________________
૪૫૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭
સાત ક્ષેત્રો અને ઉધાપન
સંસારભરમાં જે કોઇ મત પ્રવર્તે છે તે મતમાં પ્રવર્ત્તવનારા લોકો જરૂર પોતાના મતના પોષણને માટે રાતદિવસ તૈયાર રહે છે અને તેને ઉદેશીને દરેક આસ્તિકમતવાળાઓ કે લૌકિક આશાઓથી પ્રવર્તેલા મતોને માનનારાઓ પોતપોતાના મતના અધિષ્ઠાયકો અને સંચાલકોના મહિમા માટે તેઓની સાક્ષાત્ પ્રભાવના કરવા અનેક પ્રકારે દ્રવ્યનો વ્યય કરે છે; એટલું જ નહિં, પણ તે મતનાં પ્રવર્તકો હયાત હોય ત્યારે અને તે મતના પ્રવર્ત્તકો હયાત ન પણ હોય ત્યારે પણ તે તે મતને માનનારા લોકો તે તે મતના પ્રવર્તકોની પ્રતિષ્ઠા વધારવા માટે તે મતના પ્રવર્તકોની મૂર્તિઓ કરે છે અને તે મૂર્તિઓની ઘણા આડંબર સાથે પ્રતિષ્ઠાઓ કરી પોતપોતાની શક્તિપ્રમાણે ભવ્યમન્દિરો બનાવી તેવામાં તે મૂર્તિયો પધરાવે છે. જૈનેતરવર્ગમાં જ્યારે પૂર્વોક્તરીતિએ માત્ર પ્રવર્તકોના મહિમાને માટે જ મૂર્તિઓ અને મન્દિરો થાય છે, ત્યારે શાશ્વતપદને દેવાવાળા એવા જીનેશ્વર મહારાજના શાસનમાં ભગવાન જીનેશ્વર મહારાજની મૂર્તિઓ અને મન્દિરો બનાવવામાં આવે છે, પણ તે જૈનશાસનને અનુસરનારાઓ જે મૂર્તિ અને મન્દિરો બનાવે છે તેનો હેતુ ઘણો જ ઉંચો અને પવિત્ર હોય છે. સજ્જન મનુષ્યો સ્હેજે સમજી શકે તેમ છે કે અન્યમતોના હિસાબે તે તે મતના પ્રવર્ત્તકો પ્રથમથી જ ઈશ્વર સ્વરૂપ હોય છે અને તેથી જ તે મતને પ્રવર્તાવનારા પોતાનો મત પ્રવર્તાવવા માટે અવતાર લે છે અને એ અવતારની મૂર્તિઓ બનાવવામાં આવે છે એટલે સ્પષ્ટ થયું કે નિર્મલતા છોડીને લીધેલા
મલિનપણાવાળો આ આદર્શ છે. વળી આસ્તિકપણાને ધારણ કરનારા દરેક મતવાળાઓને એટલું તો ચોક્કસ એક મતે માનવામાં આવેલું હોય છે કે કંચન કામિની કુટુમ્બ વિગેરે વસ્તુઓ આત્માને ફસાવનારી છે અને તેના ત્યાગમાં જ આત્માના સાધનનું બીજ રહેલું છે, કેમકે જો તે કંચનકામિની આદિના ત્યાગદ્વારાએ આવેશ, અભિમાન, પ્રપંચ અને લોભને છોડવામાં આવે તો જ આત્માનું શ્રેય કરવાનું બીજ પ્રાપ્ત થઇ શકે. આવી સ્થિતિ હોવાથી જે જે મતના પ્રવર્તકોના પ્રતિબિમ્બો સંયમને, ત્યાગને, શાંતિને, ક્ષમાને યાવત્ વીતરાગતાને સૂચવનારા ન હોય તે પ્રતિબિંબો કોઇ દિવસ પણ મોક્ષને માટે કે ધર્મને માટે આદર્શ તરીકે ગણાય જ નહિં.
જગતમાં નાટક કરનારાઓ અનેક વેષ લે છે પણ તેમાં સાચો વેષ લેનારો નાટકીયો નાટકની અવસ્થા સુધી તો બરોબર લીધેલા વેષને ભજવે છે. જમાનામાં પણ આ વાત સાંભળીએ છીએ કે · હરિશ્ચંદ્ર મહારાજાના વેષને ધારણ કરનારા નાટકીયાએ મહારાણાને પણ તે અવસ્થામાં સલામ ભરી નહીં. વળી સાધુનો વેષ કાઢનાર બહુરૂપીએ દશ હજાર જેવી મોટી રકમને પણ હાથ સરખોએ અડકાડયો નહીં, તો પછી આ અન્યમતના દેવો જો પોતાને દેવ તરીકે કહેવડાવવા માંગે છે તો પછી તેઓએ દેવાતાઓની સાચી છાયા તો રાખવી જોઇતી હતી. આ બધું વિચારીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી જણાવે છે કે -