયના વખતની સાથે તિથિનો નિયમ કરે છે, અને પૂજાતિક્રમણ આદિના વખતની સાથે તિથિ સંબંધનો વ્યવચ્છેદ કરે છે. એ ઉપરથી હવે રીટૂ ીમાળીÇ એમ કહી જે ઇતરતિથિનો વ્યવચ્છેદ કરે છે તે અનુદય તિથિનો વ્યવચ્છેદ નથી તેમ ઉદયવાળી જ તિથિ માનવી એવું એકાંત વિધાન કરનાર પણ નથી. પરન્તુ પૂજાપડિક્કમણાદિના કાલથી તિથિ માનવાનો વ્યવચ્છેદ કરે છે. એમ જો માનવામાં ન આવે જો એમ જ માનવામાં આવે કે સૂર્યોદયની વખતે જે તિથિ હોય તો સિવાયની તિથિ માનવામાં આજ્ઞાભંગાદિ દોષો જણાવવામાં આવેલા છે તો તો પહેલે નંબરે ક્ષય પામતી બીજ આદિ તિથિઓ સૂર્યોદય વિનાની જ હોય છે એ ચોક્કસ છે અને તે આરાધાય છે એમ પણ ચોક્કસ છે, તો પછી તેવી સૂર્યોદય વિનાની બીજ આદિ તિથિને આરાધનાર આખું શાસન આજ્ઞાભંગઆદિના ભયંકર દોષોમાં સપડાઈ જાય, વળી ૩ëમિ ના નિદ્દી સાપમાનું આ વાક્યને અવધારણની વિધિથી લઇને ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણે કરવી જોઈએ એમ લેવામાં આવે તો જ્યારે તિથિ બેવડી હોય અને તેના પહેલા દિવસના ઉદયમાં
રહેલી તિથિ પ્રમાણ ન ગણવામાં આવે તો સ્પષ્ટપણે કહેવું જોઇએ કે તે પહેલા ઉદયને પ્રમાણે ન ગણવો એ પણ આશાના ભંગવાળું જ થાય, એટલે કહેવું જોઇએ કે જેમ ઉદય વગરની ક્ષય તિથિને ન માનવી જોઇએ અને માને તો આજ્ઞાભંગઆદિ દોષો લાગે, તેવી રીતે બે દિવસના ઉદયવાળી તિથિએ બન્ને દિવસને પ્રમાણ ન ગણે તો તે પણ શાસ્ત્રની આજ્ઞાના ભંગ કરનાર જ થાય. કદાચ એમ કહેવામાં આવે કે ભગવાન શ્રી ઉમાસ્વાતિજીનો જે પ્રઘોષ કે ક્ષયમાં પૂર્વની તિથિ કરવી અને વૃદ્ધિમાં બીજી તિથિ કરવી. એ ઉપરથી અનુદયવાળી તિથિ કરવામાં દોષ નથી રહેતો અને ઉદયવાળી એક તિથિને ન માનવામાં પણ દોષ રહેતો નથી. આવું કહેનારે પ્રથમ તો શ્રાદ્ધવિધિના પૂર્વ વચનને ઓત્સર્ગિક માનવું જોઈએ અને શ્રી ઉમાસ્વાતિજીના વચનને આપવાદિક માનવું જોઇએ. જો શ્રી ઉમાસ્વાતિજીના વચનને આપવાદિક ન ગણવામાં આવે અને જુદો વિધિ છે એમ ગણવામાં આવે તો આજ્ઞાભંગાદિ દોષો પર્વતિથિના ક્ષય અને વૃધ્ધિમાં લાગવા જ જોઇએ. અને ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીના વચનને આપવાદિક માનવામાં આવે તો આરાધનાની અખંડિતા અને નિયમિતતાનો નાશ એ બાધનું બીજ થાય, અને જો એવી રીતે આરાધનાની અખંડિતતા આદિ બાધનાં બીજો માનવામાં આવે તો પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરવામાં આવે છે તે સર્વથા યોગ્ય જ છે, અને ઉદયનો સિદ્ધાંત બાધિત થતો હોવાથી ઉદયવાળી કરવી એમ કહેનારો મહામૃષાવાદી અને શાસ્ત્રનો અજ્ઞાન એમ ઠરે છે અને તે જ પ્રમાણે બુધવારની સંવચ્છરી કરનારા પણ જાણવા. માટે ચોથ ગુરૂવારે જ સંવચ્છરી કરવી શાસ્ત્રના વચનોને સમજનાર માટે યોગ્ય છે.