SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ અને નાટકનો તેમણે ખુલ્લે ખુલ્લી રીતે વિરોધ જ કરવો જોઈતો હતો. શ્રી સિદ્ધચક્ર તરતજ ‘હા' કહે. હવે આ બાબતમાં શાસ્ત્ર શું કહે છે તે વિચારો. ભગવાનની પાસે કોઈ ભવ્યાત્મા આવીને તેમને એમ પૂછે કે મહારાજ! આપને વંદના કરું? તો ભગવાનને મૌન રહેવું પડે અને એમ પૂછે કે હે ભગવાન હું સાધુ મહારાજાને વંદના કરૂં તો તરતજ હા કહેવી પડે! બીજાને માટે ભગવાન વંદના કરવાની હા પાડે, પણ પોતાને માટે મુંગા જ રહે! મૌન જ રાખે?! કારણ?! ભગવાન હા એ નથી પાડતા અને ના એ નથી પાડતા તેનું કારણ શાસ્ત્ર એ આપે છે કે એ ભગવાનની પોતાની અંગત વાત હોવાથી જ ભગવાન તેમને ઉત્તર ન આપતાં મૌન રાખે વળી તીર્થંકરપદની પ્રાપ્તિ પછી જે વર્તન કરવાનું છે તે પોતાનો સાધુ સમુદાય ભવિષ્યમાં પોતાના જ કાર્યોને અનુસરવાનો છે એમ ધારીને જ રાખવાનું છે. હવે જો ભગવાન નાટક કરવાની હા કહે તો એનું પરિણામ પણ એજ આવે કે સરાગી સાધુઓ પણ નાટક ચેટક જોતાં શીખે! ભગવાન તીર્થંકર થયા પછી જે જે વર્તન કર્યું છે તે સઘળું વર્તન તેમણે એ વાત ધારીને જ કર્યું છે કે મારો શિષ્ય સમુદાય ભવિષ્યમાં મારા વર્તનને અનુસરનારો થશે અને તેથી મારા શિષ્યો માટે હિતકારી હોય એવું જ વર્તન કરવાની જરૂર છે. પરમહંસ અને સ્થિતપ્રજ્ઞ ઓગષ્ટ-૧૯૩૭ સુધી પોતાના દેહપર વસ્ત્ર ધારણ કર્યું હતું. તે જ પ્રમાણે ભગવાને સપાત્રધર્મ કહેવો હતો તે માટે ભગવાને પોતે જ પહેલું પારણું પાત્રથી કર્યું હતું. આ સઘળા શાસ્ત્રીયકથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભગવાનના પોતાના સઘળા વર્તનમાં એજ આશય ભગવાન અરિહંત તો કેવળ સ્વરૂપ હતા. આપણે જૈનોએ જ એમને એવા માન્યા હતા એમ નહિ, પણ એઓશ્રીના વિરોધીઓએ પણ એમને પરમહંસ અને સ્થિતપ્રજ્ઞ તરીકે ઓળખ્યા હતા. પછી એમને વસ્ત્રની જરૂર ન હતી. છતાં ભગવાને એક વર્ષ સુધી વસ્ત્ર ધારણ કર્યું હતું. કારણ પણ એજ હતું કે તેઓ શ્રીમાનને સવસ્ત્રધર્મ પ્રરૂપવો હતો. સ્થવિરકલ્પીસાધુઓને માટે વસ્ત્રવાળો ધર્મ કહેવો હતો માટે જ ભગવાને પોતે પણ એક વર્ષ રહેલો હતો કે મારું વર્તન એવું હોવું જ જોઈએ કે જે મારા શિષ્ય સંતાનોને માટે વાસ્તવિક અને અનુકરણીય હોય, અહીં કોઈ એવો પ્રશ્ન કરશે કે જો ભગવાનનું વર્તન સ્પષ્ટ આવા જ આશય પૂર્વકનું હતું તો પછી એ વર્તન મોજુદ હોવા છતાં હવે આગમોનું કામ છે? હવે આગમો નકામા છે!! આગમ શા માટે ? અહીં એવી શંકા કરવી એ સર્વથા નકામી જ છે. ભગવાને પોતે જે વર્તન કર્યું હતું તે વર્તન આપણે માટે આદરણીય છે એમાં જરા પણ શંકા છે જ નહીં. પણ મહાત્માઓના રસ્તાને બધા જ આત્માઓ અનુસરી શકે એ કદી બનતું જ નથી. કમાન્ડર-ઈન-ચીફ જે રીતનું વર્તન રાખે તેવું વર્તન - તેવી બહાદુરી લશ્કરનો પ્રત્યેક સિપાઈ દર્શાવી શકતો જ નથી. આથી જ પોતાનાથી ઓછી શક્તિવાળાને માટે કમાન્ડર-ઈન-ચીફને નવા નવા ધારા ઘડવા પડે છે. ભગવાન પણ અહીં કમાન્ડરને સ્થાને જ હતા. તેમણે પોતે જે વર્તન કર્યું હતું, તે વર્તન જો તમે કરી શકો એવી તમારામાં શક્તિ હોય તો ભગવાન કાંઈ તમોને ના પાડવા આવતા જ નથી. પરંતુ જેનાથી એ માર્ગે ન ચાલી શકાતું હોય તો તેને માટે ભગવાન તરફથી આગમ શાસ્ત્ર બતાવવામાં આવ્યું છે. આપણે અશક્ત છીએ તેથી આપણે ભગવાનના વર્તનને અનુસરી શકતા જ નથી, અને આપણને આગમને અનુસરવાનું જ રહે છે. શક્તિની આપણામાં ખામી છે તેથી જ એ ખામી ટાળવાને અંગે આગમો છે અને એ આગમો દ્વારા કથાયેલા માર્ગે આગળ આપણે શક્તિ મેળવવાની છે, આ સઘળાથી આગમની આવશ્યકતા છે એ વાત સિદ્ધ થાય છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy