SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયને નામે ફેલાવાતો ભ્રમ उदयंमि जा तिही सा पमाणभियरीइ कीरमाणीए। __ आणाभंगडवत्था मिच्छत्तविराहणं पावे॥१॥ श्राद्धविधि આચાર્ય મહારાજ શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રી શ્રાદ્ધવિધિનામના પ્રકરણની અંદર પર્વકૃત્યોને A જણાવતી વખત બીજ આદિપર્વોની તિથિઓ આરાધન કરનારે પૂજા પચ્ચખાણ પ્રતિક્રમણ અને નિયમગ્રહણમાં કઈ રીતિએ તિથિઓ લેવી તે જણાવતાં ઉપર જણાવેલ ગાથા તિથિના ક્રમણ અને સામાન્ય જ લક્ષણ માટે જણાવેલી છે. આ ગાથાથી સામાન્ય રીતે એમ જણાવે છે કે સૂર્યોદયની વખતે જે તિથિ હોય તે (પૂજા પચ્ચદ્માણ પ્રતિક્રમણ અને નિયમગ્રહણમાં) પ્રમાણભૂત ગણવી. આ કારણથી જ શાસ્ત્રકારે | અધિકારની શરૂઆતમાં જ તિથિને અંગે સ્પષ્ટ જણાવ્યું છે કે તિથિગ્ન (પ્રમાણભૂતતિથિ) પ્રતિઃ પ્રત્યાક્યા નવેનાથ યા સ્થાન ના પ્રમા' અર્થાત્ બીજ આદિ તિથિ કઈ લેવી તેના સમાધાનમાં જણાવે છે કે , સવારે પચ્ચશ્માણની વખતે જે હોય તે તિથિ પ્રમાણે ગણવી ને લેવી. ૧ પચ્ચખ્ખાણ સવારે અને સાંજે બે વખત થાય છે. સવારે નવકારશી આદિ કરાય છે, | અને પાણહારઆદિ સાંજે કરાય છે, તેમાં સાંજના પચ્ચક્ષ્મણામાં માત્ર દિવસના છેલ્લા ભાગને મુખ્યતાએ સંબંધ છે એટલે સાંજના પચ્ચક્ષ્મણોનો મુખ્યતાએ તિથિ સાથે સંબંધ નથી. ૨ જેઓને રાત્રિભોજનના ત્યાગનું વ્રત ન હોય તેઓ દિવસ એટલે અહોરાત્ર ગણી અહોરાત્રના શેષભાગના પચ્ચશ્માણ કરે. તેથી પણ સ્પષ્ટ થાય છે કે સાંજના પચ્ચશ્માણનો અહોરાત્રની શરૂઆત સાથે સંબંધ થઈ શકે તેમ નથી. એટલે સાંજના પચ્ચક્ષ્મણનો તિથિની શરૂઆત કે વ્યાપ્તિ સાથે સંબંધ નથી. અદ્ધાપચ્ચખ્ખણમાં નવકારશી આદિ પચ્ચક્ષ્મણોનો સંબંધ જ અહોરાત્રની શરૂઆત સાથે હોય છે છે. જો કે તે નવકારશી આદિ પચ્ચક્કાણ લેવાનો વખત તો સૂર્યના ઉદયથી પહેલાનો હોય છે, કેમકે પચ્ચશ્માણનો વખત રાત્રિકપ્રતિક્રમણના તપચિંતવાણાના કાઉસ્સગ્નની વખતે છે, તે આખું રાત્રિકપ્રતિક્રમણ પુરું થયા પછી અગ્યાર પ્રતિલેખના થાય પછી સૂર્યનો ઉદય થાય એવો શાસ્ત્રનો નિયમ છે. માટે સવારે , પ્રત્યાખ્યાનની શરૂઆત વખતે જે તિથિ હોય તે જ તિથિ આખા દિવસ માટે ગણવી. આવી રીતે જણાવેલી બીજ આદિ પર્વતિથિઓ હોય ત્યારે બેસતી હોય અથવા સહાય ત્યારે ' ઉતરતી હોય તેની દરકાર પૂજાપચ્ચખ્ખાણ આદિ ક્રિયા કરનારે કરવી નહિં. પણ પ્રભાતે પ્રત્યાખ્યાનની શરૂઆત વખતે જે તિથિ હોય તેની ગણતરી ગણી તેને આધારે જ ઉપવાસ આંબિલ આદિ તિથિને લાયકનાં પચ્ચખ્ખાણ કરવાં. જો કે બીજ આદિ તિથિને અંગે એકલાં પચ્ચખ્ખાણ જ કરવાનાં હોય એમ / નથી. પણ તે જ બીજ આદિ તિથિને અંગે પૂજા પડિક્કમણમાં અને નિયમગ્રહણ પણ હોય છે. છતાં શ્રી શ્રાદ્ધવિધિકાર શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ આ વાક્યથી નક્કી કરે છે કે પૂજા વખતે પ્રતિક્રમણ વખતે કે નિયમગ્રહણ વખતે કઈ તિથિ છે કે કઈ તિથિ નથી એ જોવાનું નથી. પરન્તુ તે પૂજા પચ્ચક્ષ્મણ છે, અને નિયમગ્રહણમાં પણ તે જ તિથિ માનવી કે જે સવારના પ્રત્યાખ્યાનના શરૂઆતની વખત હોય આ હકીકત સમજતાં સ્પષ્ટ સમજાઈ જશે કે આ શ્રાદ્ધવિધિનો આ અધિકાર પ્રત્યાખ્યાનની વખતની જે # તિથિની પ્રામાણિક્તા જણાવે છે અને પૂજાઆદિના વખતની તિથિની પ્રમાણિકતાનો નિષેધ કરે છે. આ આજ કારણથી ૩મિ ના તિથી સાપના ઈત્યાદિગાથા સ્પષ્ટપણે જણાવવામાં આવી છે.) વળી શાસ્ત્રીય રીતિએ નિયમિત વખત જો કોઈનો પણ હોય તો તે સવારનાં પચ્ચક્કાણોનો જ છે વખત નિયમિત છે. પૂજા માટે સામાન્ય રીતે ત્રણે સધ્યા છે. પણ આજીવિકાની સિદ્ધિને અડ (અનુસંધાન ટા. પા. ૩ જ)
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy