________________
શનિવારવાળા ખુલાશો કરશે કે ? આજ દિન સુધી ગયે વર્ષે શનિવારની સંવચ્છરી કરનારા તથા આ વર્ષે બુધવારની સંવર્ચ્યુરી કરવા માગનારાઓ પર્વતિથિઓની આરાધના કરવાના પ્રસંગમાં જણાવે છે કે જેમ તિથિઓની હાનિ થાય એ શાસ્ત્રોક્ત છે તેમ તિથિઓની વૃદ્ધિ પણ જિનશાસ્ત્રો મુજબની જ છે. આ બાબતમાં બીજાઓ જણાવે છે કે આસો વદ બીજ આદિ ત્રીશતિથિઓની જેમ જ્યોતિષ્કરંડક સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રોમાં હાનિ જણાવી છે તેવી રીતે કયા કયા માસની કઈ કઈ તિથિઓની વૃદ્ધિ જૈનશાસ્ત્રોમાં જણાવી છે તે હજી
સુધી કોઈથી પણ શાસ્ત્રના પાઠથી કેમ જણાવાયું નથી ? તો તે પોતાની સત્યતા આ ખાતર તેઓએ જાહેર કરવું જરૂરી છે. વળી શ્રી ઉત્તરાધ્યયનજી આદિ શાસ્ત્રોમાં - એકેક અવમાત્ર જણાવી જેમ છ મહિના ચૌદ દિવસના જણાવ્યા છે તેમ પક્ષના
સોલ દિવસો ક્યા કયા મહિનાના કયા કયા પક્ષના કયા શાસ્ત્રમાં જણાવ્યા છે તે પણ જાહેર કરવું.
તા.ક. બીજો પક્ષ તો માને છે કે દરેક એકસઠ દિવસ પછી એક તિથિ જે ભાદરવા (આસો) વદ બીજ આદિની ક્ષણ રાત્રિ થાય તેથી તિથિની હાનિ તો કર્મમાસમાં આવે, પણ સૂર્યમાસ જે ૩૦ દિવસનો હોય છે તેથી વર્ષે વધતા છ દિવસને હિસાબે એક માસ યુગને અંતે વધે છે. છ છ વધે તો પછી તેની જરૂર શી? માસનાં બાર નામોની માફક તિથિનાં પંદર નામો છે અને પન્નર રાવિયા વગેરેથી હાનિ લેવી પડે. ૨૧ થી મેળવવા હાનિ કરાય અને ૩૦ મેળવવા વૃદ્ધિ કરાય તો અવમાત્ર રહેજ નહિ. હાનિનો તો એક મહિનો યુગમાં પણ વધે, પણ
વૃદ્ધિ ભેળવાય તો બીજો માસ યુગમાં વધારવાથી વધારે ગોટાળો થાય. એ સ્ટેજ A સમજાય તેમ છે વળી દરેક વખતે ૬૧મે દિને હાનિ હોય અને જો બાસઠમે વૃદ્ધિ થાય તો હાનિ જ ક્યાં રહેશે ?
(ટાઈટલ પાન ૪ થાનું અનુસંધાન) બુધવારીયા પણ આની બાધા આપે કે ખેંચ કરે તો તે ઉન્માર્ગ જ ગણાય.
બુધવારીઆ મધ્યસ્થળે આવ્યા નહિં, પ્રતિનિધિપણાની નવી શરત ઉભી કરી. શાસ્ત્રાર્થ કરનારનું નામ ન આપ્યું નક્કી કમીટી ન માની પોતાની ખાનગી શરતવાળો કરાર મનાવવા માંડ્યો. સાચા ઉપર સહી ન લાવ્યા લિખિત પણ કમીટી દ્વારા ચર્ચા ન કરી પરસ્પર દેખાડીને ખંડન કે સમાધાન લીધા વિના ન્યાય માન્યો તેથી મૌખિક અને શાસ્ત્રીય બંને પ્રકારના શાસ્ત્રાર્થ હમણાં અટક્યાં છે માટે આ ખુલાસા જરૂર કરવા.