________________
૪૮૭
તો શાસ્ત્રને અનુસરો
હવે આ ઉપરથી કોઈ એમ કહેવા નીકળે કે આ રીતે તો કેવળી મહારાજોના વર્તન અને શાસ્ત્ર કથન વચ્ચે વિરોધ આવે છે, તો તેનો જવાબ એ છે કે એ વિરોધ જ નથી. કેવળી મહારાજોમાં શક્તિ હતી. એટલે તેમણે એ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. આપણામાં એવી શક્તિ નથી એટલે આપણે શાસ્ત્રવચનને અનુસરવાનું છે. જો તમારા બંગલાને આગ લાગે તો તમો બારણું ખોભો કે ભીંતે અથડાયા કરો? મતલબ કે અહીં બહાર જવું એજ તમારું લક્ષ્ય હોય છે. બહાર જવું એ લક્ષ્ય ચોક્કસ, પછી જે રીતે બહાર જવાય તે રીતે બહાર જવાનું! આપણું દરેકનું લક્ષ્ય તો એજ હોવું જોઈએ અને છે કે સંપૂર્ણ તીર્થંકર, કેવળી, ક્ષીણમોહચારિત્ર વાળાના ચરિત્ર તરફ જ આપણી દૃષ્ટિ રહે પરંતુ જે અશક્તિમાન છે તેને માટે નિર્માણ કરેલા દાદરા પર તેણે ચઢવાનું છે. તીર્થંકર ભગવાનોએ જે માર્ગ દર્શાવ્યો છે અને જે ધર્મ પ્રરૂપેલો છે તે ખાલી ગમ્મત કરવા ખાતર બતાવ્યો નથી, એ ધર્મ બતાવેલો છે તે કેવળજ્ઞાન મેળવવા માટે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ બતાવેલો છે.
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭
નહીં કરનારને અધર્મી ગણશે? કદી નહીં. તીર્થંકર ભગવાનોના જીવનમાં પણ જે બનાવો કર્મના ક્ષયાદિના કારણે બન્યા છે તે જ બનાવો ભવ્યાત્માઓને માટે અનુકરણીય છે, ભગવાન શ્રી મહાવીરદેવના કેવળજ્ઞાનને ચુપકી પકડાવી હતી. હવે તેમના કેવળજ્ઞાનને કેમ ચુપકી પકડાવી હતી તેનો વિચાર કરો. ભગવાન શ્રી મહાવીરદેવ આમ્રશાલવને સમોસર્યા હતાં. એ પ્રસંગની આ વાત વિચારો. ભગવાન નાલંદા નગરીમાં સમોસર્યા છે, ત્યાં સૂર્યાભદેવ આવ્યો. તેણે સમોસરણ રચ્યું, મહાવીર ભગવાને દેશના દીધી, એ પ્રસંગે
સૂર્યાભદેવ ભગવાનને કહે છે કે હે ભગવાન! તમે તો સર્વદર્શી છો, સર્વજ્ઞ છો, ને બધુંય જાણો છો, પરંતુ આપણી ભક્તિને નિમિત્તે નાટક કરું?' ભગવાન મૌન કેમ રહ્યા
અનુકરણીય શું?
દરેક કાર્ય પ્રસંગે આપણું લક્ષ્ય તો ક્ષીણમોહનીયના કેવળીના, તીર્થંકરના પવિત્ર વર્તન તરફ જ હોવું જોઈએ. તીર્થંકર ભગવાનોએ જે જે સઘળું કર્યું હતું તે સઘળું જ આપણે માટે અનુકરણીય પણ નથી જ. તીર્થંકર ભગવાને લગ્ન કર્યા હતા માટે આપણે પણ લગ્ન કરવાં જ જોઈએ. એ વાત આ શાસ્ત્ર કદી મંજુર રાખી જ નથી, મતલબ એ છે કે તીર્થંકર ભગવાનોને કર્મોના ઉદયથી-કર્મોનો ઉદય થવાથી જે બનાવો બને તે બનાવો અનુકરણીય, આદરણીય કે વંદનીય નથી જ. શું તીર્થંકર ભગવાનના વિવાહમાં સાધુઓ જાનઈયા બનશે? અથવા અનુકરણ તરીકે વિવાહ
સૂર્યાભદેવનું વચન સાંભળીને ભગવાન શ્રી મહાવીરદેવ મૌન રહે છે. હવે વિચાર કરો કે ભગવાનને અહીં ‘હા' કહેવામાં શી અડચણ છે. ભગવાન શ્રીતીર્થંકરદેવ ક્ષીણમોહી છે. નાટકના સંબંધમાં એમને હા કહેવામાં પાપ લાગે તેમ નથી! પરંતુ તે છતાં ભગવાને કેમ હા ન કહી? તેનો વિચાર કરો હવે બીજી એ વાત વિચારો કે એમાં પાપ હતું તો ‘ના’ એવો જવાબ મહાવીર ભગવાને કેમ ન આપ્યો? જો એમને પાપ ન લાગતું હતું તો એમણે હા કેમ ન કહી? અર્થાત્ જો હા કહેવી અયોગ્ય હતી તો પછી ભગવાને ના પણ કેમ ન કહી? કોઈ એમ કહેશે કે ભક્તિનો અંતરાય પડે એટલા માટે ભગવાને ના કહી ન હતી, તો કોઈ કહેશે એ જવાબ પણ વાસ્તવીક નથી. કારણ કે પાપનો બંધ થતો હોય તો પણ ભક્તિ કરાય એ ભક્તિ કોઈપણ રીતે પસંદ કરવા જેવી નથી અને વિદ્વાનો કદી એવી ભક્તિને માન્ય પણ રાખતા જ નથી. હવે તમારે હિસાબે આ પ્રશ્નને પ્રસંગે ભગવાને શું કરવું જોઈતું હતું તેનો વિચાર કરો. તમારે હિસાબે તો ભગવાને અહીં સ્પષ્ટ રીતે ના જ કહી દેવાની જરૂર હતી
ન